Your Moonsign Janam Rashi This Week –
23rd November – 30th November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા દરેક કામ વીજળીવેગે પૂરા થઈ જશે. તમારી સાથે કામ કરનારના મદદગાર બની રહેશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમિલીના મતભેદ દૂર કરી શકશો. તમારા હાથથી ચેરીટીના કામ થઈ જશે. ચાલુ કામમાં નાણાકીય ફાયદો થશે. ફેમિલી સાથેની લાગણીઓે વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 29 છે.

Jupiter’s rule till 25th December helps you complete all your tasks at lightning speed. Your colleagues will prove helpful. Financially, there will be no concerns. You will be able to smoothen any family squabbles. You will end up doing charitable work. Your ongoing work will bring you financial profit. Your bond with the family will increase. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 23, 24, 25, 29.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા ત્રણ દિવસ શનિની દિનદશામાં પસાર થવાના બાકી છે. ચાલતા ચાલતા પડી જવાના ચાન્સ છે. ઉતરતી શનિની દિનદશા વડીલવર્ગ સાથે મતભેદ પાડશે. 26મીથી શરૂ થતી ગુરૂની દિનદશા 58 દિવસમાં તમારી તકલીફ દૂર કરી દેશે. ખાસી શરદી જેવી બીમારીથી સંભાળજો. નવા કામમાં સફળતા મળશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.

With the last three days under Saturn’s rule, there are chances of stumbling. The descending rule of Saturn could lead to fights with seniors. Jupiter’s rule starting from the 26th, will solve all your issues over the next 58 days. Beware of contracting cough and cold. New ventures will prove successful. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 23, 24, 27, 28.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી ડિસેમ્બર સુધી તમને નાની બાબતમાં પરેશાની આવતી રહેશે. તમારા અંગત વ્યક્તિ તમને ખોટી રીતે ફસાવી નાખશે. નાણાકીય બાબતમાં કોઈપર વિશ્ર્વાસ રાખતા નહીં. તમારી સાથે મીઠું બોલનાર તમારી પાછળ તમારી બુરાઈ કરશે. અંગત ચીજવસ્તુ સંભાળીને રાખજો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 27, 29 છે.

Saturn’s ongoing rule till 26th, could bring you challenges even in petty matters. Those close to you could end up deceiving you. Avoid trusting people in financial matters. Those using sweet words to your face, will speak ill of you behind your back. Ensure to keep important documents safely. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 24, 25, 27, 29.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા કામ બુદ્ધિ વાપરી પૂરા કરી શકશો. બુધની કૃપાથી પારકાને પોતાના કરી લેશો. તમારો ફાયદો તમે પહેલા લઈ શકશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર ની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 26, 27, 28 છે.

Mercury’s rule till 19th December will help you complete your work with intelligence. With Mercury’s grace, you will be able to win over strangers. You will be able to reap primary benefits. You will meet a desired person. With finances looking up, ensure to make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 23, 26, 27, 28.


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજનો દિવસ મંગળ જેવા ગ્રહની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસ કોઈ સાથે વાત નહીં કરતા. કાલથી શરૂ થતી બુધની દિનદશા 18મી જાન્યુઆરી સુધી તમારા બગડેલા કામ સુધારી નાખશે. નાણાકીય બાબતમાં સુધારો આવશે. કામમાં નાનુ પ્રમોશન મલવાના ચાન્સ છે. આજથી ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 29 છે.

With today as the last day under Mars’ rule, try to be by yourself over the next two days. Tomorrow onwards, Mercury’s rule till 18th January, helps to mend all your stalled or foiled works. Financially things will improve. Small promotion indicated at work. Today onwards, ensure to pray the Meher Nyaish daily.

Lucky Dates: 23, 24, 25, 29.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આવતા ત્રણ દિવસ શાંતિથી પસાર કરી અગત્યના કામ પહેલા કરી લેજો. 26મીથી સારા સમાચાર મળશે. મંગળની દિનદશામાં ભાઈબહેન સાથે મતભેદ પડશે. કોઈ સાથે ખોટી બોલાચાલીમાં પડશો નહી. શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જશે. હાઈપ્રેશરથી સંભાળજો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.

You are suggested to spend the next three days in peace and complete all your important works first. From the 26th, you could receive good news. Mars’ rule could cause rivalry among siblings. Avoid arguing with others. Mars could cause excess heat in the body, so take care of high BP. Ensure to consult a doctor if need be. Pray the Tir Yasht daily.

Lucky Dates: 23, 27, 28, 29.


LIBRA | તુલા: ર.ત.

07Libra

26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમારા મનની નેક મુરાદ પૂરી થશે. તમારા ધારેલા કામો સમય પર પૂરા કરી શકશો. પોઝીટીવ વિચાર કરશો તે કામમાં સફળતા મળશે. ઘરવાળાનો સાથ સહકાર મળશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. 101નામ માંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

The Moon’s rule till 26th December will help fructify your noble aspirations. You will be able to complete your work in time. You will find success in areas where you employ positive thoughts. Your family members will be supportive. Spousal affection will increase. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 16, 17, 20, 21.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ગરમ રહેશે. હાઈ પ્રેશરની માંદગીથી પરેશાન થશો. રોજના કામમાં ચેન્જીસ નહીં કરતા. સરકારી તથા કોર્ટના કામમાં સફલતા નહીં મળે. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નવા કામ શરૂ કરતા નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 23, 26, 27, 29 છે.

The Sun’s rule will cause you to get hot-headed. You could suffer from high BP. Avoid making changes in your daily work. You might not be successful in legal/government related work. The health of elders could go down. Avoid starting any new ventures. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 23, 26, 27, 29.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ થશે. તમારા કામમાં માનની સાથે ધનલાભ પણ મળો. શુક્રની કૃપાથી નાના ફાયદા મળતા રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી હશે પણ ખર્ચ વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

Venus’ rule brings an increase in your inclination towards fun and entertainment. You will end up spending thrice of what you expected to. You will receive fame as well as profit in your work. Venus’ grace will ensure continuous small benefits. Financial stability will remain despite increasing expenses. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 24, 25, 28, 29.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઘરમાં મતભેદ દૂર કરી શકશો. ફેમિલી સાથે મુસાફરી કરી શકશો. જે પણ કામ કરશો તેમાં નાણાકીય ફાયદો મળશે. જૂના રોકાણમાંથી જે ફાયદો મળે તેને ઈનવેસ્ટ કરજો. નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

Venus’ rule till 14th January will help you settle any quarrels in the house. You could travel with family. You will receive monetary benefit in your work. The money you are able to retrieve from old debts should be invested. You will be able to purchase new equipment. Pray to Behram Yazad daily.

Lucky Dates: 23, 24, 26, 27.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામો સમય પર પૂરા નહીં કરી શકો. આપેલા પ્રોમીસ ખોટા પડશે. નાણાકીય મુશ્કેલી વધી જશે. નેગેટીવ વિચારો રાતની ઉંઘ ઉડાવી દેશે. ખાવા-પીવામાં ધ્યાન નહીં આપો તો શારિરીક પરેશાની આવશે. નાણાકીય લેતી-દેતીના કામ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

 Rahu’s rule till 6th December could cause you to not complete your work in time. You might not be able to live up to the promises made by you. Financially, you could face challenges. Negative thoughts could rob you of your night’s sleep. If you don’t take care of your diet, it could lead to physical illness. Avoid any financial transactions. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 24, 25, 28, 29.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજનો દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. કાલથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. જે પણ કામ કરશો તેમાં નિરાશા મળશે. ઘરની અંગત વ્યક્તિ નાની બાબતમાં નારાજ થઈ જશે. વાંક ગુના વગર તમે પરેશાન થશો. આજથી ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 26, 27, 28 છે.

Spend today in peace, as starting tomorrow, Rahu’s rule over the next 42 days will steal your sleep and hunger. You will face disappointment in all your work. A close family member will get annoyed over a petty matter. Despite being innocent, you will feel harassed. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23, 26, 27, 28.

Leave a Reply

*