ઉરણ અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી

8મી ઓકટોબર 2017ને દિને ઉરણની ઉમરીગર અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ મુંબઈથી 500 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એરવદ હોરમઝ દાદાચાનજી, એરવદ પોરસ કાત્રક, એરવદ કૈવાન કાત્રક, એરવદ અર્દાફ્રઓશ ઝરોલીવાલા અને હોશેદાર ઝરોલીવાલા દ્વારા ખુશાલીના જશનની ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે તથા ત્યારબાદ હમબંદગી કરવામાં આવી હતી. એરવદ વિરાફ પાવરી ઉરણની અગિયારીમાં […]

આપણી ધાર્મિક વિધિઓને સમજીએ!

 ‘બોય’ આપવાનું મહત્વ શું છે અને કેબલામાં નવ વખત ઘંટડી કેમ વગાડવામાં આવે છે? એરવદ હરવેસ્પ: બોય આપવાની ક્રિયા એ ઘણી મહત્વની છે જેનાથી ખરાબ શક્તિનો નાશ થાય છે. બોય આપતી વખતે આતશ નીન્યાએશ ભણાય છે અને દુશ્માતા, દુઝુકતા, દુઝવરશ્તા (ખરાબ વિચારો, ખરાબ શબ્દો અને ખરાબ કર્મો) ભણતા દુષ્ટતા અને નકારાત્મક શક્તિને દૂર કરવા એક […]

ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ અગિયારીની 205મા વરસની ઉજવણી

ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ હીરજી જીવનજી રેડીમની દરેમહેરની 205માં વરસની ઉજવણી તા. 1લી ઓગસ્ટ 2017ને દિને કરવામાં આવી હતી. પંથકી એરવદ ફરશોગર માદન, એરવદ પરવેઝ માદન, એરવદ હોમિયાર મસાની અને એરવદ પરવેઝ કરંજીયા દ્વારા જશનની પવિત્ર ક્રિયા સવારે 9.30 કલાકે ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવી હતી.  ત્યારબાદ હમબંદગી અને અગિયારીને સેવા આપનાર એરવદ ફરશોગરને સન્માન આપવામાં […]