Your Moonsign Janam Rashi This Week –
18 November – 24 November 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરી શકશો. થોડી મહેનત કરી સારૂં રીજલ્ટ મેળવવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેનું પુરૂં વળતર મેળવી લેશો. ફેમીલી મેમ્બર તમને માન ઈજ્જત આપશે. તમે ગરીબના મદદગાર બની શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.

Jupiter’s ongoing rule will help you restart your stalled projects. With a little effort you will be able to get great results. You will get the entire fruits of your labours. Family members will show you respect and appreciation. You will help the poor. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 19, 20, 23, 24


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં પરેશાન થતા રહેશો. નાણાકીય બાબતમાં આવક ઓછી અને ખર્ચ વધી જવાથી મન ખુબ બેચેન રહેશે. તમે જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. પોતાના કામ કરવામાં આળસ આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.

Saturn’s rule till 26th November will keep posing challenges in even small matters. With expenses being greater than income, financial worries will worry you. You could suffer from joint pains. You will feel lazy to do your chores. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 20, 21, 22


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજ અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તમારે કોઈને પૈસા આપવાના બાકી હોય તો તેની પાસે સમય માંગલી લેજો. બાકી 20મી થી 36 દિવસ માટે શનિ તમારા કામ પૂરા નહીં થવા દે. નાણાકીય મુશ્કેલી ખુબ આવશે. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. શનિને શાંત કરવા આજથી મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 22, 24 છે.

Today and tomorrow are your last two days under Mercury’s rule. Ensure to ask for some time from your creditors to pay them back. Saturn’s rule, starting from 20th November, for the next 36 days, will not allow your tasks to get complete. Financial issues are indicated. There could be a sudden fall in health. To placate Saturn, pray the Moti Haptan Yasht, starting today.

Lucky Dates: 18, 19, 22, 24


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી તમને લાંબા સમયે ફાયદો મળે તેના પ્લાન બનાવશો. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. 19મી ડિસેમ્બર સુધી તમારા જૂના રોકાણમાંથી ફાયદો મળે તો તેનો ઉપયોગ સારી જગ્યાએ કરજો. મિત્રોમાં માન ઈજ્જત મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Mercury’s ongoing rule will have you make long-term plans which will prove beneficial to you. You will be able to make investments from your earnings. You are advised to invest profits from your old investments in new place, till 19th December. Friends will respect and appreciate you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 20, 21, 22, 23


LEO | સિંહ: મ.ટ.

05Leo

છેલ્લુ અઠવાડિયુ મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશા નાનું એકસીડન્ટ કરાવી શકે છે. હાઈપ્રેશરની બીમારી હોય તો દવા લેવામાં આળસ કરતા નહીં. કામનું સ્ટ્રેસ લેતા નહીં. ઘરમાં ભાઈ બહેનનો સાથ ઓછો મળશે. ઘરમાં ખોટો ખર્ચ કરવો પડશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 21, 22, 24 છે.

This is your last week under Mars’ rule. Its descending rule could cause a small accident. Those suffering from high BP are advised not to go lax on taking medication. Do not take work stress. Siblings will not be supportive. You could incur unnecessary home expenses. Pray the Tir Yasht daily.

Lucky Dates: 19, 21, 22, 24


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી સુધી તમારા અગત્યના કામો પુરા કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી તમારા કરેલા કામની કદર થશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવાથી તેઓ ખુશીમાં આવી જશે. જે પણ કામ કરો તેમાં ખુબ વિચારીને આગળ વધજો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 23 છે.

You will be able to complete your important works till 26th November. The ongoing Moon’s rule will ensure that your efforts are appreciated. Catering to the wants of family members will make them happy. Ensure to think deeply before going ahead in your endeavours. You could receive good news from abroad. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 20, 23


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમને ગામ પરગામ જવાના ચાન્સ મલતા રહેશે. મનને શાંત રાખીને તમારા અગત્યના કામો પુરા કરવામાં સફળ થશો. કોઈ સાથે મતભેદ પડેલ હશે તો મિત્રની મદદથી તે મતભેદ ઓછા કરવામાં સફળ થશો. જયાંથી ફાયદો થતો હશે ત્યાં વધુ ધ્યાન આપશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The ongoing Moon’s rule offers you opportunities for travel abroad. You will be able to complete your important tasks with a calm mind. You will be able to resolve any misunderstanding with another with the help of a friend. You will focus on areas on profit. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 21, 22, 23, 24


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

સુર્યની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બર સાથે મતભેદ પડતા રહેશે. ઘરમાં વડીલ વર્ગની તબિયતની ખાસ સંભાળ લેજો. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં નાખશે. રોજના કામ કરવામાં ખુબ કંટાળો આવશે. માથાના દુખાવાથી પરેશાન થશો. જેને પ્રેશર હોય તેણે દવા લેવામાં આળસાઈ કરવી નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 20, 23, 24 છે.

The ongoing Sun’s rule will cause much squabbles with family members. You are advised to take special care of the elderly at home. A small mistake could land you in big trouble. You will feel lethargic in executing your daily chores. You could suffer from headaches. Those suffering from BP should not be lazy in taking medicine. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 18, 20, 23, 24


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. હરવા ફરવા તથા ખાવા પીવામાં ખર્ચ વધી જશે. શુક્રની કૃપાથી ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. નવા મિત્રો મળશે. શુક્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Venus’ ongoing rule greatly increases your inclinations towards fun and entertainment. You will spend much towards travel and dining. Squabbles between couples will reduce with the grace of Venus. You will make new friends. You could get opportunities to travel abroad. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 20, 21, 22


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે સાંભળશો બધાનું પણ કરશો તમારા મનનું. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ કરવાનો ચાન્સ મળશે. શુક્રની કૃપાથી તબિયતમાં પણ સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 20, 23, 24 છે.

Venus’s ongoing rule has you listening to all, but doing as per your mind. Financial prosperity is indicated. You will get new work opportunities. Health will also improve. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 20, 23, 24


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દુશ્મન તમને ખોટી જગ્યાએ ફસાવી ન દે તેનું ધ્યાન રાખજો. રાહુ તમને નાની બાબતમાં બેચેન બનાવી દેશે. કરેલા કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલીઓ આવશે. ઘરવાળાનો સાથ નહીં મળવાથી વધુ પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 24 છે.

Rahu’s ongoing rule suggests that you pay attention to not letting your enemies trick you. You could feel restless about petty matters. You could face lots of challenges in completing your work. The lack of support from family will trouble you. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 18, 19, 21, 24


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે કોઈના મદદગાર બની શકશો. અટકેલા નાણામાંથી થોડી રકમ પાછી મેળવવામાં સફળ થશો. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. વડીલવર્ગની સેવા કરી તેમની ભલી દુવા મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Jupiter’s rule till 24th November will make you helpful towards another. You will be able to retrieve a part of your stuck funds. You will be able to invest from your earnings. You will get the blessings of the elderly by serving them. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 21, 22, 23

Leave a Reply

*