શું તમે તમારા સંબંધની કદર કરો છો?

સંબંધ અને ઝાડના છાડવા બન્ને એક જેવા હોય છે જો તમે એને સંભાળવાનું ભૂલી જાઓ તો બન્ને સુકાઈ જાય છે. મોડી રાતના કોઈપણ જાતની કટકટ વગર મારા મનપસંદનું શાક બનાવી મારી રાહ જોતી મારી મમ્મીની કીંમત મને ત્યારે સમજમાં આવી હતી. મે કેટલું સહેલાઈથી કહી દીધું કે હું બહારથી જમીને આવ્યો છું. આજે નોકરીના લીધે […]

ખાસ વાંચવા જેવું

એક વાર લક્ષ્મીદેવી અને પનોતીદેવી બંને ઝઘડ્યા. લક્ષ્મીદેવી કહે હું રૂપાળી અને પનોતીદેવી કહે હું. બંને જણ શંકર ભગવાન પાસે ગયા અને એમને પૂછ્યું અમારા બન્નેમાં રૂપાળું કોણ છે? શંકર ભગવાને કહ્યું આ બાબતમાં મને ખબર ના પડે. તમે નગરના બજારમાં વાણીયા ની દુકાને જાવ જવાબ મળી જશે. બન્ને જણ વાણીયાની દુકાને ગયા અને એને […]

નવા વર્ષની સાડી

આ મારી ગારા સાડીનો પાલવ ખૂબ સરસ લાગે છે નહીં? શિરીને હીંચકે ઝૂલતા પતિ સોરાબને પૂછયું ને સોરાબે પણ હકારમાં ડોકું હલાવી દીધું. આજ સવારથી સાડી સંબંધિત કેટલાય સવાલ શિરીને પતિને કર્યા હતા અને સોરાબે રસ લીધા વિના ડોકું ધુણાવ્યા કીધું હતું. પરંતુ શિરીનને એની દરકાર નહોતી કરી. એ તે નાના દીકરાની વહુએ ખરીદી આપેલ […]

હાઇટેક યુગમાં દાદા-દાદીની વાર્તાઓ વિસરાઇ

‘ચાલો ચિન્ટુ બેટા ઉંઘવાનો સમય થયો હવે રમવાનું છોડો અને હાથ-પગ ધોઇ ઘરમાં આવો…’ દાદીમાનો વહાલયભર્યો અવાજ સંભળાતો અને હરખાતો, મલકાતો ચિન્ટુ ઘરમાં દોડી આવતો, હાથપગ ધોઇને પહોંચી જતો દાદીમાના ખોળામાં અને કાલી ભાષામાં કહેતો ‘દાદીમા….દા…દી..મા મને વાલતા (વાર્તા) કહો ને ?” અને દાદીમા ‘એક હતો ચકો અને એક હતી ચકી’ કહી વાર્તાનું કથન કરતા […]

જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ

ગમેતેમ કરીને ખુશરૂ ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે. મમ્મી, પપ્પાની રોજ-બરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો, નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે. ચાદર સરખી કરી દે, નળ બંધ કરી દે […]

દુનિયાના સૌથી તાકતવર ઈન્સાન મારા પપ્પા

એક પિતા એના દીકરાના આલીશાન ઓફીસમાં જાય છે, એના દીકરાને જુએ છે અને એની પાછળ જઈ ઉભા રહી જાય છે, ફકરથી એને પૂછે છે અને એના ખભા ઉપર હાથ રાખી પૂછે છે. દીકરા તને ખબર છે ‘આ દુનિયામાં સૌથી તાકતવર માણસ કોણ છે?’ દીકરાએ ઝડપથી જવાબ આપ્યો કે નસ્ત્ર પિતાનું દિલ થોડું બેસી ગયું એક […]

લેપટોપ સાથેની મારી રિલેશનશીપ

એક દિવસ અમારા ‘લેપટોપ બાપુ’ ટેબલ પરથી પડી ગયા. પણ પડતા વેત જ ડાઈરેક્ટ ઉભા થઇ ધૂળ ખંખેરી ચાલવા માંડ્યા. મતલબ કે રીસ્ટાર્ટ થઇ ને પાછું જેમ હતું એમ ચાલવા માંડ્યું. રાતે શટડાઉન કરીને સુઈ ગયો. માણસ ને જેમ મુંઢમાર લાગે અને દુખાવો સવારે થાઈ એમ લેપટોપનો દુખાવો પણ સવારે દેખાણો. સવારે ‘હાર્ડ ડિસ્ક રીડ […]

સગપણ એટલે સંસારનો તાલમેળ

મારો અદી છેે તો બહુ પ્રેમાળ. અમારાં લગ્નને દસ વર્ષ થયાં. અમારો ઘરસંસાર સરસ ચાલે છે. પણ દરેક માણસના સ્વભાવની કેટલીક ખાસિયત હોય છે. તે ખાસિયત પકડીને તેને એડજેસ્ટ થઈ જઈએ તો ગાડી સરખી ચાલે અને આપણું સગપણ ટકી રહે. લગ્ન બાદ થોડા વખતના સહવાસે મેં જોયું કે અદીને સ્વચ્છતાનો, વ્યવસ્થિતતાનો બહુ જ આગ્રહ છે. […]