મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
તમારે છેલ્લા બે દિવસ ગુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ધર્મના કામ કરી લેજો. બાકી ૨૬મીથી ૪૨ દિવસ માટે રાહુની દિનદશા નાણાકીય ચિંતા વધારી દેશે. તમારો ભાગીદાર તમને પરેશાન કરી નાખશે. ૩જી ફેબ્રુઆરી સુધીમાં ઘરવાળાઓ પણ સાથ નહીં આપે. તમારે પોતાની કાળજી લેવી પડશે. આજથી ભૂલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૮ ને ૨૯ છે.
Jupiter will rule over you for the next two days and hence finish all religious work. From the 26th, Rahu will rule over you for 42 days. There might be financial crises. You might get troubled. Your family members might not support you till the 3rd of February. You will have to take care of yourself. Pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.
Lucky Dates: 26, 27, 28, 29.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
૨૨મી જાન્યુઆરી સુધી ગુની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં જશ અને ફાયદો બન્ને મળતો રહેશે. તમે ચેરિટી કે મદદ જેવા કામ કરી શકશો. ગુની કૃપાથી ધનની મુશ્કેલી નહીં આવે. તમને ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. તમે જેને પ્રેમ કરતા હશો તે વ્યક્તિ તમારા દિલની વાત કરી દેશે. નાણાકીય બાબત સારા સારી કરવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૮, ૨૯ છે.
Jupiter will rule over you till 22nd January. You will keep getting success and profit in your work. There will be no financial crunch. You will be able to indulge in helpful and charitable work. You will keep getting invisible help. Your favourite person will speak his heart out to you. To get financial benefits, pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 24, 25, 28, 29.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
બે દિવસ જ શનિની દિનદશાના બાકી છે. તેથી ઉતરતી શનિની દિનદશા તમને માંદા નહીં પાડી દે તેની સંભાળ લેજો. ૨૬મીથી ગુની દિનદશા આવતા ૫૮ દિવસમાં તમારા કામમાં તમને ખુશ કરી દેશે. નાણાકીય મુશ્કેલી દૂર કરવાનો રસ્તો શોધી લેશો. નવાકામ કરવાની તક મેળવી શકશો. ધર્મના કામ કરી શકશો. આજથી ‘મોટી હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. ૨૭, ૨૮, ૨૯, ૩૦ છે.
Last two days under the rule of Saturn. Be careful not to fall ill. From the 26th the rule of Jupiter for 58 days will benefit your work. You will be able to find a way out of your financial crunch. You will get an opportunity to find new work. You might want to indulge in religious work. From today, along with ‘Moti Haptan Yasht’, pray ‘Sarosh Yasht’ also.
Lucky Dates: 27, 28, 29, 30.
CANCER | કર્ક: ડ.હ.
૨૪મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને નાના કામ પૂરાં કરવામાં મુશ્કેલી આવતી રહેશે. તમે કંટાળી જાવ તેવા હાલના દિવસો જશે. ખાવાપીવામાં બેદરકાર બની જવાથી તબિયત બગડવાના ચાન્સ છે. ઘરમાં કોઈપણ ચીજ વસ્તુ ખરીદતા નહીં. વડીલ વર્ગ સાથે મતભેદ પડતા જશે. શનિનું નિવારણ કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૬ ને ૨૮ છે.
Saturn will rule over you till the 26th of January. You might be troubled in completing small work. Your careless eating habits might make you sick. Do not buy anything new for your house. There might be differences with elders. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 24, 25, 26, 28.
LEO | સિંહ: મ.ટ.
૧૮મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે તમારા બધા જ કામ બુધ્ધિબળ વાપરીને કરશો. બુધની કૃપાથી તમારા કામકાજને કારણે ગામ પરગામ જવાના ચાન્સ મળી રહેશે. નાણાકીય ફાયદો થતો હશે ત્યાં બુધ્ધિ વાપરી કામ કરશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં. તમારી મીઠી જબાન વાપરીને પારકાંને પોતાના કરી લેશો. નવા મિત્રો મળશે. ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૨૪, ૨૮, ૨૯ ને ૩૦ છે.
Mercury will rule over you till the 18th of January. You will complete all your work with wisdom and strength. You might get to travel due to work. You will use your wisdom to gain financial profits. Do not forget to invest. You will be able to win over people with your sweet tongue. You will make new friends. Do not forget to pray ‘Meher Niyaish’.
Lucky Dates: 24, 28, 29, 30.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારા રાશિના માલિક બુધની દિનદશા શ થયેલી છે તેથી ૧૭મી ફેબ્રુઆરી સુધી ઘરમાં કોઈ સારા પ્રસંગ આવશે. નાણાકીય મુશ્કેલી તમારી બુધ્ધિ પ્રમાણે દૂર કરી શકશો. બગડેલા સંબંધને સુધારવા માટે ધીરજ રાખીને આગળ વધશો. સારા સમાચાર મળશે. મનગમતી વ્યક્તિને મળવા સમય નહીં જોતા. ભુલ્યા વગર દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૮, ૨૯ છે.
Mercury is ruling over you. There will be good and happy occasions at home till 17th February. . You will use your wisdom to overcome financial crises. Be patient will making up with old distraught relationships. You will get good news. Meet your favourite person at any time. Pray ‘Meher Niyaish’ everyday without fail.
Lucky Dates: 26, 27, 28, 29.
LIBRA | તુલા: ર.ત.
આજ અને આવતી કાલનો દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. બાકી ૨૬મીથી મંગળની દિનદશા તમને ખૂબ જ તપાવશે. બે દિવસમાં ઘરવાળાની સાથે સારાસારી રાખી લેજો. ૨૬મીથી આવતા ૨૮ દિવસમાં ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેતા નહીં. તેમજ ભાઈ બહેનની સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. તમને નાના લાગવા પડવાના અથવા નાનું એક્સિડન્ટ થવાના ચાન્સ છે. ભૂલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૯ ને ૩૦ છે.
Only next two days will pass in peace. The rule of Mars from the 26th, will make you short tempered. Have good relations with your spouse in these two peaceful days. Do not buy any new thing for 28 days, starting from the 26th. There might be differences amongst siblings. There might be a small accident. Pray ‘Tir Yasht’ without fail.
Lucky Dates: 24, 25, 29, 30.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ પૂરાં નહીં કરો ત્યાં સુધી શાંતિથી બેસી નહીં શકો. ગામ-પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. ઓપોઝિટ સેકસનો ભરપુર સાથ મળશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને મનની વાત કહી શકશો. સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માગતા હો તો ૧૦૧ નામમાંથી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૮ ને ૩૦ છે.
Moon is ruling over you. You will keep working hard till it’s completed. You might get a chance to travel. You will speak your heart out to your lover. Opposite gender will support you. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times to increase self-confidence.
Lucky Dates: 26, 27, 28, 30.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી તમો જેટલા શાંત રહેશો તેટલા સુખી થશો. કોઈ પણ મહત્વનાં કામ નહીં કરી શકો. માથા પરનો બોજો વધતો જશે. હાઈપ્રેશરની તકલીફ હોય તો ધ્યાન આપજો. દવા લેવામાં આળસ કરતા નહીં. વડીલવર્ગની સાથે મતભેદ થશે નાની બાબતમાં તમારા ડિસીઝનની ઓપોઝિટ વાતો કરશે તેથી તમારો ગુસ્સો વધી જશે. ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૭ ને ૨૯ છે.
Sun is ruling over you and hence keep your cool at all times. Your stress might increase. Take your medication on time if you’re suffering from high pressure. There might be rifts among seniors as they might refute your decisions. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 24, 25, 27, 29.
CAPRICORN | મકર: ખ.જ.
૧૪મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. તમારા કરેલા કામમાં કોઈ ભુલ નહીં શોધી શકે. ધણી ધણીયાણીમાં પ્રેમની ભાવના વધી જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૮ ને ૩૦ છે.
Venus will rule over you till the 14th of January. You will be in peace. Your work will be flawless. There will be love between spouses. You might make new friends. You might get a chance to travel. There will be no financial crunch. Pray ‘Behram Yazad’ everyday without fail.
Lucky Dates: 26, 27, 28, 30.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને તમારા પરમમિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી કામકાજ સાથે તમારા મોજશોખ વધી જશે. તમારા ખર્ચ પર કાબુ મેળવવા કરેલી કોશિશમાં સફળતા નહીં મળે તેમ છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી જ્યાં જશો ત્યાં જશ અને માન મળશે. ઓપોઝિટ સેકસનું અટ્રેકશન વધી જશે. ભૂલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૯ ને ૩૦ છે.
Venus is ruling over you. With work, your enjoyment will also increase. You won’t be able to curb your expenses but still there won’t be any financial crunch. You will get success and respect where ever you go. Attraction towards the opposite gender will increase. Pray ‘Behram Yazad’ without fail.
Lucky Dates: 24, 25, 29, 30.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૫મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા તમારી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. બીજાનું ભલુ કરવા છતાં પણ તમને જશ નહીં મળે. સમજ્યા વગર કોઈ પણ બાબતમાં હા નહીં પાડતા. મિત્રો નાની બાબતમાં નારાજ થશે. ઘરનું વાતાવરણ સાં નહીં રહે. રાહુને કારણે તમારા શત્રુઓ તમને ખોટી રીતે પરેશાન કરશે. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૮, ૨૯ છે.
Rahu will rule over you till the 5th of January. Even after helping others, they won’t be grateful. Do not agree without understanding the opposite person. Your friends will be disappointed with you with the slightest of things. Home atmosphere may not be good. Due to Rahu, your enemies might trouble you. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.
Lucky Dates: 26, 27, 28, 29.
.