પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતી વખતે તેમને દિવાલનો સહારો લેવો પડતો હતો. પરિણામે તેઓ જ્યાં પણ સ્પર્શ કરતા હતા ત્યાં દિવાલોનો રંગ ઊતરી ગયો હતો અને તેમના ફિંગરપ્રિન્ટસ દિવાલો પર છપાઈ ગયા હતા.
મારી પત્નીની નજર એ ફિંગરપ્રિન્ટસ પર પડી. તે પછી તે ગંદી દેખાતી દિવાલો વિશે ઘણીવાર ફરિયાદ કરતી રહેતી.
એક દિવસ, પિતાજીને માથાનો દુખાવો થતો હતો, તેથી તેણે તેમના માથા પર થોડું તેલ માલિશ કર્યું. જેથી ચાલતી વખતે દીવાલોનો સહારો લેતાં દીવાલો પર તેલના ડાઘા પડી ગયા.
આ જોઈને મારી પત્નીએ બૂમાબૂમ કરી મૂકી. અને બદલામાં મેં મારા પિતા પર બૂમો પાડી. તેમની સાથે અસંસ્કારી રીતે વાત કરી અને તેમને ચાલતી વખતે દિવાલોને સ્પર્શ ન કરવાની સલાહ આપી.
તેમનું દિલ મારા આ વર્તનથી દૂભાયું પણ તેઓ કશું બોલ્યા નહીં. મને પણ મારા વર્તનથી શરમ આવી, પણ મેં કશું કહ્યું નહિ.
તે પછી પિતાજી એ ચાલતી વખતે દીવાલોનો સહારો લેવાનું છોડી દીધું. એક દિવસ તેઓ ચાલતાં ચાલતાં પડી ગયા અને પથારીવશ થઈ ગયા. અને થોડા દિવસોમાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.
મેં મારા હૃદયમાં અપરાધની લાગણી અનુભવી. મેં તેમનું દિલ દૂભવ્યુ હતું તે ક્યારેય ભૂલી શક્યો નહીં, તેમના અવસાન માટે મારી જાતને માફ ન કરી શક્યો.
થોડા સમય પછી, અમે અમારા ઘરને રંગરોગાન કરાવવા માંગતા હતા.તે માટે જ્યારે કારીગરો આવ્યા, ત્યારે મારા પુત્ર એ જે તેના દાદાને પ્રેમ કરતો હતો તેણે કારીગરો ને મારા પિતાના ફિંગરપ્રિન્ટસ સાફ કરવા અને તે વિસ્તારોને રંગવા ન દીધા.
કારીગરો ખૂબ સારા કલાકારો હતા. તેઓએ તેને ખાતરી આપી કે તેઓ મારા પિતાના ફિંગરપ્રિન્ટસ /હેન્ડપ્રિન્ટસ ને દૂર કરશે નહીં. તેમણે આ નિશાનોની આસપાસ એક સુંદર વર્તુળ દોર્યું અને એક સુંદર ડિઝાઇન બનાવી દીધી.
તે પછી તે ડીઝાઇન એમ ને એમ જ રહી બલ્કે તે પ્રિન્ટ અમારા ઘરનો ભાગ બની ગઈ. અમારા ઘરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ અમારી એ અનન્ય ડિઝાઇનની પ્રશંસા કરતાં.
સમય સાથે હું પણ વૃદ્ધ થયો. હવે મને પણ ચાલવા માટે દીવાલના સહારાની જરૂર પડવા લાગી. ચાલતી વખતે એક દિવસ મારા પિતાને મેં જે કઠોર શબ્દો કહ્યાં હતા તે યાદ આવ્યા.
મેં આધાર વિના ચાલવાનો પ્રયાસ કર્યો. મારા પુત્રએ આ જોયું અને તરત જ મારી પાસે આવ્યો અને ટેકા વિના હું પડી ગયો હોત તેવી ચિંતા વ્યક્ત કરી અને મને ચાલતી વખતે દિવાલોનો ટેકો લેવા કહ્યું. મેં જોયું કે તે સાથે તેણે મને પકડી ને ટેકો આપ્યો.
મારી પૌત્રી પણ તરત જ આગળ આવી અને પ્રેમથી મને તેના ખભા પર ટેકો આપવા કહ્યું. હું બહુ ભાવુક થઈ ગયો, મારી આંખોમાં ઝળઝળીયાં આવી ગયા. જો મેં મારા પિતા માટે પણ એવું જ કર્યું હોત, તો તેઓ લાંબા સમય સુધી જીવ્યા હોત.
મારી પૌત્રીએ મને શાંત પાડ્યો અને મને સોફા પર બેસાડ્યો.
પછી તેણે તેની ડ્રોઇંગ બુક કાઢી અને તેમાં તેના શિક્ષકે તેના ચિત્રની પ્રશંસા કરી હતી અને તેને ઉત્તમ ગ્રેડ આપ્યો હતો તે મને બતાવ્યું.
તે ચિત્ર દિવાલો પર પડેલી મારા પિતાના હાથની છાપનું હતું. અને તેના પર રિમાર્ક લખી હતી. કાશ દરેક બાળક વડીલોને એ જ રીતે પ્રેમ કરે.
હું મારા રૂમમાં પાછો આવ્યો અને ખૂબ રડી પડ્યો. મેં મારા પિતા પાસેથી માફી માંગી પરંતુ મોડું થઈ ગયું હતું. હવે તો તેઓ હયાત ન હતા.
આપણે પણ સમય સાથે વૃદ્ધ થઈએ છીએ. ચાલો આપણા વડીલોનું ધ્યાન રાખીએ અને આપણા બાળકોને પણ એ જ શીખવીએ.
ડો.એસ.પી. ચૌધરીનો
એક સુંદર સંદેશ
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024