બીજેબીએસએલએ ટ્રેઝર હન્ટનું આયોજન કર્યુ

ધ બાઇ જરબાઈ બાગ સ્પોર્ટ્સ લીગ (બીજેબીએસએલ)એ 3જી ડિસેમ્બર, 2017 ના રોજ તેના સભ્યો માટે ટ્રેઝર હન્ટનું આયોજન કર્યું હતું, જેમાં 16 થી 70 વર્ષ સુધીના 50 સહભાગીઓએ પાંચની ટીમમાં લડાઈ કરી હતી. ટીમ 21 કારણોને ઉકેલવા અને 12 ટાસ્કને પૂર્ણ કરવા માટે બહાર નીકળી હતી, જેમાં સ્ટ્રીટનો ખોરાક ખાવા, અજાણ્યા લોકોને ગીતો ગવડાવવા, સ્ટેચ્યુ સાથે પોઝ આપવો, તાજેતરના બોલીવુડના ગીતો પર નૃૃત્યનો સમાવેશ થતો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે 8.30 કલાકે થઈ હતી અને આ કાર્યક્રમને પૂરો થતા સાડા ત્રણ કલાક લાગ્યા હતા. ફરાદ દારૂવાલા, ડેલનાઝ સિનોર, બિનાયફર ડુમસ્યા, ડેલના લુથ અને મહેરઝાદ પીર વિજયી બન્યા હતા. બપોરના જમણબાદ કાર્યક્રમ પૂરો થયો હતો.

Leave a Reply

*