હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ કરી દરેમહેરનું ઉદઘાટન થયું ‘યઝશ્ને અને વંદીદાદની ક્રિયાઓ મરહુમ પેરિન કેરસાસ્પ દસ્તુરની યાદમાં તેમની દીકરીઓ મહેર કેરસાસ્પ દસ્તુર અને ફરિદા કેરફેગર આંટિયા અને તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન સનાયા ફરહાદ ચીચગર, ખુશરો કેરફેગર આંટિયા તરફથી એરવદ આદિલ ભેસાનિયા અને એરવદ માહિયાર પંથકી તથા મુંબઈના યોઝદાથ્રેગર મોબેદો દ્વારા કરવામાં આવી હતી. યઝશ્નેનો સમારોહ 26મી જૂન 2017એ સવારે સ્ટે. ટા. 6.30 કલાકે શરૂ થયો હતો. ત્યારબાદ 27મી જૂન 2017ને દિને વંદીદાદની ક્રિયા રાત્રે સ્ટે. ટા. 12.30 કલાકથી સવારે સ્ટે. ટા. 6.30 કલાક સુધી ચાલી હતી. બધી ક્રિયાઓના સમાપન પછી સવારે સ્ટે. ટા. 7.00 કલાકે આતશ પાદશાહ સાહેબને નવીનીકરણ કરેલા કેબલાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.
હૈદ્રાબાદ અગિયારી અને સિક્ધદરાબાદની વિકાજી મહેરજી અગિયારીની આઠ મોબેદો તથા એરવદ અસ્પંદિયાર દાદાચાનજી અને મુંબઈના બે યોઝદાથ્રેગર મોબેદો દ્વારા હાવનગેહની માચી અને આભારનું જશન કરવામાં આવ્યું હતું. એરવદ અસ્પંદિયાર દાદાચાનજી દ્વારા ‘આતશ બાદશાહની બંદગી અને તેના ફાયદા’ પર સરસ ભાષણ આપવામાં આવ્યું હતું. દરેમહેરના પંથકી સાહેબ એરવદ મહેરનોશ ભરૂચાએ ટ્રસ્ટીઓ, એરવદ અસ્પંદિયાર દાદાચાનજી અને મુંબઈથી આવેલા યોઝદાથ્રેગર મોબેદોને સમારંભને સફળતાપૂર્વક પાર પાડવા માટે આભાર માનવામાં આવ્યો હતો.
ટ્રસ્ટના સેક્રેટરી અને ખજાનચી રૂસી કે. ડોકટર દ્વારા બે દિવસના સમારંભનુું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું. હૈદ્રાબાદ અને સિક્ધદરાબાદ એ બે શહેરોમાંથી મોટી સંખ્યામાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024