મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધી જશે. શુક્રની કૃપાથી ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે. તમારા જીવનસાથીને શોધવામાં સફળ થશો. જો તમારા લગ્ન થયેલા હશે તો ધણી-ધણીયાણીમાં સારા સારી રહેશે. રોજના કામમાં નાના ફાયદા મળવાથી આનંદમાં રહેશો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.
Venus’ rule will bring in enjoyment. You will be financially stable even after making expenses. The opposite gender will be supportive. There is a good chance for you to find your mate. Married couples will experience harmony. Daily chores will yield profits and bring you happiness. Pray to ‘Behram Yazad’.
Lucky Dates: 16, 17, 20, 21
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. તમારા કરેલા કામમાં સેટીસફેકશન નહીં મળે. તમારા વિચારો નેગેટીવ થઈ જશે. ધન મેળવવામાં મુશ્કેલી આવશે. તબિયત બગડવાના ચાન્સ છે. કોઈપણ ડિસીઝન લેવાની ભૂલ કરતા નહીં. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.
With Rahu’s ongoing rule, you could experience loss of hunger and sleep. Daily work could prove dissatisfying. Negative thoughts could linger in your mind. Securing wealth might prove difficult. Health could suffer. Avoid making decisions on your own. To pacify Rahu, pray ‘Mahabokhtar Yasht’.
Lucky Dates: 18, 19, 20, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લા 6 દિવસ જ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમિલીની જે પણ મુશ્કેલી હોય તે દૂર કરી લેજો. 21મીથી રાહુની દિનદશા શરૂ થતા 42 દિવસ તમારા કામ થવા નહીં દે. ઉતરતી ગુરૂની દિનદશા ને લીધે નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ગામ પરગામ જવાના પ્લાન બનાવતા નહીં. મનગમતી વ્યક્તિને 21મી પહેલા મળી લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.
Jupiter’s rule over the next 8 days calls for you to resolve all issues within your family. From the 21st, Rahu rules you over the next 42 days. Jupiter’s descending rule brings in improvement in finances. Avoid making local or international travel plans. You could find your soul mate before the 21st. Daily pray to ’Behram Yazad’.
Lucky Dates: 16, 17, 20, 21
CANCER | કર્ક: ડ.હ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ભલાઈના કામ થતા રહેશે. બીજાના મદદગાર બની તેની દુવા મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બધી બાજુથી માન સન્માન મળશે. નવા કામ કરતા નહીં. ચાલુ કામ પર વધુ ધ્યાન આપજો. તમારી સાથે ઘરની વ્યક્તિ પણ આનંદમાં રહેશે. તબિયતમાં સુધારો જણાશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21 છે.
With Jupiter’s ongoing rule, you will be helpful to others and earn their blessings in return. Financially stability is indicated. Success will be yours in all you do. Avoid undertaking new initiatives. Practice alertness in your day to day activities. Your family and you will be content. Your health will improve. Daily, pray the ‘Sarosh Yasht’.
Lucky Dates: 18, 19, 21
LEO | સિંહ: મ.ટ.
છેલ્લા આઠ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથર વિચાર કર્યા વગર કોઈ પણ કામ કરતા નહીં. ઉતરતી શનિની દિનદશા તમને માંદગી આપવાના ચાન્સ છે. બીજાનું ભલું કરતા તમારૂંખરાબ થવાના ચાન્સ છે. આ અઠવાડિયામાં ઓછું બોલજો અને તમારા કામથી કામ રાખજો. શનિના દુ:ખને ઓછું કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
With 8 days more under Saturn’s rule, avoid indulging in any work without giving it a good thought. Saturn’s descending rule could cause illness. You could end up sabotaging your own success while trying to help another. You are advised to speak less and avoid interfering in others’ work. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 16, 17, 19, 20
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. લેતી દેતી પૂરી કરી લેજો. કાલથી 36 દિવસ માટ શનિની દિનદશા તમારૂં ટેન્શન વધારી દેશે. તબિયતમાં અચાનક બગાડો આવશે. સાંધાના દુખાવાથી કે બેક પેનથી પરેશાન થશો. ખર્ચ કરીને પણ ડોકટર સમાધાન નહીં કરી શકે. આજથી દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 18, 19, 22 છે.
With today marking the last day under Mercury’s rule, try and make good all pending transactions of give and take. Starting tomorrow, the Sun’s rule over the next 36 days could increase stress. Health could suffer. You could experience stubborn joint pains which might not bring relief inspite of medical attention in this phase. Daily Pray ‘Moti Haptan Yasht’ daily.
Lucky Dates: 16, 18, 19, 22
LIBRA | તુલા: ર.ત.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા બધાજ કામો સારી રીતે કરી શકશો. બીજાને સમજાવી શકશો. ઓછું કામ કરી વધારે કમાઈ શકશો. બધા કામ પ્લાન કરીને કરજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ભવિષ્યમાં કામ આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
Mercury’s rule brings success to all your ventures. Your convincing powers will win over others. You will achieve more than the effort you put in. Practice planning before execution. Financially, things will be stable. You are advised to make investments for long term returns. Pray the ‘Meher Nyaish’ daily.
Lucky Dates: 16, 17, 19, 20
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમારે છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વાહન ખૂબ સંભાળીને ચલાવજો. નાની બેદરકારી મોટી મુસીબત બની શકે છે. માથાના દુખાવો તથા પેટ દર્દથી પરેશાન થાવ તેવા ગ્રહ છે. ઘરવાળા નાની બાબતથી નારાજ થઈ શકે છે. તમારા વાંક વગર બધાનું સાંભળવું પડશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Mars’ rule in the coming week alerts you to practice caution while driving. Even a little carelessness could cause grave trouble. You could experience headache or stomach pain. Family members might get annoyed about minor issues. You could get wrongly reprimanded for a fault you may not have committed. To pacify Mars, pray daily ‘Tir Yasht’.
Lucky Dates: 17, 18, 19, 20
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા આઠ દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 23મી પહેલા ઘરવાળાને નારાજ કરતા નહીં. જૂના કામો પહેલા પૂરા કરજો. 23મી પછી કોઈને પ્રોમીસ આપતા નહીં. તમારા મનની વાત જેને કહેવી હોય તેને આજે કહી દેજો. મનને શાંત રાખવા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
With 8 days remaining under the Moon’s rule till 23rd February, try to not disappoint your family. Finish your pending work. Avoid making promises after the 23rd. Share any thoughts that have been playing on your mind today itself. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 16, 17, 21, 22
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી ચંદ્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. અચાનક મુસાફરીનો પ્લાન બનાવવો પડશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનને શાંત રાખી જે કામ કરશો તેમાં સફળતા મળશે. ઘરમાં વડીલવર્ગની ડિમાન્ડ પૂરી કરી શકશો. ઘરનું વાતાવરણ સારૂં રાખવા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.
The Moon’s rule till 23rd March indicates sudden travel plans. Financial stability is indicated. You will find success in work peacefully executed. Elders at home will be pleased with you. For continued happiness at home, pray ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 17, 18, 19, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી 4થી માર્ચ સુધી સરકારી કામથી દૂર રહેજો. વડીલ વર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમે હાઈપ્રેશર કે માથાના દુ:ખાવાથી પરેશાન થશો. રોજબરોજના કામમાં આળસ આવશે. પ્રેમી કે પ્રેમીકામાં નાની બાબતમાં મતભેદ થવાના ચાન્સ છે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.
The Sun’s rule till 4th March advises you to refrain from doing any Government related work. Elders could fall ill. You might experience depression or headaches, and be taken over by lethargy. Even small issues could lead to arguments between spouses. Daily, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times.
Lucky Dates: 16, 17, 20, 21
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી જે ફાયદો થાય તે લઈ લેજો. શુક્રની કૃપાથી નવી ચીજ વસાવી શકશો. અપોઝીટ સેકસનો સાથ સહકાર મળી જશે. મુશ્કેલી ભર્યા કામ સારી રીતે કરી શકશો. મોજશોખ વધી જશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.
Venus’ rule till 14th February blesses you with opportunities to benefit from. With Venus’ blessings, you could indulge in making purchases. The opposite gender will be supportive. You will manage difficult situations with ease. You will have adequate finances to enjoy in this week. You are advised to make investments. Daily pray to ‘Behram Yazad’.
Lucky Dates: 18, 19, 21, 22
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024