બીજા બધા દેશાગમનો નિષ્ફળ ગયા હતા

ઈતિહાસીક ટેકો કીસ્સે સંજાનના બ્યાનને કેટલો બધો છે તે જાણવા મળે છે. હિન્દમાં પારસીઓની આમદ દસ્તુરે દસ્તુરાન દહયુપત નૈરયોસંઘની સરદારી હેઠળ થઈ તે વિશેની ઈલ્મે ક્ષ્નુમ પ્રમાણેની બાબદો ઘણીજ ઉત્તમ છે. બુનક પાસ્બાની અને દિનની હીફાઝત બહેરામે વરઝાવંદ આવે ત્યાં સુધી થઈ શકે તે માટે તો પારસીઓ હિન્દમાં આવ્યા હતા. જેઓના શરીરના અણુએ અણુમાં પારસીપણું […]

ધર્મ એટલે શું?

ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાખ્યાઓમાં આ વધારે શુધ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છેે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મળે છે તે નીતિ. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત […]

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

કેખુશરો ગેવને પોતાની માતા ફીરંગીઝ આગળ લઈ ગયો અને તેઓ ત્રણે ગુપચુપ ઈરાન જવા નીકળ્યા. એમ નીકળવા આગમચ, તેણીએ પોતાના બેટા કેખુશરોને સીઆવક્ષના ઘોડા બહેઝાદની નિશાણી આપી, અને કહ્યું કે તેને સીઆવક્ષે જંગલમાં છૂટો મૂકયો છે. તું જા અને તેનું જીન દેખાડી નામ દઈ બોલાવ કે તે તુંને શરણ થશે. કેખુશરોએ તેમ કર્યું અને પછી […]

છોકરો અસલ અવતારમાં આવ્યો!

ઓ જીનના નામદાર પાદશાહ તમેજ ખ્યાલ કરો કે આ શબ્દોથી મારા મનમાં કેટલી અચરતી ઉત્પન્ન થઈ હશે? તે હકીકત સાંભળતાને વાર હું તે વછેરા પાસે ગયો તેને સારી પેઠે પટાવ્યો, પસવાર્યો. અલબત્તે તે કાંઈ પોતાની ખુશાલી જણાવી શકયો નહીં પણ તેણે એવા તો ચેનચાળા દેખાડયા કે તે ઉપરથી મારી ખાતરી થઈ કે તે ખરેખર મારો […]

એલર્જીક શરદીમાં હળદર

અમુક વ્યક્તિઓને ખરેખર શરદી નથી હોતી, પરંતુ એલર્જીક શરદી હોય છે. એટલે કે એવા અમુક પ્રતિકૂળ પરિસરમાં આવવાથી અથવા પ્રતિકૂળ પદાર્થોના સેવનથી શરદી થઈ આવે છે. જે એલર્જીક શરદી કહેવાય છે. એલર્જીક શરદીમાં ફરિયાદ વખતે દરરોજ 1-1 ચમચી હળદરનું ચૂર્ણ દિવસમાં 3 વાર સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાંકતા રહેવાથી ફાયદો થતો જોવા મળે છે. […]

હસો મારી સાથે

બબલીની સખીએ પુછયું, તારી આંખો કેમ આટલી બધી સુઝેલી લાગે છે? બબલી બોલી: મારા પતિ આજકાલ ખૂબ માંદા છે આખી રાત જાગવું પડે છે સખીએ કહ્યું, આખી રાત જાગવું પડે તો એકાદ નર્સ કેમ નથી રાખી લેતી? બબલી બોલી: રાખી છે એટલે જ તો જાગવું પડે છે. *** બબલી: પત્ની અને ઘડીયાળમાં શું ફરક છે? […]