મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધારેલા કામો સમય પર પુરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં અચાનક લાભ મળવાના ચાન્સ છે. નોકરી કરતા હશો તો ત્યાં માન-પાન ખુબ મળશે. ફેમીલીના મદદગાર બનીને રહેશો. મનને આનંદ મળે તેવા કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 12, 13, 14 છે.
Jupiter’s ongoing rule helps you complete your work in time. Sudden financial gains are indicated. The employed will receive much appreciation at the workplace. You will be helpful to your family members. You will be able to do things which bring you joy. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 12, 13, 14
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને નાના ધનલાભ મળતા રહેશે.ગુરૂ તમને આનંદમાં રાખશે. તમારા રોજના કામ ખુબ સારી રીતે કરી શકશો. નાનું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. કામકાજમાં તમારી સાથે કામ કરનારનો સાથ મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.
The onset of Jupiter’s rule will bring small profits your way. You will be able to do your daily chores very effectively. Ensure to make at least some small investments. Your colleagues at the workplace will be supportive. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 9, 10, 11, 13
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં પરેશાન થતા રહેશો. ઘરમાં શાંતિ નહી મળે. કામમાં જશ નહીં મળવાથી કંટાળી જશો. ડોકટર, દવા અને ખોટી ભાગદોડમાં નાણાનો ખોટો ખર્ચ થશે. સરકારી કામ કરતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Saturn’s rule till 26th December will find you facing challenges in even small matters. There will be no peace at home. Lack of appreciation at the work place will demotivate and annoy you. You could end up losing money over medicines, doctors and unnecessary chaos. Avoid doing any government related work. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 14, 15
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધીમાં બને તો હીસાબી કામ પહેલા પુરા કરી લેજો. તમારે કોઈને ધન આપવાનું બાકી હોય તો આ અઠવાડિયામાં તે વ્યક્તિ પાસેથી મુદત માંગી લેજો અથવા તેને થોડા પૈસા આપી દેજો જેથી તમારા ખરાબ સમયમાં તે વ્યક્તિ તમને પરેશાન નહીં કરે. કામમાં સફળતા મળે તે માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 13, 15 છે.
You are advised to complete all your accounts-related works by 19th December. If you owe money to others, request them for some more time in this week. Or you could choose to pay them some amount so that they do not harass you in tough times. For professional success, pray the Meher Nyaish daily.
Lucky Dates: 9, 10, 13, 15
LEO | સિંહ: મ.ટ.
તમને બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી પૈસાની બચત કરી શકશો.કામમાં સફળતા મળશે. કોઈ વ્યક્તિને સલાહ આપી તેને મુસીબતમાંથી બહાર કાઢી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. નવા કામ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.
Mercury’s rule will help you save money. You will taste professional success. Your advice to another will help get them out of a difficult situation. You will be able to invest money. You will get new work projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 11, 12, 14
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારો સ્વભાવ નાની બાબતમાં ગરમ થઈ જશે. મંગળને કારણે વાતાવરણ ખુબ ખરાબ રહેશે. તમે વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. પ્રેમી-પ્રેમીકા અને ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા વાર નહીં લાગે. મગજને શાંત રાખવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 13, 15 છે.
Mars’ rule makes you lose your temper over small matters. This will create a disturbing atmosphere. You are advised to ride/drive your vehicle with caution. Couples could end up squabbling a lot. To calm the mind, pray the Tir Yasht daily.
Lucky Dates: 9, 10, 13, 15
LIBRA | તુલા: ર.ત.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બરને વધુ ખુશી આપી શકશો. તમારા કામમાં કોઈ ખામી કાઢી નહીં શકે. મનગમતી જગ્યાએ જવાનો ચાન્સ મળશે. તબિયતમાં સુધારો થતો જશે. બાળકોની ડિમાન્ડ પુરી કરી શકશો. સેલ્ફકોન્ફીડન્સ ખુબ વધી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
The Moon’s rule helps you please your family members. No one will be able to fault your work. You will get the opportunity to travel to a favoured destination. Health will improve. You will be able to cater to the wants of children. Your self-confidence will soar. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 12, 13, 14
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમે શીતળ ચંદ્રની દિનદશામાં આવી ગયેલા છો. તમે જે પણ કામ હાથમાં લેશો તેને પુરૂં કરશો. ગામ પરગામ જવાનો ચાન્સ મળશેે. તમારા દુશ્મન તમારી સામે આવવાની હિંમત નહી કરે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કોઈને ઉધાર નાણા આપતા નહીં. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 15 છે.
The onset of the Moon’s rule will help you complete all projects that you take on hand. You will get an opportunity to travel abroad. Your detractors will not have the guts to face you. Financial prosperity is indicated. You are advised not to lend money to anyone. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 9, 10, 12, 15
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારે છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. અપોઝીટ સેકસ સાથે સમજી વિચારીને આગળ વધજો. 16મી પહેલા જેને પ્રોમીશ આપ્યા હોય તે પુરા કરી લેજો. જ્યાં પણ કામ કરતા હો તો ત્યાં કામ કરનાર સાથે સંબંધ બગાડતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 11, 13, 14 છે.
This is your last week under Venus’ rule. You are advised to think things through before making commitments with members of the opposite gender. Ensure to deliver on your promises by 16th December. Do not spoil relations with colleagues at the workplace. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 11, 13, 14
CAPRICORN | મકર: ખ.જ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામ સારી રીતે કરી શકશો. કામમાં સફળતા મલવાથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. અપોજીટ સેકસના દિલમાં સારી જગા બનાવી શકશો. ધનનો ખર્ચ કરવા છતાં નાણાંકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.
Venus’ ongoing rule helps you complete your small works with ease. Professional success will bring in financial prosperity. You will make a place for yourself in the hearts of members of the opposite gender. Despite spending money, you will not face any financial problems. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 14
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નાનો ધનલાભ મળવાનો ચાન્સ છે. નવા કામ કરતા સફળતા મળશે. તબિયતમાં સારો સુધારો જણાશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 13, 15 છે.
Venus’ rule brings you opportunities to travel abroad. Financial prosperity is indicated. You could receive financial gains. New projects will bring you success. Health will show much improvement. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 13, 15
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં ધ્યાન એક જગ્યાએ નહીં રહે. તબિયત અચાનક બગડી જશે. પ્રેશરની માંદગીથી પરેશાન થશો. તમારા લેણીયાત તમને પરેશાન કરી મુકશે. ઘરમાં પણ શાંતિ નહીં રહે. મગજ સ્થિર નહીં રહે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
Rahu’s rule, till 5th January, does not allow your mind to stay focused. Health could suddenly take a beating. You could suffer from blood pressure. Your creditors could harass you. There will not be much peace at home. The mind will not be stable. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 11, 12, 13, 14
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025