બીજા ધર્મોની ફીલસુફીમાં માનવીનું બંધારણ સાત તત્વોનું બનેલું હોય છે એમ કહે છે જ્યારે જરથોસ્તી ઈલ્મે-ક્ષ્નૂમનું શિક્ષણ શીખવાડે છે કે શું હસ્તીની મીનોઈ નુરી શએ (ચીજ)ઓનું કે શું નીસ્તીની અનાસરી શએઓનું બંધારણ નવ તત્વોનું બનેલું છે. ‘ઈલ્મે-અયદાદ’ એટલે કે સંખ્યાની ફીલસુફી કે જેની અંદરજ તમામ સૃષ્ટી રચનાનો ભેદ સમાયો છે. તે બાબદમાં જોતા ગમે તેવી મોટી રકમ લઈશું તો તેની અંદર ૧ થી ૯ અને ૦ સુધીના આંકડાઓજ આવશે. જેમાનાં એકથક્ષ સાત સુધીના આંકડાઓમાં હસ્તીને લગતી ફીલસુફીનો ભેદ છે.
આંઠનો આકડો જે કચાસનો છે તે નીસ્તીનો ભેદ રાખે છે જેને નવની સર્ંપૂણ ગતિને પામવાનું છે જેથી તે દસની કમાલ્યનતને પહોંચી શકેએટલે કે તે સાહેબ અહૂ જે એકલો એક જ છે તેને પામવા માટે શુન્યની (ફ્રવષીની) હાલતમાં દરેક શુન્યને અંતે જવાનું છે. ‘ઈલ્મે-ઈન્ડીસત’ યાને ગણિતશાસ્ત્રની એ જોતાં નવનાં આંકની ખાસ ખૂબી એ છે કે એને ગમે તેટલી નાની કે મોટી રકમે ગુણતાં જે જવાબ આવે છે કે જવાબના આંકડાઓને સરવાળો કરતાં પાછો નવનો જ આંકડો આવીને ઉભો રહે છે.
દાખલા તરીકે ૯ડ્ઢ૫=(૪+૫=૯)
૯ડ્ઢ૧૮૫=૧૬૬૫ (૧+૬+૬+૫=૧૮=૧+૮=૯)
આવી રીેતે જોતાં નવનો આંક સંપૂર્ણ ગતિ ધરાવનારો છે. આપણી જિંદગી નેમ પણ સંપૂર્ણતાએ પુગવાની જ હોવાથી આપણા શરીરનાં બંધારણની અંદર જુદા જુદાં નવ તત્વો કુદરત તરફથી અપાયેલા છે.
- સમુદાયના સભ્યોએ આઈએમએફની સેવા પખવાડા ઇવેન્ટમાં ભાગ લીધો - 12 October2024
- જીતનો પર્વ એટલે દશેરા - 12 October2024
- દાદીશેઠ આતશબહેરામે શુભ સાલગ્રેહની ઉજવણી કરી - 12 October2024