શું થવા બેઠું છે ખબર નથી

શરાબની લતે ચઢેલો માનવી,

દીગમ્બર થઈ નાચે તો નવાઈ નહિ

જુગારી સ્વ પત્નીને દાવમાં મુકે

તો તાજુબ નહિ

લંપટ પોતાના કુટુંબને લજવે તો અચરજ પામશે નહિ

ભારતની પવિત્ર ભૂમિ, પરદેશીઓ અભડાવે તો નવાઈ નહિ

પાયા વિનાની ઈમારત કયારે ભસ્મીભૂત થાય કહેવાય નહિ

ઝેરીલો માણસ કયારે ઝેર ઓકશે કહેવાય નહિ

સત્તાખોરના હાથમાંથી ખુરશી કયારે છટકી જશે કહેવાય નહિ

‘માલ્યા’ જેવા મફત ખાનારા, હજીયે કેટલા પાકશે, નવાઈ નહિ

લક્ષ્મી ચંચળ છે, એકબીજાના હાથમાંથી કયારે સરકી જાય, ખબર નથી.

‘દીયા ઓર બાતી’ સુનામીની આંધીમાં બુઝાઈ તો નવાઈ નહિ.

ભારેલો અગ્નિ કયારે રાખ થઈ જશે તે ખબર નથી.

‘હાય-ફાય’ નારી લગ્ન મંડપમાંથી કયારે નાસી જાય તો નવાઈ નહિ.

ગર્દભના સહવાસથી મનુષ્ય લાત મારતા શીખે તો નવાઈ નહિ.

Leave a Reply

*