મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા કામકાજ માટે ગામ પર ગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. જો તમે નાણાકીય મુશ્કેલીમાં હશો તો શુક્રની કૃપાથી નાણાકીય સ્થિતિ સુધરતી જશે. શુક્રને કારણે ખર્ચ વધી જવા છતાં તમે નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. નવું કામ કરી શકશો. દરરોજ દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Lucky Dates: 18, 19, 20, 21
Venus’ rule till 13th April suggests that you do not pass off the opportunity to travel abroad for work. Issues related to finances will get resolved, and progress in finances is predicted. Despite an increase in expenses, you will not face any monetary shortage. You will be able to take on new work projects. Pray to Behram Yazad daily.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજને પૂરા કરવામાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે. ધન જેટલું કમાશો એટલો ખર્ચ કરી નાખશો. રોજબરોજના કામો સમય ઉપર પૂરા કરવામાં સફળ થશો. ઓપોઝિટ સેક્સ પાસેથી સારા સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 20, 23 છે.
Lucky Dates: 16, 17, 20, 23
The onset of Venus’ rule ensures that you face no challenges in completing any tasks that you have undertaken. You could end up spending all the money that you earn. You will be able to complete your daily chores in time. You could receive good news from a member of the opposite gender. Pray to Behram Yazad daily.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
મોઢા સુધી આવેલા કામો અટકી જાય તો નવાઈમાં પડી જતા નહીં. રાહુની દિનદશા ચાલુ હોવાથી નાનામાં નાના કામમાં પણ સફળતા નહીં મલે. 3જી એપ્રિલ સુધી કોઈ બી જાતની લેતી દેતી કરતા નહીં. ઘરમાં ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
Lucky Dates: 17, 18, 21, 22
It shouldn’t surprise you if your nearly-completed works get stalled. The onset of Rahu’s rule does not allow you to complete even the simplest tasks. You are advised to refrain from any monetary transactions till 3rd April. Couples could squabble over petty matters. An increase in financial difficulties is predicted. Pray the Mah Bokhtar Nyaish daily.
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લું અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બની શકે તો કોઈની મદદ જરૂર કરી લેજો. ધર્મનું કામ કરવાથી મનને વધુ આનંદ મળશે અને શાંતિ પણ મળશે. ઘરવાળાને સુખ શાંતિ આપી શકશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કસર કરતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.
Lucky Dates: 16, 17, 20, 21
This is your last week under Jupiter’s rule. Try to help others during this period. Doing religious works will bring you mental peace as well as joy. You will be able to make your family members happy. Do not hold back on making any purchases for the house. Pray to Sarosh Yasht daily.
LEO | સિંહ: મ.ટ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમિલી મેમ્બરની મદદ કરવાથી વધુ આનંદમાં આવી જશો. મિત્ર મંડળના કોઈકને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. ધન મેળવવામાં જરાબી મુશ્કેલી નહીં આવે. મગજની શાંતિ મેળવવા માટે ફાયર ટેમ્પલ અવશ્ય જજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
Lucky Dates: 18, 20, 21, 22
The onset of Jupiter’s rule brings you much joy in helping family members. Your sincere advice will win over the heart of a friend. Earning money will pose no challenges. For mental peace, ensure to visit the fire temple. Pray the Sarosh Yasht daily.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લું અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે ઉતરતી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. રોજના કામો સારી રીતે નહીં કરી શકો. તબિયતની ખાસ સંભાળ લેજો. જોઈન્ટ પેઈનથી પરેશાન થવાના ચાન્સ છે. શનિના દુ:ખને ઓછું કરવા માટે દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Lucky Dates: 16, 17, 18, 19
This is your last week under Saturn’s rule. Its descending phase could induce a lot of lethargy in you. You will not be able to execute your daily chores effectively. Take special care of your health. You could suffer from joint pains. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
LIBRA | તુલા: ર.ત.
બે દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી બે દિવસમાં લેતી દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. બાકી 18મીથી શનિની દિનદશા તમારા નાના કામને પણ બંધ કરાવી દે તો નવાઈમાં પડી જતા નહીં. ઘરનું વાતાવરણ બગડી જશે. ખાવા-પીવા ઉપર ધ્યાન આપજો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
Lucky Dates: 16, 17, 21, 22
You have 2 days remaining under Mercury’s rule – ensure to complete any financial transactions during this period. Saturn’s rule, starting 18th March, could cause disruption even in your smaller tasks. The atmosphere at home could become unpleasant. Focus on your diet as your health could take a beating. Pray the Meher Nyaish daily.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કરેલા કામોની બીજાઓ કદર કરશે. તબિયતમાં સારો સુધારો થશે. તમારે કોઈની પાસે લેણા નાણા નીકળતા હોય તો મીઠી જબાન વાપરીને તમે નાણા પાછા મેળવવામાં સફળ થશો. બીજાના મદદગાર બનવાથી મનને આનંદ થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Lucky Dates: 17, 18, 19, 20
The onset of Mercury’s rule will bring in much appreciation for your work from others. Health will improve. You will be able to retrieve the money you have lent to others, with the help of your sweet language. Helping others will bring you joy. Pray the Meher Nyaish daily.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
21મી સુધી જો તમારા મગજ ઉપર કાબુ રાખી ને શાંતિથી કામ કરવાનું વિચારશો તો મંગળ તમને શાંતિથી બેસવા નહીં દે. અઠવાડિયાનો છેલ્લો દિવસ તમારા માટે ખુબ મુશ્કેલી ભર્યો રહેશે. 22મીથી બુધની દિનદશા તમારામાં ઘણા ચેન્જીસ લાવી દેશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણતા મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.
Lucky Dates: 17, 18, 19, 22
Mars’ rule till 21st March does not allow you to keep control of your mind or work in peace. The last day of the week could prove to be difficult for you. Mercury’s rule, starting 22nd March, will bring about many changes in you. Your financial situation will gradually start improving. Pray the Tir Yasht daily.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લું અઠવાડિયું શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત રાખીને અગત્યના કામો પૂરા કરાવી આપશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં સફળ થશો. નાણાકીય છૂટછાટ સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 19, 20, 21 છે.
Lucky Dates: 16, 19, 20, 21
This is your last week under the Moon’s rule. Its descending phase will help you stay calm and complete all your important tasks. You will be able to cater to the wants of family members. Financial prosperity is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસો પસાર થઈ જશે. જે પણ કામ હાથમાં લેશો તે ખૂબ સહેલાઈથી પૂરા કરી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. મનને સ્ટ્રોન્ગ બનાવી કામ પુરા કરવામાં માનશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
Lucky Dates: 17, 18, 21, 22
The onset of the Moon’s rule will have you spending your days traveling and with fun. You will be able to complete all your tasks on hand effectively. Financial prosperity is indicated. You will focus on empowering your mind and completing your work. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા તમને ખોટી રીતે ભાગદોડ કરાવશે. તબિયતની ખાસ સંભાળ લેજો. જવાબદારી ભરેલા કામ નહીં કરી શકો. આંખમાં તકલીફ થવાના ચાન્સ છે. માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
Lucky Dates: 16, 17, 19, 20
The Sun’s rule till 6th April will have you running around in vain. Take special care of your health. Do not take on tasks where you can be held accountable. You could suffer from an eye ailment as also headaches. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.