મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લા પાંચ દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા તમારા મગજને ખુબ તપાવશે. તમારે નહીં કરવાના કામો કરશો. 5મીથી શરૂ થતી ચંદ્રની દિનદશા પચાસ દિવસમાં તમારા મગજને શાંત કરી બગડેલા કામો સુધારી નાખશે. 5મી સુધી કોઈને કોઈ પ્રોમીશ આપતા નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 02, 05, 06 છે.
You have 5 days remaining under the Sun’s rule. The descending rule of the Sun could greatly heat up your mind. You could end up doing things that you shouldn’t. The Moon’s rule, starting from 5th May, for the next 50 days, will cool your mind and resolve all your bungled works. Avoid making any promises to anyone till the 5th. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 30, 02, 05, 06
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા ફેમીલી મેમ્બરને ખુશ રાખવામાં કોઈ કચાસ નહીં રાખો. ધનની મુશ્કેલી નહીં આવે. શુક્રને કારણે બચત કરવામાં સફળ નહીં થાવ. કામકાજને બહાને ગામ પરગામ જઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.
Venus’ rule till 14th May will have you going all out to please your family members. There will be no financial shortfalls. You will not be able to save money in this phase. Your work will could you traveling overseas. Pray to Behram Yazad daily.
Lucky Dates: 01, 02, 03, 04
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ ખુબ વધી જશે. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પુરી કરી શકશો. કામકાજનો બોજો ઓછો હોવાથી રોજના કામ સરળતાથી પુરા કરી શકશો. પ્રેમમાં પડેલ વ્યક્તિને સામેવાલા તરફથી સારા સમાચાર જાણવા મળશે. તમે મુસાફરી કરી શકો તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 03, 04, 06 છે.
Venus’ ongoing rule will greatly increase your inclinations towards fun and entertainment. You will cater to the wants of your family. As work pressure reduces, you will be able to execute your daily chores more effectively. Those in love will receive good news from their sweethearts. Travel is on the cards. Pray to Behram Yazad daily.
Lucky Dates: 30, 03, 04, 06
CANCER | કર્ક: ડ.હ.
4થી સુધી રાહુની દિનદશા પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. ઉતરતી રાહુની દિનદશાને લીધે પોતાની અંગત વ્યક્તિ તમારી સાથે ખોટી બોલાચાલીમાં ઉતરશે. 5મીથી શુરૂ થતી શુક્રની દિનદશા તમારી મુશ્કેલીઓમાંથી બહાર લાવી આપશે. નવા કામની શરૂઆત કરી શકશો. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 01, 02, 05, 06 છે.
Rahu’s rule till 4th May will cause you much harassment. Rahu’s descending rule could have a close person wrongly quarreling with you. Venus’ rule, starting from 5th May, will lift you out of all your troubles. You will be able to start new projects. Starting today, pray to Behram Yazad along with praying the Mah Bokhtar Nyaish, daily.
Lucky Dates: 01, 02, 05, 06
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 4થી જૂન સુધી તમારા કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલીઓ આવશે. તમે કોઈને મદદ કરી હશે તો તે વ્યક્તિ તમારાથી દૂર ભાગશે. ખોટા વિચારોથી તબિયત પર ખરાબ અસર થશે. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 01, 03, 04 છે.
Rahu’s ongoing rule, till 4th June, will make it very difficult for you to complete your work in time. Those who you have helped will tend to avoid you. Negative thoughts could affect your health. You could suffer from headaches. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 30, 01, 03, 04
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જે પણ કમાશો તેમાંથી બચાવીને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 02, 03, 05 છે.
Jupiter’s rule till 22nd May will have you do something good for another. You will emerge from any financial difficulties. You will be able to save from your income and invest the savings profitably. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 30, 02, 03, 05
LIBRA | તુલા: ર.ત.
તમને ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. તમે સોશીયલ કામ કરી બીજાનું દિલ જીતી લેશો. ધર્મની જગ્યાએ જવાથી મનને શાંતિ અને આનંદ મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન ઈજ્જત ખુબ મળશે. થોડીઘણી ભાગદોડ કરવાથી રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. મનને આનંદમાં રાખવા ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.
The onset of Jupiter’s rule will have you indulging in social work and winner over the hearts of others. Visiting religious places will bring you peace and happiness. You will receive much appreciation and respect at your workplace. With a little extra effort, you will be able to get back your stuck finances. To keep your mind happy, pray the Meher Nyaish daily.
Lucky Dates: 03, 04, 05, 06
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમે થોડા જીદ્દી બની જશો. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. કોઈ અંગત વ્યક્તિ તમને ફસાવી ન દે તેનું ધ્યાન રાખજો. જે પણ વ્યક્તિ તમારી સાથે મીઠું બોલે તેના પર વિશ્ર્વાસ કરતા નહીં. શનિ તમને ચારે બાજુથી પરેશાન કરશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 01, 02, 04 છે.
Saturn’s rule till 24th May will make you a little obstinate. Unnecessary expenses will worry you. Take care to ensure that you do not get fooled by someone close. Do not trust those who are feeding you sweet words of flattery. Saturn will harass you from all corners. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 30, 01, 02, 04
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તમારા જે પણ કામ હશે તે બુધ્ધિ વાપરી પુરા કરવામાં સફળ થશો. બુધની કૃપાથી મીઠી જબાન વાપરી દુશ્મનનું દિલ જીતી લેશો. મેળવેલ ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 02, 03, 05, 06 છે.
Mercury’s rule till 18th May will help you complete all your works using your intelligence. You will be able to win over your enemies with your sweet words, with Mercury’s blessings. You will be able to invest your income profitably. You will meet with a favourite person. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 02, 03, 05, 06
CAPRICORN | મકર: ખ.જ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી સેલ્ફ કોન્ફીડન્સ ખુબ વધી જશે. રોજ બરોજના કામ સમય પર કરી શકશો. નાણાકીય લેતી દેતી સમય પર કરી શકશો. હીસાબી કામ કરી થોડી વધારે ઈન્કમ કમાઈ લેશો. ધનને ખોટી જગ્યાએ ખર્ચ નહીં કરો. ઈનવેસ્ટમેન્ટ કરવાથી ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 01, 04, 05 છે.
Mercury’s ongoing rule will greatly boost your self-confidence. You will be able to complete your daily chores on time. You will be able to honour all monetary transactions in a timely manner. You will be able to generate more income by applying accounting techniques. Do not spend your money in the wrong places. Investments will prove beneficial. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 30, 01, 04, 05
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. ગુસ્સા પર કાબુ રાખજો. મગજને શાંત નહીં રાખો તો એકસીડન્ટ થવાના ચાન્સ છે. મંગળને કારણે તમારા દુશ્મન તમને પરેશાન કરશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 02, 03, 06 છે.
Mars’ ongoing rule will infuse lots of quarrels between couples over petty matters. Try to keep a hold of your anger. You could meet with an accident if you are unable to control your temper. Mars could have your enemies giving you trouble. To placate the mind, pray the Tir Yasht daily.
Lucky Dates: 30, 02, 03, 06
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામમાં બીજાઓથી તમે હોશિયાર છો તે બતાવી આપશો. ઘણી બાબતમાં ઈમોશનલ બની જશો. ખોટું સહન નહીં કરી શકો. મનગમતી વ્યકિતનો સાથ મળશે. ગામ પરગામ જવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 04, 05, 06 છે.
The ongoing Moon’s rule will prove that you are way ahead of the others when it comes to your line of work. You could end up getting emotional often. You will not be able to tolerate any wrongdoings. Your sweetheart will support you. International travel is on the cards. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 30, 04, 05, 06
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024