દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂના જીવનમાંથી શીખવાના પાઠ

26 મી મે, 2021 એ સંત જરથોસ્તી ધર્મગુરૂ, ઉપચારક, જ્યોતિષવિદ્યા અને કીમિયાગર – દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂની 190મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. તેમનો જન્મ 26મી મે, 1831ના રોજ સુરતમાં થયો હતો (માહ આવા, રોજ જમ્યાદ) અને શહેનશાહી યઝદેઝરદી કેલેન્ડરના 5મી સપ્ટેમ્બર, 1900 (માહ ફરવરદીન રોજ બેહરામ) ના દિને અવસાન થયું હતું. બે સદીઓની પછી પણ પારસી જરથોસ્તીઓ તેમને પ્રેમથી યાદ કરે છે અને તેમનું ચિત્રો અનેક ઘરો અને પૂજાસ્થળને શણગારે છે.
તેમના જીવમાંથી ઘણા પાઠો આપણે શીખી શકીએ છીએ.
મહાનતા સાદગીમાં રહેવું: આપણે તેમના જીવનમાંથી પ્રથમ પાઠ શીખવો સરળ છે. તેમણે પોતાની પાસે રહેલી શક્તિઓ સાથે પ્રચંડ સાંસારિક સંપત્તિ એકીકૃત કરી શકયા હોત પરંતુ તેમણે તપસ્યા, ધર્મનિષ્ઠા અને હિંમતથી જીવન જીવવાનું પસંદ કર્યું. તે પસંદગી દ્વારા શાકાહારી હતા અને તેમનો મોટાભાગનો સમય પ્રાર્થનામાં વિતાવતા હતા.
તેમને દસ્તુરની પદવી એનાયત કરાઈ હતી. તે જ્યારે પણ કોઈ લગ્નમાં અથવા નવજોત માટે હાજર રહેતા ત્યારે ત્યાંના લોકો ઉભા થઈ તેમને માન આપતા હતા. ખરેખર, આ સંતની મહાનતા તેની સાદગીમાં હતી!
સૌથી મોટા ધર્મગુરૂ પણ કોઈ જાતનો આડંબર નહીં કરનારા: કુકાદારૂ સાહેબને અવેસ્તા અને પહેલવીનું વ્યાપક જ્ઞાન હતું. તેમણે ફોર્ટ ખાતે શેઠ જીજીભાઇ દાદાભાઇ ઝેન્દ અવેસ્તા મદ્રેસામાં શિક્ષક તરીકે સેવા આપી, પહલવી દિનકાર્ડના અમુક ભાગોનો અનુવાદ કર્યો અને નિયમિતપણે ‘યઝદાન પરાસ્ત’ જર્નલમાં ફાળો આપ્યો. તેમણે વિવિધ પુસ્તિકાઓ પણ બહાર કાઢી એક હતી.
કુકાદારૂ સાહેબે પણ પ્રખ્યાત મઝગાંવ નવજોતોમાં ભાગ લીધો હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ, 1882માં, મઝગાંવ ડોક્સમાં રહેતા અને કામ કરતા ગરીબ ડોક કામદારોના જૂથે વિવિધ પાદરીઓને અપીલ કરી હતી અને બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ને પારસી પિતા અને બિન પારસી માતાના બાળકોને જરથોસ્તી તરીકે દાખલ કરવાની અરજી કરી હતી. 26 જૂન, 1882 ના રોજ, કુકાદરૂ સાહેબ અને દસ્તુર જામાસ્પજી મિનોચેરજી સહિત, એક વિશાળ મેળાવડાની હાજરીમાં, સમૂહ નવજોતે સમારંભ યોજ્યો હતો.અગિયાર નવજોતો કરવામાં આવી હતી અને તેનો અહેવાલ મુંબઇ સમાચાર, જામ-એ-જમશેદ અને પારસી પ્રકાશ રજૂ કરવામાં આવ્યો હતો.
જ્યોતિષવિદ્યામાં ચોકસાઈ: માનવામાં આવે છે કે કુકાદારૂ સાહેબે દસ્તુર પેશોતન સંજાનાના મૃત્યુ અને રાણી વિક્ટોરિયા અને સર દિનશા પેટિટના મૃત્યુના દિવસ અને સમયની ચોક્કસ આગાહી કરી હતી.
સોનાના હૃદય સાથે ઉપચાર કરનાર: કુકાદારૂ સાહેબે તેમની અશોઈ (પવિત્રતા / પ્રામાણિકતા) પ્રાર્થનાની શક્તિથી અસંખ્ય રોગો અને પીડિત વ્યક્તિઓને સાજા કર્યા હતા. દાખલા તરીકે, જ્યારે ભરદા સ્કૂલના શિક્ષક જહાંગીર કરકીયા જ્યારે ફકત 3 વર્ષના હતા. ત્યારે તેમને કમળો થયો હતો અને ડોકટરોએ આશા છોડી દીધી હતી. તેની દાદી તેમને અગિયારીમાં દસ્તુરજી પાસે લઈ આવ્યા ત્યારે દાદીએ બાળકને ખોળામાં લીધું અને તેમને ચોકકસ સ્થળે બેસાડી દસ્તુરજી થોડા અંતરે બેઠા અને તેમની વચ્ચે સ્વચ્છ પાણી કૂવામાંથી ભરી પિત્તળની વાટકી મૂકીને પ્રાર્થના કરવા લાગ્યા. દસ્તુરજીએ પ્રાર્થના કરી, વાટકીમાં પાણી પીળું થવા લાગ્યું અને બાળક સ્વસ્થ થવા લાગ્યું. બાળક મોટા પ્રમાણમાં જાણીતું શિક્ષક અને ગણિતશાસ્ત્રી બન્યું અને પાકા વૃદ્ધાવસ્થામાં તેનું અવસાન થયું.
જ્યારે પણ આપણે પ્રાર્થનામાં ભગવાનને સંબોધન કરીએ છીએ, ત્યારે આપણે આત્મા અને શરીર બંનેને વધુ સારામાં બદલીએ છીએ.
દસ્તુરજી જમશેદ સોહરાબ કુકાદારૂ સાહેબના આશીર્વાદ બધાને મળે અને આપણે તેમના ધર્મનિષ્ઠ જીવનની કથાઓ અને પાઠોથી પ્રેરણા મલતી રહેે!
– નોશીર દાદરાવાલા

Leave a Reply

*