રોજ દીન, માહ અરદીબહેસ્તને તા. 9મી ઓકટોબર, 2019ને દિવસે હમારી અનજુમનના એકટીવ કમીટી મેમ્બર શેઠ પરસી જમશેદ દવિએરવાલાના અચાનક અવસાનના દુ:ખદ સમાચાર મળતા અનજુમનના સર્વે ટ્રસ્ટીઓ અને દવિએરવાસીઓ શોકની લાગર અનુભવી હતી. એમના ધણીયાણી અને કુટુંબીઓ ઉપર આવી પડેલી આ અણધારેલી આફતમાં અમે સર્વે સહભાગી થતાં દુવા કરીએ છીએ કે એ અમારા દવિએર ગામ અને દવિએર અનજુમનના લાગણીવંતા પરસીના આત્માને ગરોથમાન બહેશ્તની શાંતિ મળે અને એમના વહાલા ધણીયાણી અને કુટુંબીજનો પર આષિષ ઉતરે, આ જબૂન દુ:ખ ખમવાની શક્તિ મળે. એવી ખરાં જીગરની પ્રાર્થના કરીએ છીએ.
એમની અને એમના કુટુંબીજનો તરફથી મળેલી દવિએર અનજુમનને મદદ સદાકાળ યાદ રહેશે.
– દવિએર પારસી જરથોસ્તી અનજુમનના ટ્રસ્ટીઓ અને
કમીટી મેમ્બર.
Latest posts by PT Reporter (see all)
- હસો મારી સાથે - 23 September2023
- આંસુ… - 23 September2023
- ભાવનગરના પારસીઓ રિસ્ટોરેશન અને હેરિટેજ વોક પર ફરી જોડાયા - 23 September2023