અનુભવી, એડવોકેટ અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ, સોલી સોરાબજી, 30 મી એપ્રિલ, 2021 ના રોજ કોવિડ-19 ના લીધે 91 વર્ષની વયે, દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન પામ્યા, જ્યાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
પદ્મ વિભૂષણ પ્રાપ્તકર્તા, સોલી સોરાબજીનો જન્મ 1930માં થયો હતો અને તેમણે લગભગ સાત દાયકા સુધી કાનૂની વ્યવસાયમાં સેવા આપી હતી. તેમણે 1953માં બોમ્બે હાઇટ કોર્ટમાં પ્રેકિટસ કરતા નામ નોંધાવ્યું હતું અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા 1971માં સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત કરાયા હતા. તેમણે 1989-90 દરમિયાન અને 1998 થી 2004 બે કાર્યકાળ દરમિયાન પ્રથમ એનડીએ સરકારની ભારત માટે એટર્ની જનરલ તરીકે કામ કર્યું હતું. 1997માં યુનાઇટેડ નેશન્સ દ્વારા નાઇજિરીયાના વિશેષ રાપર તરીકે નિમણૂક કરવામાં આવી હતી જેથી ત્યાંની માનવાધિકારની પરિસ્થિતિ અંગે અહેવાલ આપવામાં આવે. તેઓ સભ્ય બન્યા અને પાછળથી, યુ.એન. સબ કમિશનના અધ્યક્ષ બન્યા.
ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રામાના મુજબ, સોલી સોરાબજીના કાનૂની કાર્યની વ્યાખ્યા તેમના માનવીય અને કરૂણાપૂર્ણ અભિગમ દ્વારા કરવામાં આવી હતી. સી.જે.આઈ. રામાનાએ તેમના અવસાન અંગે શોક વ્યક્ત કરતા એક નિવેદનમાં લખ્યું છે કે, શ્રી સોલી જે. સોરાબજીએ બે વખત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાના પદની સેવા આપી હતી. તેમને લોકશાહીના આધારસ્તંભમાં શક્તિ ઉમેરનારા તરીકે યાદ કરવામાં આવશે. હું દિવ્ય આત્માને મારી શ્રધ્ધાંજતિ અર્પણ કરૂં છું.
સોરબજીને બોલવાની સ્વતંત્રતા અને માનવાધિકારની સુરક્ષાના બચાવ માટે માર્ચ 2002માં, ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ – પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024