સુરત પારસી પંચાયતનું ગૌરવ

સુરત પારસી પંચાયતના પ્રમુખ શ્રી ડો. હોમી દુધવાલાની દેખરેખ હેઠળ ચાલી રહેલા એથ્લેટિકસ કોચીંગ કેમ્પના સુરત પારસી બોયઝ ઓરફનેજના વિધાર્થી ખુશરૂ ગોલે મુંબઈ ખાતે યુર્નિવસીટી ગ્રાઉન્ડ પર યોજાયેલ ઓલ ઈન્ડિયા પારસી એથ્લેટિકસ મીટમાં ભાગ લઈ જેવેલિયન થ્રોમાં (સિલ્વર મેડલ) દ્વિતિય સ્થાન મેળવ્યું છે. અને નરીમાન ગર્લ્સ ઓરફનેજની વિધાર્થીનીઓ (1) પરવીઝ. એ. જીવાસા 800 મીટરની દોડમાં (સીલ્વર મેડલ) દ્વિતિય સ્થાન મેળવ્યું છે. (2) અન્ડર 12 ગર્લ્સમાં રાયના એસ. સંજાના લોંગ જમ્પમાં તૃતીય સ્થાન (બ્રોન્ઝ મેડલ) (3) અન્ડર-10 ગર્લ્સમાં ફરઝીન વી. વાધછીપાવાલા લોંગ જમ્પમાં તૃતિય સ્થાન (બ્રોન્ઝ મેડલ) મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ બધા
વિદ્યાર્થીઓને સુરત પારસી પંચાયતના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટી સાહેબો એ તાલીમ અપાવી હતી. હાલમાં તેઓ એથ્લેટિકસ નેશનલ કોચ (એનઆઈએસ) જામાસ્પ પાતરાવાલાના હાથ નીચે તાલીમ લઈ રહયા છે. આ સિધ્ધીઓ બદલ વિધાર્થીઓને સુરત પારસી પંચાયતના પ્રમખ સાહેબ શ્રી તથા સાથી ટ્રસ્ટી સાહેબો એ અભિનંદન પાઠવીયા છે.

Leave a Reply

*