સ્માઇલ પ્લીઝ

મિત્રો, દરેક જણ બાળકોને પ્રેમ કરે છે કારણ કે તેઓ હંમેશા હસતા હોય છે. હસતી વ્યક્તિને જોયા પછી, આપણે તાજગી અનુભવીએ છીએ. ફોટો લેતી વખતે, ફોટોગ્રાફર આપણને એક સૂચના આપે છે, તે છે થોડું સ્માઈલ કરો જેથી તમારો ફોટો સારો આવે. તમારી થોડીક સેક્ધડની સ્માઈલથી તમારો ફોટો સારો બનાવે છે અને જ્યારે પણ તમે તમારા ચહેરા પર સ્માઈલ મૂકો છો, ત્યારે તમારી છબી પણ સારી બને છે.
મને કહો, તમને દુ:ખી વ્યક્તિને મળવાનું ગમે છે? જે સતત ટેન્શનમાં રહે છે, જેના ચહેરા પર આખી દુનિયાની ચિંતાઓ દેખાય છે. જાણે ભગવાને બધી સમસ્યાઓ તેનામાં જ મૂકી છે. આવા વ્યક્તિને મળવું કોઈને ગમતું નથી. વાત કરતી વખતે સતત ચિડાઈ ગયેલી વ્યક્તિ સાથે મળવું કોઈને ગમતું નથી, જેમ કે કોઈની ઉપર ગુસ્સે થવું. તેનાથી વિપરિત, આપણને એવા લોકોને મળવાનું ગમે છે જેમનો ચહેરો હંમેશા ખુશખુશાલ હોય છે, જેમના ચહેરા પર હંમેશા એક પ્રકારનું સ્માઈલ હોય છે, જે આપણા ગુસ્સાને દૂર કરે છે, જે આપણને એનર્જી આપે છે.
તો અહીંથી ગમે તે સમસ્યા હોય, વિશ્ર્વાસ રાખો કે તમે તે સમસ્યામાંથી બહાર આવવાના છો. તમારા ચહેરા પર સ્માઈલ મૂકો. જ્યારે તમે કોઈની સાથે રૂબરૂ કે ફોન પર વાત કરતા હો ત્યારે પણ તમારા ચહેરા પર સ્માઈલ રાખો. મિત્રો, આ દુનિયામાં દરેક જણ દુ:ખી છે. જો આપણે બીજાને ઉદાસી, નિરાશા, આળસ, નકારાત્મક ઉર્જા આપવાનું શરૂ કરી દઈએ તો બીજામાં અને તમારામાં શું ફરક છે? તો આજથી જ લોકોને ખુશી, પ્રેરણા, સકારાત્મક ઉર્જા આપવાનું શરૂ કરો અને તે આવશે તમારા એક સ્માઈલથી.
તમે હસો છો એટલે તમારા શરીરના તમામ અંગો પણ સ્માઈલ કરે છે. જેથી તમામ અંગો, તમામ કોષો ફિટ અને ખુશ રહે, જેથી તમે હંમેશા સ્વસ્થ રહો.
ઉપરાંત, તમરા સ્માઈલથી તમારા બાળકો, તમારો જીવનસાથી, તમારા માતાપિતા, તમારા મિત્રો અને પરિવારના ચહેરા પર પણ સ્માઈલ જોવા મળશે. અજાણ્યા લોકો પણ સ્મિત કરનારને દિલથી શુભેચ્છાઓ અને આશીર્વાદ આપે છે. સ્માઈલ તમારા પ્રવાસમાં તમારા સાથી મુસાફરોને પણ ખુશ કરે છે. હસવું એ લોકોને જોડવાની કળા છે. સરકારી ઓફિસમાં તમારૂં કામ હોય કે તમારા બાળકોની સ્કુલમાં પેરેન્ટસ
મીટીંગ. તમારૂં સ્માઈલ તમારા કામને ચપટીમાં કરી શકે છે.
હસવાના ફાયદા
* હસવાથી તમે વધુ સુંદર દેખાશો.
* સ્માઈલ તમને સ્વસ્થ રાખે છે.
* સ્માઈલ તમને લોકો સાથે જોડાયેલા રાખે છે.
* તમારા એક સ્મિતને કારણે તમારો વ્યવસાય વધે છે.
* સ્મિત કરવાથી તમે તરત જ પ્રભુ સાથે એક થઈ જાઓ છો.
* તમારા સ્મિતથી બીમાર વ્યક્તિ પણ સાજી થઈ શકે છે.
* રસોઈ બનાવતી વખતે ચહેરા પર સ્મિત રાખવાથી રસોઈ સારી બને છે.
* એકંદરે, એક સ્મિત તમને ખુશ, મહેનતુ, પ્રેમાળ, સારી રીતે ગમતી અને સફળ વ્યક્તિ બનાવે છે. તો આજથી સ્માઈલ પ્લીઝ!! આપ સૌને દિવાળી અને નવાવર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Leave a Reply

*