થાણેના પટેલ અગિયારીના કુવા પાસે આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

0123મી માર્ચ, 2023ના રોજ, થાણેના જરથોસ્તીઓ પટેલ અગિયારી ખાતે શુભ આવાં રોજ અને આવાં મહિનાની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા, જેમાં અગિયારીના પવિત્ર કુવા પાસે હમબંદગી સાથે જશન કરવામાં આવ્યું હતું. જરથોસ્તીઓએે સવારે કુવા પર ફુલ, નાળિયેર, દારની પોરી અને દિવો પ્રગટાવ્યો હતો.

સાંજના સમયે, પવિત્ર કુવાને તેની ચારે બાજુ ફૂલોના તોરણોથી સુશોભિત કરવામાં આવ્યો હતો, જે કુવાને ભવ્ય દેખાવ આપતો હતો. એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ સિધવાએ અગિયારી ખાતે સાંજે 4:40 વાગ્યે જશન કર્યું હતું, જેમાં કામકાજનો દિવસ હોવા છતાં સારી સંખ્યામાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી.

જશન પછી સૌ પટેલ અગિયારીના પવિત્ર કુવા પાસે ભેગા થયા હતા જ્યાં એરવદ કેરસી સિધવાએ આવાં અર્દવિસુર બાનુનો આભાર માનવા માટે હમબંદગીનું નેતૃત્વ કર્યું હતું. આ પછી એરવદ સિધવાએ હાજર રહેલા તમામ અને તેમના પરિવારોને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપ્યા હતા તથા એકતા જાળવી રાખવા અને આવાં યઝદના આશીર્વાદ મેળવતા રહેવાની વિનંતી કરી હતી.

આયોજક ટીમના સભ્યો પૈકીના એક ગોદરેજ સચિનવાલાએ પટેલ એપાર્ટમેન્ટના રહેવાસીઓને આ પવિત્ર કુવાની ઉપયોગીતા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ 250 વર્ષથી વધુ વર્ષ જૂનો કૂવો હોવાને કારણે હજુ પણ દરેક ઋતુમાં પાણી પુરૂં પાડે છે અને તેથી દરેક વ્યક્તિએ તેની સારી કાળજી લેવી જોઈએ અને પાણીનો બગાડ ટાળવો જોઈએ. ત્યારબાદ જરથોસ્તીઓને પવિત્ર ચાસની, હળવા નાસ્તા અને હળવા પીણાં પીરસવામાં આવ્યા હતા. એકંદરે, થાણેના જરથોસ્તીઓ માટે આ એક આશીર્વાદ અને યાદગાર દિવસ હતો.

Leave a Reply

*