મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. 20મી સપ્ટેમ્બર સુધીમાં તમારા કામમાં જશની સાથે ધન પણ કમાવી શકશો. બુધ્ધિ વાપરી તમારા મુશ્કેલીભર્યા કામ વીજળીવગેે પૂરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કરકસર અવશ્ય કરજો. નવા કામ કરવામાં સફળ થશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 28, 29, 30 છે.
Mercury’s rule, starting today till 20th September, will bring you lots of fame as well as income. You will be able to resolve even the challenging tasks at lightning speed if you use your intelligence. Financially things will change for the better. Ensure to put in a lot of effort and work hard. New projects will be successful. To receive the blessings of Mercury, pray the Meher Nyaish daily.
Lucky Dates: 24, 28, 29, 30.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજ અને કાલનો દિવસ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. ઘરવાળા સાથે રહેજો. 26મીથી શરૂ થતી મંગળની દિનદશા નાની બાબતમાં ગુસ્સો કરાવશે. ઘરવાળા તમારા સ્વભાવને કારણે કંટાળી જશે. નહીં કરવાના કામ કરી પરેશાન થશો. 25મી ઓગસ્ટ સુધી વાહન સંભાળીને ચલાવજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.
You have today and tomorrow as the last two days to spend in peace. Ensure to spend time with your family members. Mars’ rule starting 26th will make you lose your temper over even petty matters. Your family members will get fed up with your short-tempered behavior. You will end up worried for doing things you know you shouldn’t have done. You are advised to drive/ride your vehicle with great caution till 25th August. Pray the Tir Yasht daily.
Lucky Dates: 25, 26, 27, 30.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્રની કૃપાથી તમારા મનને સ્થિર રાખીને કામ કરવામાં સફળ થશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. જે પણ કામ કરતા હશો ત્યાં નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. મનને શાંત રાખી નારાજ થયેલ વ્યકિતને મનાવી લેશો. મનગમતી વ્યક્તિને મનની વાત કહી દેજો. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.
The Moon’s rule till 26th August helps you keep your mind focused and succeed in all your undertakings. You will receive good news from abroad. You will be in a position of financial gain in all your work projects. By staying calm and composed, you will be able to win over even those who are upset with you. You should speak out what’s on your mind with your sweetheart. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 24, 25, 28, 29.
CANCER | કર્ક: ડ.હ.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી સુર્યની દિનદશા ચાલશે. તમે માથાના દુખાવા તથા તાવથી પરેશાન થશો. હાઈપ્રેશરથી પરેશાન હો તો બેદરકાર નહીં રહેતા. ઘરમાં વડીલવર્ગની તબિયત અચાનક બગડી જાય તેવા ગ્રહ છે. ધણી-ધણીયાણીમાં નાની વાતમાં મતભેદ પડતા રહેશે. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.
The Sun’s rule till 6th August could cause you headaches or fever. Those suffering from high BP are advised to be more responsible. An elderly family member could suddenly take ill. Regular rows between couples is on the cards. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 28, 30.
LEO | સિંહ: મ.ટ.
શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લઈ શકશો. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માનઈજ્જત મળતા રહેશે. ધણી ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. ધનની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 24, 25, 29, 30 છે.
Venus’ ongoing rule enables you to make purchases for the house. You could get an opportunity to travel abroad. You will continue to receive much respect and admiration at your workplace. Couples will not need words to understand each other. There will be no financial shortfall. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 25, 29, 30.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારા રાશિના માલીક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. નાણાંકીય મુશ્કેલી નહીં આવે. ખર્ચનું પ્રમાણમ ઘટાડવા જતા વધી જશે. ઓપેઝીટ સેકસ તરફથી સાથ સહકાર મળવાથી તમારા કામ કરવામાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.
You will find yourself unable to control your expenditures, under the current rule of Venus. However, there will be no financial shortage. Expenses will be on the rise, despite your attempts to reduce expenditures. You will receive much success in your work with the support of the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 28, 30.
LIBRA | તુલા: ર.ત.
હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કોઈપણ કામ પુરા કરવામાં સફળ નહીં થાવ. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. બચાવેલા પૈસા ડોકટર પાછળ અથવા નકામી વસ્તુ લેવામાં ખર્ચ થઈ જશે. તબિયતની ખાસ કાળજી લેજો. નાની માંદગી મોટી ઉપાધી આપશે. હાલમાં ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Rahu’s ongoing rule will not let you succeed in completing any of your works you have undertaken. Trying to help another will result in your own loss. Your savings will get spend over medical expenses or unnecessary items. Take special care of your health. Even a small illness could flare into something major. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 24, 25, 26, 27.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી રાહુએ તમને પોતાની સોનાની જાળમાં ફસાવી લીધા છે. 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી તમારા સીધા કામ પુરા કરવામાં સફળ નહીં થાવ. તમારી સાથે કામ કરનાર વ્યક્તિ તમારી ખોટી ભુલો બતાવી તમને પરેશાન કરશે. પેટની માંદગીથી પરેશાન થશો. તમારી તબિયત સારી થશે તો ઘરવાળાની તબિયત ખરાબ થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 28, 29, 30 છે.
Starting today, Rahu has take over till 6th September. You will not succeed in getting even your simple works done. Your colleagues will harass you by pointing our your faults. You could suffer from stomach-ache. An improvement in your health could be followed by the deterioration of a family member’s health. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 28, 29, 30.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે નાણાકી બાબતમાં સારા સારી થતી જશે. તમે બીજાની મદદ તન મન અને ધનથી કરી શકશો. કોઈ અંગત વ્યક્તિની નાણાકીય મદદ કરવામાં સફળ થશો. સારી જગ્યા રોકાણ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Mercury’s rule till 24th August will help in your financial progress. You will go all out to help others – in body, mind and materials. You will be able to help someone close monetarily. You will be able to invest in a profitable place. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 24, 25, 27, 28.
CAPRICORN | મકર: ખ.જ.
આજ અને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને શારિરીક રીતે પરેશાન કરી નાખશે. બાકી 26મીથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂની દિનદશા તમે તમારા માથા પરનો બોજો ઓછો કરવામાં મદદ કરશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. આજ અને કાલ ‘મોટી હપ્તન યશ્ત’ અને 26મીથી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.
Today and tomorrow are the last two days you will spend under Saturn’s rule. The descending rule of Saturn could cause some physical ailments. Starting from the 26th, Jupiter takes over for the next 58 days. Jupiter’s influence will help reduce some of your mental pressures. Financially things will start progressing. Pray the Moti Haptan Yasht today and tomorrow and pray the Sarosh Yasht, from the 26th onwards, daily.
Lucky Dates: 26, 27, 29, 30.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી ઓગસ્ટ સુધીમાં રોજના કામો પણ સારી રીતે પુરા નહીં કરી શકો. દરેક કામમાં આળસ આવશે. નાણાકીય બાબતમાં ખૂબ ખેંચતાણ આવતી રહેશે. ખોટા ખર્ચ થવાથી માથાનો બજો વધી જશે. કોઈ પાસે ઉધાર નાણા લેવાનો સમય આવશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Saturn’s ongoing rule till 26th August does not allow to execute your daily chores effectively. You will feel lethargy in doing any work. Financial constraints are indicated. Unnecessary expenses will add to your mental worries. You could have to take a loan from others. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24, 25, 27, 28.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા ખર્ચ પર કંટ્રોલ કરીને કરકસર કરવામાં સફળ થશો. મેળવેલા ધનને સારી જગ્યાએ વાપરી શકશો તથા ઈનવેસ્ટમેન્ટ પણ કરી શકશો. નોકરી કરતા હશો ત્યાં માન ઈજ્જત સાથે ધનલાભ મળવાના ચાન્સ છે. મિત્રોનો સાથ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 29, 30 છ.
Mercury’s ongoing rule helps you to control your expenses and be frugal. You will be able to employ these funds in a good place or even invest it. The employed will receive respect and admiration at the workplace along with financial benefits. Friends will be supportive. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 28, 29, 30.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024