પાછા તેમના મજબૂત પગ પર ઉભા રહેતા!

‘હું ફરીથી ઉભો રહેવા મકકમ બન્યો છું, હું બીજાઓ ઉપર આધાર રાખવા નથી માંગતો. જે દિવસે મારો અકસ્માત થયો તે દિવસની યાદ મારા મનમાં હજુપણ તાજી છે. હું જાણતો હતો કે મારે મારા બાળકો માટે જીવવાનું છે.’ અસ્પી આત્મવિશ્ર્વાસથી આવનાર મુલાકાતીઓને સ્મિત આપી જણાવે છે.

અસ્પી છેલ્લા મહિનાઓથી ધી બીડી પીટીટ પારસી હોસ્પિટલમાં સારવારને શ્રેષ્ઠ બનાવવા સારી પ્રતિક્રિયા આપી છે. સમર્પિત ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ, ઓર્થોપેડિક ડો. જમશેદ બંશા, ફિઝિશ્યિન ડો. જહાંબક્ષ ચીચગર અને કાઉન્સેલર બીનાયફર શાહુકાર જેઓ વિના મૂલ્ય તેમને સેવા આપી રહ્યા છે.

અસ્પીએ જણાવ્યું કે ‘હું સમગ્ર ભારત અને દુનિયાના તમામ મદદ કરનારાઓ માટે અત્યંત આભારી છું. મારા સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ માટે હું ફેડરેશન ફોર ડેવલપમેન્ટ ઓફ ઉદવાડાના ચેરમેન વડા દસ્તુરજી ખુરશેદજી દસ્તુર અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચેરમેન દિનશા તંબોલીનો ખાસ આભારી છું જેમણે ભંડોળ જમા કરવાની પહેલની આગેવાની લઈ મને સહાય કરી. બધા ભંડોળોને જમા કરી તેમને બે વિભાગમાં અલગ કરવામાં આવશે. એક જે દર મહિને ખર્ચો થાય અને બીજો આગળના ભવિષ્ય માટે.

અસ્પી પાસે હાલમાં અલગ અલગ લંબાઈવાળા કૃત્રિમ પગની બે જોડીઓ છે. દરરોજના ઘરના ઉપયોગમાં લેવા માટેની ટૂંકી જોડ અને બહારના વપરાશ માટે લાંબી જોડ. જર્મન કંપનીના એન્ડોલાઈટની કિમંત 13 લાખ રૂપિયા છે અને આઠ કે દસ વર્ષ પછી તેમને ફરી પાછા રીપ્લેસ કરવા પડશે.

‘અમે હંમેશાં સુનિશ્ર્ચિત કર્યું છે કે અસ્પી શ્રેષ્ઠ મેળવે. એકત્રિત કરેલા ભંડોળના રોકાણોની યોજના એવી રીતે કરવામાં આવી છે જે ભવિષ્યમાં ખરીદી કરવામાં મદદ કરશે,’ એમ દિનશા તંબોલીએ જણાવ્યું હતું. વધુમાં, એકત્રિત કરેલા ભંડોળના આધારે, તેમને તેઓ વાપરી શકે તેવું મોડીફાઈ કરેલ ટૂ વ્હિલર પૂરૂં પાડવામાં આવશે.

અસ્પીને તેમના બે દીકરાઓ માટેની ચિંતા સતાવતી હતી. જેમાં અગિયાર વર્ષનો મહેર અને આઠ વર્ષનો કયાન છે. જે પૂણેની બોડિંગ સ્કુલમાં ભણે છે. પણ હવે અસ્પીને તેમના દીકરા માટે ગર્વ ઉપજે છે કારણ તેમના મોટા દીકરા મહેરે તેમને જણાવ્યું કે ‘પપ્પા તમે ચિંતા નહીં કરો અમે તમારા માટે છીએ, બસ તમે ચાલવાનું શરૂ કરો.’ આ સાંભળી અસ્પી કહે છે કે ખરેખર મારા દીકરા મારી તાકાત છે.

10 જાન્યુઆરી, 2018 ના રોજ હોસ્પિટલમાંથી છૂટા કર્યા બાદ, અસ્પી ઝુબિનની રોયલ ફ્લીટ દ્વારા પ્રદાન કરાયેલી કારમાં નવસારી પરત ફર્યા. તેઓ પોતાના ઉદવાડાના મ્યુઝિયમના કામમાં પણ પરત જોડાવા માગે છે અને ત્યાંજ રહેવા પણ માગે છે. ગર્વ થાય તેવી વાત અસ્પીએ જણાવતા કહ્યું હતું કે ‘મને નાણાકીય સારી એવી મદદ મળી છે પણ હું મારા પગ પર ઉભો થતા અને કામ પર ફરી જોડાયા બાદ હું ચાહું છું કે મને મળેલી મદદ કોઈ બીજા ગરીબ જરથોસ્તીને કામ આવે.’

Leave a Reply

*