એક હોટલના વેઈટર સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધયૌ……પણ વેઈટરના સ્માઈલે કમાલ કરી પેલા ગાહકનુ જીવન સાવ સુનું સુનું હતુ. જાણે એમાં નવપલ્લવ ફુટયા…. એણે ખુશ થઈ 5 ડોલર ટીપ મુકી દીધા….
વેઈટરને સ્માઇલના બદલામા આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 2 ડોલર ભિખારીના હાથમાં મૂકી દીધાં સવાર-સવારમાં 2 ડોલર મળશે એવી કલ્પના પણ એ ભિખારીએ નહોતી કરી.. એ ખુશ-ખુશાલ થઈ ગઈ કાલની ભૂખીને ભૂખી સુઈ ગયેલી પોતાની માંને મળવા દોડયો. રસ્તામાં ભરપૂર અવર જવરવાળા રોડપર નાનકડા ગલુડિયાને પરવા કયો વિના દોડીનેએ ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી માથે હાથ ફેરવ્યો…
આ દ્રશ્ય મોંધીદાટ કારમાં બેઠેલા શ્રીમંતે જોયું અને થયું જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી કયાં?? અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજુરો-ગાડીનો ડ્રાયવર, મારો પરિવાર……… એ બધાની ઉપેક્ષા કરનારો હું શ્રીમંત કયાં?? એ શ્રીમંતે ખુશ થઇ ને ગાડીના ડ્રાયવરને અને કંપનીના બધા માણસોને 10-10 ડોલર આપી દીધા… શેઠના ખુશ-ખુશાલ સ્નેહભીના ચહેરે મળેલા 10 ડોલર લઈ ડ્રાઈવર પોતાના પરિવારને લઇ બીચ પર ફરવા ગયો આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો જેવો એ ગાડીમાંથી ઉતર્યો ત્યા એક યુવાન ઊભો હતો બન્નેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન ચાલવા લાગ્યો ડ્રાઈવરે પુછયું……
‘કોણ છો તમે? અચાનક પાછા કેમ વળ્યા?’
જુઓ ભાઈ હું જીંદગીથી હતાશ થયેલો વ્યકતી છું આપધાત કરવા આવેલો પણ….પણ શું? મે એક સંકલ્પ કરેલો કે મને કોઈ માણસના મુખ પર સ્માઇલ દેખાય તો આપધાત ન કરવો તમારી ખુશીએ મારી જીંદગી બચાવી છે. આભાર……. તમારા ચહેરા પરનું એક સ્માઇલ અનેકના જીવનમાં એક ખુશી સર્જી શકે છે કે જેની તમે કલ્પના પણ નહિ કરી શકો.. કયાં છીએ આપણે? જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરી જીવનમાંથી ખુશીને ખોઈ બેઠા છીએ દરેક ક્ષણ ખુશ રહેતાં શીખી જુઓ…..જીવન નંદનવન થઈ જશે…..
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024