ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ કેખશ‚ કાબરાજી તેમજ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લેજ જતા હતા. કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળીના સ્થાપક અને ગાયક તરીકે, તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ફાએશ હતી કે મરહુમની હાજરી કોઈબી નાટકશાળામાં ખેલાડીઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠૂંઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલુ માન આપી વર્તતા હતા. તમાશબીન […]