આપણા નસીબમાં બધું હોવું આપણા હાથમાં નથી પણ તે વસ્તુને આપણા નસીબમાંં લાવવાનો પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે. નસીબ પાસેથી વધારે અપેક્ષા ન રાખો. તમે નસીબ પાસેથી જેટલી વધુ અપેક્ષા રાખશો, તેટલા જ તમે નિરાશ થશો. મહેનતમાં વિશ્વાસ રાખો. તમને હંમેશા અપેક્ષા કરતા વધુ મળશે.
મહેનત એ ચાવી છે જે નસીબમાં ન હોય તેવી વસ્તુઓના દરવાજા ખોલે છે. પરંતુ મહેનતની ઉંમરમાં આરામ કરશો તો આરામની ઉંમરમાં પણ કામ કરવું પડશે. યાદ રાખો કે સફળતા જાતે ક્યારેય નહીં આવે. તમારે તેની પાસે જાતે જ જવું પડશે. જીવનમાં સફળ થનારા લોકોની સફળતાને જ ન જુઓ, પરંતુ તેઓએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેને પણ જુઓ. તમે તેમના કરતા વધુ સફળ થશો.
Latest posts by PT Reporter (see all)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024