રતન ટાટા માટે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા સન્માન

ભારતના સૌથી આદરણીય અને પ્રિય ઉદ્યોગપતિ અને પરોપકારી, તેમજ સમુદાયના જીવંત દંતકથા સમાન – રતન ટાટાને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધોમાં ખાસ કરીને વેપાર, રોકાણ અને પરોપકાર સાથે સંબંધિત વિશિષ્ટ સેવા માટે ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝન (એઓ)માં માનદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, જેના પર ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓથફેરેલે 17મી માર્ચ, 2023ના રોજ એક ટ્વિટમાં પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
રતન ટાટા, ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહકાર અને વેપાર કરાર, જેને 2022માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, અને ભારતમાં મુલાકાત લેતા વેપારી અને સરકારી નેતાઓને સમર્થન આપવા સહિત, ઊંડા દ્વિપક્ષીય સંબંધો માટે મજબૂત અને પ્રભાવશાળી હિમાયતી રહ્યા છે. ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં રતન ટાટાનું યોગદાન તેમના વ્યવસાયોના નૈતિક વર્તણૂક અને સખાવતી કાર્યો માટેના તેમના સમર્થન સાથે મેળ ખાય છે, એમ ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું. તેમના કાર્યમાં વિકાસને ટેકો આપવા અને વિવિધ ક્ષેત્રોમાં તકોનું સર્જન કરવાનો સમાવેશ થાય છે. આરોગ્ય, પોષણ, શિક્ષણ, પાણી, કૃષિ, પર્યાવરણ અને ઉર્જા, સામાજિક ન્યાય અને સમાવેશ, ડિજિટલ પરિવર્તન, આપત્તિ રાહત અને મહિલા આર્થિક સશક્તિકરણ, ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે.

Leave a Reply

*