મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામ તમે સારી રીતે નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકશે. ખોટા ખર્ચથી પરેશાન થશો. તબિયતનું ધ્યાન રાખજો. પેટમાં ગડબડ થવાના ચાન્સ છે. શનિ તમારી ઉંઘ ઓછી કરી નાખશે. શનિના દુ:ખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.
Saturn’s ongoing rule does not allow you to effectively do your daily chores. You will feel lethargic. A small mistake could land you in big trouble. You will have to endure unnecessary expenses. Take care of your health. You could suffer from an upset stomach. Saturn’s influence could rob your sleep. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 15, 18, 19, 20
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લા આઠ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બેન્ક અને હિસાબી કામ પહેલા પુરા કરી લેજો. તમે કોઈ પાસે ઉધાર નાણા લીધા હોય તો પાછા આપવા માટે થોડો સમય માંગી લેજો. મિત્રોની સલાહ લઈ અગત્યના કામો પુરા કરવામાં સફળ થઈ જશો. મિત્રોથી લાભ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
You have 8 days remaining under Mercury’s rule. You are advised to prioritize completing any work related to banking and accounts. If you have borrowed money, request your creditors for some extra time to repay them. You will be able to complete important tasks with the help of advice from your friends. Friends will prove beneficial. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 14, 15, 16, 17
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારો સેલ્ફ કોન્ફીડન્સ ખુબ વધી જશે. જે પણ કામ હાથમાં લેશો તેને પુરૂં કરશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડું ઈનવેસ્ટમેન્ટ સારી જગ્યાએ કરી શકશો. જૂના કામ પર વધુ ધ્યાન આપજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.
Mercury’s ongoing rule boosts your confidence greatly. You will be able to complete all tasks that you take on. Financial prosperity is indicated. You will be able to make small investments profitably. Focus on your older projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 15, 16, 19, 20
CANCER | કર્ક: ડ.હ.
25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. તમે સાચુ બોલીને પરેશાન થશો. નવી ચીજ વસ્તુ વસાવવાની ભુલ કરતા નહીં. ભાઈ બહેનની વચ્ચે નાની બાબતમાં મતભેદ પડશે. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
Mars’ rule till 25th October will have you losing your temper over petty matters. You will invite trouble for speaking the truth. Do not make any new purchases. Siblings could squabble over small issues. You could suffer from fever or headaches. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 14, 15, 18, 19
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખી અગત્યના ડીસીઝન લઈ શકશો. રોજના કામમાં ચેન્જીસ લાવી શકશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરનું વાતાવરણ આનંદમાં રહેવાથી તમે વધુ ખુશીમાં રહેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
The Moon’s rule till 26th October helps you to keep a cool mind and make important decisions. You will be able to bring in changes in your daily chores. You are advised to speak your mind freely to the person you wish to speak with. Catering to the wants of family members, the house will have an amicable atmosphere and this will bring you much joy. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. જે કામ કરવા માગતા હશો તે પુરૂં કર્યા વગર નહીં મૂકો. નવા સંબંધો બને તેવા હાલના દિવસો છે. જે વ્યક્તિ પર તમે વિશ્ર્વાસ મુકશો તે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં કામ આવશે. ધનની ચિંતા નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 16, 18, 19 છે.
The Moon’s rule till 26th November will ensure that you complete any work that you take on hand. You could forge new relationships in this period. The person that you put your faith in will help you through your tough times. There will be no financial concerns. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 14, 16, 18, 19
LIBRA | તુલા: ર.ત.
પહેલા ત્રણ દિવસ સુખ શાંતિમાં પસાર કરી શકશો. 17મીથી શરૂ થતી સુર્યની દિનદશા આવતા 20 દિવસમાં મગજનો બોજો વધારી દેશે. તમને પ્રેશરની તકલીફ હોય તો પ્રેશર ઉપર નીચે થતું રહેશે. બપોર થતાં માથુ ભારે થશે. ઉતરતી શુક્રની દિનદશા અપોઝીટ સેકસ સાથે સારા સારી રખાવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 20 છે.
You have 3 days remaining to spend in peace. The Sun’s rule, starting from 17th October and lasting for the next 20 days, will increase your mental tension. Fluctuations in BP is indicated for BP patients. Your head could feel heavy in the afternoons. Venus’ descending rule will ensure to keep cordial relations with members of the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 16, 20
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
વૈભવ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી નવેમ્બર સુધી ગામ પરગામ જવાનો ચાન્સ મળી જશે. મનગમતી વ્યક્તિ તમને સામેથી મલવા આવશે. નાણાંકીય સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. બીજાના મદદગાર થઈ તેનું દિલ જીતી લેશો. ઘરમાં નવી ચીજ વસ્તુ લઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.
Venus’ rule till 16th November, brings you opportunities to travel abroad. A favourite person will proactively show interest in you. Financially, things will start gradually improving. You will be able to win over the heart of others by helping them. You will be able to make house purchases. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 17, 18, 19
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શુક્ર જેવા વૈભવ આપનાર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ડિસેમ્બર સુધીમાં તમારા મોજશોખ ખુબ વધી જશે. વધુ ખર્ચ કરવા છતાં નાણાંકીય મુશ્કેલીમાં નહીં આવો. જે પણ કામ કરશો તેમાં જશની સાથે ધનલાભ પણ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.
Venus’ ongoing rule will lead to a great increase in your inclinations towards fun and entertainment. Despite making added expenses, you will not face any financial difficulties. You will receive much fame as well as financial profits in all work projects that you undertake. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 16, 19, 20
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી સીધા કામપણ તમે પુરા નહીં કરી શકો. નાણાકીય મુશ્કેલી ખુબ આવશે. તમારા મિત્રો તમારાથી દૂર ભાગશે. ખાવા પીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જતા વાર નહીં લાગે. જોઈન્ટ પેઈનથી સંભાળજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.
Rahu’s ongoing rule does not allow you to get even easy tasks done. Financial stress is indicated. Your friends may seem to alienate you. If you do not pay attention to your diet, your health will suffer in no time. Take care of joint pains. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 14, 17, 18, 19
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને રાહુએ પોતાની જાળમાં લઈ લીધા છે. તમે દરેક બાબતમાં નેગેટીવ વિચાર કરતા હશો. રાતની ઉંઘ ઓછી થતી જશે. મહેનત તમે કરશો અને ફળ બીજાને મળશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેવાથી વધુ પરેશાન થશો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Rahu’s rule will have you thinking negatively in all aspects. You will increasingly lose your night’s sleep. The rewards of your labour will be enjoyed by others. The unfriendly atmosphere at home will cause you further grief. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 17, 18, 19, 20
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારી ચિંતાઓ ઓછી થશે. મુશ્કેલીભર્યા કામ બીજાઓ કરતા તમે જલદી પુરા કરી શકશો. નાણા પાછા મેળવવા માટે તમારે ભાગદોડ કરવી પડશે તેનાથી તમે ફાયદામાં રહેશો. ધર્મનું કામ સારી રીતે કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.
Jupiter’s ongoing rule will lessen your worries. You will be able to complete difficult tasks with greater speed than others. You will need to put in some effort to retrieve your funds – but this will prove profitable for you. You will be able to do religious duties effectively, Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 15, 17, 18