Your Moonsign Janam Rashi This Week –
18 March – 24 March 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા કામકાજને વધારવા માટે વધુ ભાગદોડ કરવી પડશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. તમે તમારા મોજશોખને ઓછા નહીં કરી શકો. ધન માટે કોઈ પણ કામ અટકશે નહીં. નાના ફાયદાઓ લેવાનું ભુલતા નહીં. ધન મળતું રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Venus’ rule till 13th April will call for some added effort on your part to expand your business. You could get an opportunity to travel abroad. You will not be able to control your inclinations towards fun and entertainment. None of your work projects will be stalled for financial reasons. Ensure to collect your financial profits. Money will keep rolling in. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 20, 21


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ પુરા કરવામાં કોઈ કસર નહીં મૂકો. નવા કામ મળી શકે છે. જૂના રોકાણમાં ફાયદો થતો હોય તો લઈ લેજો. સગા સંબંધીઓ અને ફેમીલીમાં પ્રેમ વધી જશે. થોડી મહેનત કરવાથી વધુ સારૂં ફળ મેળવશો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.

The start of Venus’ rule ensures that you leave no stone unturned in completing your important works. New work projects will be accessible. You are advised to take away the profits from old investments. Relations with family members and relatives will blossom. With a little added effort, you will get great rewards. Ensure to pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 22, 23, 24


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મોઢા સુધી આવેલું કામ અટકી જશે. તમારી અંગત વ્યક્તિ તમને માન સન્માન ઓછું આપશે. ધનની પાછળ જેટલા ભાગશો તેટલું ધન તમારાથી દૂર ભાગશે. બીજાએ કરેલી ભુલ તમારે ભોગવવી પડશે. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 19, 20, 21, 23 છે.

Your work project(s) on the verge of completion could get stalled. Those close to you will lessen their show of respect and appreciation towards you. The more you run after money, the more money will run from you. You will have to pay for the mistakes of others. You could suffer from headaches. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 19, 20, 21, 23


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લા 6 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી અગત્યના કામો 23મી સુધી કરી લેજો. ધર્મના કામો કરવાથી ફાયદામાં રહેશો. મનગમતી વ્યક્તિને શનિવાર પહેલા મળી લેજો નહીં તો ત્યારબાદ તેને મળવાના ચાન્સ ઓછા થઈ જશે. કોઈને ઉધાર આપતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

You have 6 days left under the rule of Jupiter, so ensure that you complete all your pending important works by the 23rd of March. Doing religious works will prove advantageous for you. Meet your favourite person by this Saturday or else it will get difficult to meet them later. Do not lend money to others. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 21, 22, 23


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બર કે મિત્રોને મદદ કરવામાં કોઈ કસર નહીં મુકો. નાણાંકીય બાબતની અંદર સારા સારી રહેશે. ગુરૂની મહેરબાનીથી અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. બને તો થોડુંગણું ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 22, 24 છે.

Jupiter’s ongoing rule has you going all out to help your family members and friends. Financial progress is indicated. Jupiter’s graces shower you with unexpected profits. You are advised to invest some of the money. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 22, 24


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

પહેલા પાંચ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી અગત્યના કામો કે મહત્વના ડીસીઝન આવતા અઠવાડિયા સુધી મુલતવી રાખજો. ઉતરતી શનિની દિનદશા તમારા દુશ્મન વધારી દેશે. અજાણી વ્યક્તિ તમને પરેશાન કરી નાખશે. આ અઠવાડિયામાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

5 days remain under the rule of Saturn. Keep your important decisions and work projects pending for the next week. Saturn’s descending rule could lead to an increase in your enemies. Strangers could cause you much harassment. Pray the Moti Haptan Yasht through this week, daily.

Lucky Dates: 19, 20, 21, 22


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને આજથી 36 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના છે. તેથી 23મી એપ્રિલ સુધી કોઈ બીજી વ્યક્તિને સલાહ આપવાની ભુલ કરતા નહીં. નાણાકીય તંગી ખુબ આવી જશે. મનને જરાબી શાંતિ નહીં મળે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારા શત્રુઓ વધી જશે. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Starting today, Saturn rules you for the next 36 days, till 23rd April. Do not share your advise with others. You could have to deal with financial shortage. Your mind will not be at peace. Enemies at the workplace will increase. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામમાં કોઈ વ્યક્તિ ભુલ શોધી નહીં શકે. હીસાબી કામ કરીને વધુ આનંદમાં રહેશો. થોડા ઘણા પૈસા બચત કરવામાં સફળ થશો. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. સાથે કામ કરનાર કે ઉપરી વર્ગ પાસે તમારા મનની વાત મનાવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.

Mercury’s rule ensures that no one will be able to find fault in any of your works. You will feel metal satisfaction after completing your accounting work. You will be able to save some money. You are advised to surely invest some money. You will be able to convince your colleagues or seniors at work about an idea you have. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 20, 21, 23


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલાના ત્રણ દિવસ મગજ પર કાબુ રાખશો તો પછી ના ચાર દિવસમાં ખુબ શાંતિ મળશે. ઉતરતી મંગળની દિનદશા નાનુ એકસીડન્ટ આપી ન જાય તેનું ધ્યાન રાખજો. બાકી 21મીથી બુધની દિનદશા તમારા મગજને શાંત બનાવીને તમે તમારા ફાયદા પર ધ્યાન આપી શકશો. હાલમાં ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ પણ ભણજો.

શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.

If you are able to control your mind for the first 3 days, you will feel a lot of peace in the following 4 days. You are cautioned about the possibility of any small accidents that could be caused by Mar’s descending rule. Mercury’s rule, starting 21st March, will bring you much peace mentally and help you focus on your work and progress. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.

Lucky Dates: 18, 22, 23, 24


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા 6 દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી આપજો. નહીં તો 23મી માર્ચથી 28 દિવસમાં તમારા મગજનો કાબુ ગુમાવી દેતા વાર નહી લાગે. મંગળ તમારી તબિયત બગાડી નાખશે પ્રેશર હાઈ થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

You have 6 days left under the Moon’s rule. You are advised to purchase house-items that you wish. Cater to the wants of your family members. Starting March 23rd, for the next 28 days, you will not be able to control your temper, under the rule of Mars. Your health could go bad, you could suffer from high BP. Pray the Tir Yasht along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 26, 28, 1, 3


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ પ્લાન બનાવશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. તમારી સાથે બીજાનું ભલુ કરવાની કોશિશ કરજો. નાની મુસાફરી કરવામાં સફળ થશો. ફેમીલી મેમ્બરને વધુ આનંદમાં રાખશો. તેઓ સાથે કરેલા દરેક કામમાં સફળ થશો. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 20, 22, 23 છે.

The ongoing Moon’s rule will ensure that all your plans come to pass with great success. Try to help others along with yourself. You will be able to make short trips. You will be able to keep your family members happy. You will achieve success in any work you undertake with your family. To gain greater blessings of the Moon, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 20, 22, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ખોટી ભાગદોડ કરાવીને રહેશે. ભાગદોડ કર્યા બાદ સફળતા નહીં મળે તો હતાશ નહીં થતા. સરકારી કામોમાં ધ્યાન આપજો. સુર્યને કારણે વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારા કામમાં ખુબ કંટાળો આવશે. માથાનો બોજો ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

The Sun’s rule till 6th April will have you putting in a lot of effort in vain. Do not get disappointed with the lack of success despite putting in hard work. Pay attention to any government related works. The Sun’s rule could cause the health of the elderly to suddenly go bad. You will feel irritable at work. To reduce mental tension, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 19, 20, 21, 24

Leave a Reply

*