તમારા પપ્પા તમારા માટે હમેશા ઉપલબ્ધ હોય છે!

દર વર્ષે રાજુના પપ્પા ઉનાળાની રજાઓ ગાળવા માટે તેને તેની દાદી પાસે લઈ જતા અને તેઓ બીજા દિવસે તે જ ટ્રેનમાં ઘરે પરત ફરતા અને રાજુ ત્યાં મહિનો રહેતો અને તેના પપ્પા તેને ફરી લેવા આવતા. એક દિવસ રાજુએ તેના પપ્પાને કહ્યું: હું હવે મોટો થઈ ગયો છું. શું હું દાદીમાના ઘરે એકલો ન જઈ શકું? ટૂંકી ચર્ચા પછી, પપ્પાએ સ્વીકાર્યું. ટ્રેન ઉપડવાના સમયે પપ્પાએ તેમના પુત્રને વિદાય આપી અને તેને બારીમાંથી કેટલીક ટીપ્સ આપી. રાજુએે તેમને કહ્યું: હું જાણું છું! મને તમે કેટલી સલાહ આપશો. બસ કરો!!
ટ્રેન રવાના થવાની તૈયારી હતી અને તેના પપ્પાએ તેના કાનમાં ગણગણાટ કર્યો: દીકરા, જો તને મુસાફરી દરમિયાન બીક લાગે અથવા અસુરક્ષિત લાગે તો આ ચિંઠ્ઠી સાંચજે એમ કરી એક કાગળની ચિંઠ્ઠી તેના શર્ટના ખિસ્સામાં મૂકી. હવે રાજુ પોતાની ઈચ્છા મુજબ ટ્રેનમાં એકલો બેઠો હતો, પહેલીવાર તેના પપ્પા વગર. તેણે બારીમાંથી પસાર થતી લીલોતરી, ખેતરો, ઝાડો જોયા અને કુદરતની પ્રસંશા કરી પરંતુ તેની આસપાસ, કેટલાક અજાણ્યા લોકો ધક્કામુકી કરતા હતા. તેઓ એકબીજાની મશ્કરી કરતા હતા સાથે સાથે ગાળો પણ બોલતા હતા અને રાજુની બોગીમાં અવાર નવાર આવ જા કરતા હતા.
ટીકીટ ચેકરે તેને એકલા મુસાફરી વિશે કેટલીક ટિપ્પણીઓ કરી. રાજુને હવે પસાર થતી દરેક મિનિટે ખરાબ લાગતું હતું અને તે સ્પષ્ટપણે ડર અનુભવતો હતો. તેણે માથું નમાવ્યું તેણે પોતાને એકલો અનુભવ્યો, આંખોમાં આંસુ આવી ગયા અને તેને તેના પપ્પાની યાદ આવી ગઈ. તેને યાદ આવ્યું કે તેના પપ્પાએ જતી વખતે ખિસ્સામાં કંઈક મૂક્યું હતું. ધ્રૂજતા, તેણે તેના પિતાએ તેને શું આપ્યું હતું તે ખિસ્સામાં હાથ નાખી તે કાગળની ચિઠ્ઠી કાઢી. તેના પર લખ્યું હતું: દીકરા ગભરાતો નહીં હું તારી પાછળની બોગીમાં જ બેઠો છું. તે ક્ષણે, રાજુના આનંદની કોઈ સીમા ન હતી!
આ જીવન છે. આપણે આપણા બાળકો પર વિશ્ર્વાસ કરવો જોઈએ. પરંતુ તેઓને સમાજમાં કેવી રીતે રહેવું તે શીખવવાનું કામ પણ આપણું જ છે. આપણે હમેશા તેમની પાછળની બોગીમાં રહેવું જોઈએ જો તેઓને મદદની જરૂર હોય અથવા જો તેઓ સામે મુશ્કેલીઓ આવે અને તેઓને સમજ ના પડે કે શું કરવું તેવા સમય આપણે તેમની નજીક રહેવું જોઈએ. આપણે આપણા બાળકો માટે હમેશા ઉપલબ્ધ હોઈએ છીએ, ખાસ કરીને પપ્પા!

Leave a Reply

*