અવસ્તા માંથ્રવાણીના ભણતરનો ગેહ તેમજ પ્રસંગ સાથનો સંબંધ

ખોરશેદ, મહેર અને આવાંની નીઆએશ હાવન, રપિથ્વન યા બીજી હાવન ને ઉજીરન ગેહમાંજ માત્ર ભણી શકાય છે. એ નીઆએશો અઈવીસ્ત્રુથ્રેમ ઉશહીનમાં સાધારણ શખ્સે કદી ભણવી નહીં. આતશ અને મહાબોખ્તારની નીઆએશ દરેક ગેહમાં ભણી શકાય છે. ખોરશેદ યશ્ત, મહેર યશ્ત, તથા આવાં યશ્ત હાવન રપિથ્વન યા બીજી હાવન તેમજ ઉજીરન ગેહમાંજ ભણાય છે. સરોશ વડી રાતની […]

Your Moonsign Janam Rashi This Week –
30 June, 2018 – 06 July, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં બદલાવ આવી જશે. તમે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જશો. જમીન જાયદાદના કામમાં 24મી જુલાઈ પછી સફળતા મેળવશો. તાવ-માથાના દુ:ખાવો હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થતા રહેશો. ખાવાપીવામાં જરાબી બેદરકાર રહ્યા તો માંદગીને વેલકમ કરવાનો સમય આવી […]

સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

‘દરૂજી-એ-સએની’ યાને એક ગામ યા દેશના લોકોના ખરાબ બુરા આચાર વિચારો તથા અપ્રામાણિક અને અનીતીવાન રહેણી કરણીઓના ગુબારો યાને હવામાં બંધાયેલા અણદીઠ પડોને લીધે ઉત્પન્ન થતી નુકસાનકારક અસરો, કે જે ‘દરૂજી-એ-સએની’ને લીધે જ મુરકી, દુકાળ, આફતો, તથા જાતજાતની બીમારીઓ વગેરે તે દેશ કે શહેરમાં આવી પડે છે, તે સામે સરોશ યઝદ પોતાની પાસબાની(પનાહ)માં રહેતાં ઉરવાનોને […]

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: જરથોસ્તી ધર્મમાં અંતિમવિધિના સમયે એક શ્ર્વાનને મૃતદેહની નજીક લાવવામાં આવે છે તે નક્કી કરવા માટે કે શરીરમાં હજુ પણ પ્રાણ બાકી છે કે નહીં. આજે વિજ્ઞાન એકદમ એડવાન્સ થઈ ગયું છે પરંતુ પ્રાચીન કાળની પધ્ધતિઓ અલગ હતી, અને તે વખતે એવું પણ માનવામાં આવતુંં કે કૂતરો આત્માને આધ્યાત્મિક માર્ગ બતાવે છે. હકીકત: ધાર્મિક ગ્રંથો […]

નબી જરથોસ્તે દાખવેલા ચમત્કાર

ઈરાનવેજમાં રએ શહેરના હાકેમ દોરાંસરૂ જરથોસ્ત સાહેબના કટ્ટર વિરોધી હતા ને બાળ-જરથોસ્તનો નાશ કરવા તૈયાર રહેતા તેમને મારી નાખવા પોતાની તલવાર ઉગામી ત્યારે તેનો હાથ હવામાં અધ્ધર જ રહી ગયો. ત્યાર પછી તેનો હાથ તદ્દન સુકાઈ ગયો. આવા અલૌકિક ચમત્કારથી ગભરાઈ હાકેમે તેમને જંગલમાં લઈ જઈ ચેહ સળગાવીને તેમને ચેહમાં નાખી બાળકને ભસ્મ કરવાનો અખતરો […]

શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

શાહજાદો હુસેન જેમ જેમ વીસનગરની બજાર તરફ આવવા માંડયો તેમ તેમ, તે ત્યાંની ગીરદી અને જુદી જુદી વેચવાની ચીજો જોઈ, ઘણો તાજુબ થયો. ત્યાં તરેહવાર તમાશાની મજાહ પણ જોવાની મળી. તેણે બધે ફરી વળી જોયું તો, દુનિયાના તમામ મુલકોમાંથી ત્યાં જુદી જુદી વસ્તુઓ વેચાવા આવી હતી. તે પોતે શાહજાદો હોવાથી, કદી પણ બજારમાં કશું ખરીદવા […]

કાસની રાણી સોદાબે

તુસે અને ગેવે તેણીની વાત સાંભળી અને બહુ જણ તેણીની ખુબસુરતી ઉપર મોહી પડયા. તેણીના હાથ માટે બેઉ વચ્ચે બોલાચાલી થઈ. એક જણ કહે, કે ‘હું અહીં પહેલો આવ્યો અને મારે હાથે એ પહેલી આવી.’ અને બીજો કહે કે ‘મારો એણીની ઉપર હક છે.’ જો તેણી બેમાંથી એકના હાથમાં જાય તો બીજો તેણીને મારી નાખવા […]

Your Moonsign Janam Rashi This Week –
23 June, 2018 – 29 June, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજ ને કાલનો દિવસજ શાંતિમાં પસાર કરી શકશો. બાકી તો 25મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારી તબિયતને સારી નહીં રખાવે. થોડીઘણી બેદરકારી તમને લાંબી બીમારી આપી જશે. ભાઈ-બહેનની સાથે મતભેદ પડતા રહેશે. તમે શાંતિથી બેસવા માંગતા હશો તો મનની શાંતિ નહીં […]

સુલતાનના ત્રણ શાહજાદા, બાપે તેમની કસોટી કરવા મુસાફરીએ મોકલ્યા

હિન્દુસ્તાનમાં એક સુલતાન મોટાં રાજ્યનો માલેક હતો. તેને ત્રણ દિકરા હતા. આ ત્રણ રાજકુમારોમાંથી સૌથી મોટાનું નામ હુસેન હતું. બીજા શાહજાદાનું નામ અલી હતું અને ત્રીજા રાજકુમારને આહમદના નામથી સૌ ઓળખતા. સુલતાનનો એક નાનો ભાઈ જે ગુજરી ગયો હતો તેને એક દીકરી હતી. તે પણ નાની હોવાથી આ ત્રણે શાહજાદાઓ ભેગી ઉછરી હતી. તેઓ સૌ […]

એક વેકઅપ કોલે આપણા કોમની એકતાને વેગ આપ્યો સમુદાયના પાંચ વડા ધર્મગુરૂઓ સાથે મળીને મેટો3 માટે બોલ્યા

‘આપણા આતશ બહેરામ બચાવો’ની ઝુંબેશમાં ચર્ચગેટ નજીક પાટકર હોલમાં તા. 8મી જૂન 2018ના દિને સમુદાયના લોકો ભેગા થયા હતા. પારસી વોઈઝ અને વાપીઝે મેટ્રો 3ને રોકવા માટે સંયુકતપણે સમુદાયના લોકોને આમંત્રિત કર્યા હતા અને આતશ બહેરામને બચાવવા માટે સમુદાયના લોકો ટેકો આપવા મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ ચળવળને આપણા પાંચ વડા ધર્મગુરૂઓ દ્વારા સમર્થન […]

બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ શાળાના નવા મકાનનું ઉત્સાહપૂર્વક ઉદઘાટન

સુરત પારસી પંચાયત સંચાલિત શાળા બાઈ પી. એમ પટેલ ગર્લ્સ સ્કુલ છેલ્લા 106 વર્ષથી કાર્યરત છે. તા. 7-6-18ના રોજ જુ. કે. થી 12 ધોરણ સુધીની શાળાના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જશનની પવિત્ર ક્રિયામાં સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદજી દોટીવાલા તેમજ ટ્રસ્ટી દારાયસ માસ્ટર, યઝદી કરંજીયા, કેશ્મીરા દોરદી  તેમજ સીઈઓ રોહિન્ટન મહેતા અને […]