ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહે છે?

ભારત દેશ એક ખાસ અને અનોખો દેશ છે. અહી જેટલી સંસ્કૃતિ, સંસ્કાર અને ભાષાઓ મળે છે એ કોઈ અન્ય દેશમાં જોવા મળતી નથી. ભારતને હિન્દુસ્તાનનાં નામથી પણ ઓળખવામાં આવે છે. પણ ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કહેવામાં આવે છે. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહેવામાં આવે છે અને આ શબ્દ કોણે નક્કી કર્યા?
આમ તો ન જાણે કેટલા શબ્દ બોલવામાં આવે છે પણ જે તમને ડિક્શનરીમાં પણ જોવા મળતા નથી. ઉલ્લેખનીય છે કે ભારતમાં અનેક વિદેશી વેપારીઓ પોતાનો વેપાર વધારવા ભારત આવ્યા અને બધાએ પોતાના હિસાબે ભારતને પોતાનું એક જુદું નામ આપ્યુ પણ ભારતને હિન્દુસ્તાન અને ઈન્ડિયા જેવા શબ્દ મળવા પાછળ મુખ્યત્વે ઈરાની અને યૂનાનીઓનો હાથ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પહેલા ભારતનુ નામ સિંધુ પણ હતુ. ઈરાની કે જુની ફારસીમાં સિંધુ શબ્દનો અર્થ કાઢવામાં આવ્યો હિન્દુ અને આ શબ્દથી બન્યું હિન્દુસ્તાન. જ્યારે કે યૂનાનીમાં એ ને ઈંડો કે ઈંડોસ શબ્દનું રૂપ મળ્યું અને જ્યારે આ શબ્દ લેટિંન ભાષામાં પહોંચ્યો તો ત્યાથી એ ને બનાવાયું ઈન્ડિયા છતાંપણ આ શબ્દને અપનાવવાને લઈને લોકો એકમત ન થયા અને તેની પાછળ કારણ હતુ કે આપણે કોઈ અન્યના બનાવેલ શબ્દોથી આપણા દેશનુ નામ કેમ નક્કી કરીએ. પણ જ્યારે ભારતમાં અંગ્રેજી શાસન આવ્યુ તો તેમણે આ શબ્દને અપનાવી લીધો અને આ રીતે ભારતનું અંગ્રેજીમાં નામ પડ્યુ ઈન્ડિયા.
અંગ્રેજોએ ઈન્ડિયા શબ્દનું ચલન એટલુ વધાર્યુ કે ભારતવાસીઓએ પણ આ શબ્દને અપનાવવો શરૂ કરી દીધો અને ખુદને ઈન્ડિયન અને દેશને ઈન્ડિયા કહેવું શરૂ કરી દીધુ. પણ આ શબ્દને પૂર્ણ માન્યતા ત્યારે મળી જ્યારે આઝાદી પછી આપણા સંવિધાને ઈન્ડિયા શબ્દને દેશના બીજા નામના રૂપમાં સ્વીકારી લીધુ.

Leave a Reply

*