Your Moonsign Janam Rashi This Week –
4th April – 10th April, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી જેને પ્રોમીશ આપ્યા હશે તે પૂરા કરજો અને જેના પ્રોમીશ પૂરા નહીં કરી શકો તેની પાસેથી મુદત માગંજો. નાણાકીય બાબતમાં જેટલું બચાવશો તેનાથી ડબલ ખર્ચ કરવો પડશે. પરંતુ નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કામકાજને વધારી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.

Venus’ rule till 13th April advises you to deliver on the promises you have made to others. If you are unable to deliver your promises, then do ask for some time. Financially, you might end up spending nearly twice the amount you’re saving. Even so, you will not face any financial constraints. You will be able to expand your business. Pray to Behram Yazad daily.

Lucky Dates: 5, 6, 9, 10.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી કરી શકશો. ધનનો જેટલો ખર્ચ કરશો તેટલું ધન કમાવી લેશો. તમારા પૈસા ફસાયેલા હશે તો મેળવવામાં સફળતા મળશે. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. પ્રેમી-પ્રેમીકામાં મનમેળ સારો રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 04, 07, 08, 10 છે.

Venus’ ongoing rule will help resolve any challenging tasks easily. You will earn as much as you spend. You will be able to retrieve your debts from others. Couples will share a great understanding with each other and will share a good relationship. Pray to Behram Yazad daily.

Lucky Dates: 04, 07, 08, 10.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તેથી તમારાથી જે પણ ભૂલો થયેલી છે તે સુધારી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ મળવામાં સફળતા મળશે. મિત્રો તરફથી ફાયદો મેળવી શકશો. તબિયતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 05, 06, 09, 10 છે.

The start of Jupiter’s rule helps you to correct any mistakes. Financial conditions will continue to improve. You will be successful in getting new work projects. Your friend will prove beneficial. Health will continue to get better. Pray to Behram Yazad daily.

Lucky Dates: 05, 06, 09, 10.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી કામ કરવામાં મુશ્કેલી આવશે. ખર્ચનો ખાડો વધી જશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો ખર્ચ કરવો પડશે તો પણ શાંતિ નહીં મળે. કોઈ તમારી પાસેથી ઈમોશનલી નાણા પડાવી જશે. ચિંતાઓથી દિવસ પસાર થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 04, 06, 07, 08 છે.

Rahu’s ongoing rule will pose challenges in executing your work. Expenses could increase. You could end up spending ten times the amount of money, but even this will not bring you peace of mind. You could get emotionally swindled out of your money. You will be consumed with worries. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 04, 06, 07, 08.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ સહેલાઈથી પૂરા કરી શકશો. ધનની ચિંતા નહીં આવે. લાસ્ટ મોમેન્ટમાં ઈનવીઝીબળલ હેલ્પ મળી જશે. બીજાના મદદગાર થઈ તેમની ભલી દુઆઓ મેળવી શકશો. ચેરીટીના કામ કરી ખુશ થશો. ઘરવાળાની ઈચ્છાપૂરી કરવા એકસ્ટા કામ કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 05, 06, 09, 10 છે.

Jupiter’s ongoing rule helps you complete all your tasks with ease. Financially there will be no cause for concern. You could get anonymous help at the last moment. You will get the blessings of those you have helped along the way. Indulging in charitable works will bring you peace of mind. You will work extra to cater to the wants of your family. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 05, 06, 09, 10.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી કોઈની ભલાઈનું કામ કરશો. ધન સહેલાઈથી મેળવી શકશો. ફેમીલીમાં મતભેદ ઓછા થશે. ફેમીલીની ઈચ્છાપૂરી કરી તેમને આનંદમાં રાખશો. અચાનક ધનલાભ થશે. દરરોજ  ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Jupiter’s ongoing rule nudges you towards doing good for others. You will be able to get money easily. Squabbles in the family will reduce. You will be able to cater to the needs of your family and keep them happy. You will get unexpected wealth. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 04, 05, 06, 07.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામમાં સફળ નહીં થાવ. ખોટા વિચારોથી પરેશાન થશો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. તમે શારિરીક તથા માનસિક બન્ને રીતે પરેશાન થશો. નાની બેદરકારી તબિયત ખરાબ કરશે. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 05, 06, 08, 10 છે.

Saturn’s ongoing rule will pose challenges in succeeding even in the smallest tasks. Your mind could get clouded with negative thoughts. Drive or ride your vehicle with great caution. You will feel distressed mentally and physically. Even the slightest slip in precaution could affect your health. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 05, 06, 08, 10.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા બે અઠવાડિયા બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા લેણાના પૈસા મેળવવા ભાગદોડ કરવી પડશે. મિત્ર હોય કે સગાવહાલા જેને પણ મદદ કરશો તે તમારે માટે મુસીબત ઉભી કરશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોની મદદ મળતી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

With the last 2 weeks remaining under Mercury’s rule, you would need to put in efforts to retrieve money from your debtors. Helping out family members or friends could prove to come back to harm you. Ensure to make investments. Your friends will continue to help you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 07, 08, 09, 10.

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તેમાં બુધ્ધિ વાપરી કામ કરતા સફળતા મળશે. મિત્રો તરફથી ફાયદો મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ છે. જયાં પણ કામ કરતા હશો ત્યાંના લોકોનો કામમાં સાથ મળશે. આજથી દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 04, 05, 09, 10 છે.

Mercury’s ongoing rule suggests that you will achieve success in all areas where you apply your intelligence. Your friends will prove beneficial. You will be able to make new purchases for the house. Travel is indicated. Your colleagues will be supportive of you. Starting today, pray the Meher Nyaish daily.

Lucky Dates: 04, 05, 09, 10.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મંગળની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં ગુસ્સામાં આવી જશો. ગુસ્સાના લીધે કરેલા કામ બગડી જશે. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રીક સામાન લેતા નહીં. ઘરમાં અચાનક રીપેરીંગ કામ આવતા ખર્ચ વધી જશે. મનને શાંત રાખજો. નેગેટીવ વિચારથી દૂર રહેજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 04, 05, 09, 10 છે.

Mars’ ongoing rule will make you get angry over the smallest matters. Your temper will lead to your work getting spoilt/undone…, Avoid making any iron or electronic purchases. Expenses will increase due to sudden repairs needed at home. Keep yourself mentally calm and avoid negative thoughts. Pray the Tir Yasht daily.

Lucky Dates: 04, 05, 09, 10.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ ડીસીઝન લેશો તે સમજીને લેજો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. નાણાકીય લેતી દેતી કરવામાં સફળતા મળશે. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. ઘરમાં જોઈતી વસ્તુ વસાવી શકશો. નાણાકીય ફાયદો મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 04, 05, 07, 08 છે.

The Moon’s ongoing rule suggest that you think twice before making decisions. A desired person will come to meet you. You will be successful in financial transactions. You will be able to make investments. Worries related to the elderly will reduce. You will be able to make necessary purchases for the home. Financial benefits are indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 04, 05, 07, 08.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજ અને કાલનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા તમને માથાનો દુખાવો આપશે. વડીલવર્ગની તબિયતની ચિંતા વધી જશે. 6ઠ્ઠી એપ્રિલથી ચંદ્રની દિનદશા તમને શાંતિ આપશે. તમારો કોન્ફીડન્સ વધી જશે. અટકેલા કામો ચાલુ કરી શકશો. આ અઠવાડિયામાં 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

 

Today and tomorrow are the last two days under the rule of the Sun. The descending rule of the Sun could cause headaches. Your worries for the health of the elderly could increase. The Moon’s rule starting 6th April will bring you much relief and mental peace. Your confidence will rise. You will be able to restart your stalled projects. In this week, along with the 96th Name, ‘Ya Rayomand’, also pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 07, 08, 09, 10.

Leave a Reply

*