પપ્પા એટલે કોણ?

તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો! મજા કરો છો – સૂખ ચેનમાં છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા! માટે એમ કયારે પણ નહીં કહેતા કે તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો!! હંમેશા માન-સન્માન આપજો.
સવારથી સાંજ બહાર રહેતું એક વ્યક્તિ. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે. કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી. પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળે છે. દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જે સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે. ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા. જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક કુલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.
પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે, પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારૂં સાસરૂં ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. તમે કાચી કે પાકી પણ છત આપી છે. તેથી આપણે શાંતિની નિંદર માણી રહ્યા છે. પપ્પાના કઠોર હૃદયની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસના પહોંચાડતા !!
પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયામાં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવું ના બોલતા કે તમને ખબર ના પડે! ચૂપ રહો !! ખાસ કરીને, મમ્મી ની હાજરીમાં કે તમારી વહુ કે છોકરા – છોકરીઓની હાજરીમાં તો નહી જ !!! કેમ, કે તમારી ગેરમોજૂદગીમાં પપ્પા સાથે ઘણા અપમાનજનક વર્તુણુંક તમારા છોકરા કે છોકરી કે વહુઓ કરતા થઈ જશે. માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા.

Leave a Reply

*