(જેમને કોલોનીના પોરિયાઓ સેકસી ગંગુબાઈ તરીકે ઓળખે છે) રાબેતા મુજબની વાર્ષિક છુટ્ટી લઈ લીધી અને મે મહિનામાં મુલકમાં ગઈ હતી તે 40 દિવસ થઈ ગયા છતાં પરત આવી નથી!! આથી મહેરબાઈના બધાજ કામકાજ ઉલટા થઈ ગયા અને બધો જ ગુસ્સો તે બિચારા ગરીબ મહેરવાનજી પર કાઢવા લાગ્યા.
ગંગુબાઈએ 40 દિવસ પછી પણ કામ પર આવ્યાનો રિપોર્ટ આપ્યો નથી! શું તેઓ વર્લ્ડ ટૂર પર ગયા છે?
આપણે પારસીઓ ચોક પૂવાનું કામ સવારે આઠ વાગ્યે કરીએ છીએ પરંતુ આ મહારાણી સકુ તો ઝાડુ અને ચોક પુરવાનું કામ 10-11 વાગ્યે કરે છે!! ક્ેટલું શુકનવંતુ મહેરવાનજી કંઈ કરો!!
‘યસ ડીયર’ મહેરવાનજીએ પારસી ટાઈમ્સ વાંચતા કહ્યું.
‘તમે જાણો છો હું શું કહુ છું?’
મહેરવાનજી: ‘યસ ડીયર, સાંભળું છું આ બધી બાબત!’
મહેરબાઈ: ‘ફાઈન જો તમે ખરેખર વાત સાંભળી હોય તો મેં કહ્યું તે ફરીથી રીપીટ કરો. તમે સાંભળ્યું નથી માત્ર યસ ડીયર, યસ ડીયર જ કહો છો…’ બરાબર તે જ વખતે ડોરબેલ વાગી અને સકુએ ગ્રાન્ડ એન્ટ્રી કરી, નવ વારી સાડીમાં!! જાણેકે પ્રિયંકા અને દીપીકા જે બાજીરાવ મસ્તાનીમાં પિંગા સોંગમાં છે તેમ.
મહેરબાઈએ બૂમ પાડી હે કાય? હે ટાઈમ આહે યાયચા? ચલા ઝાડુ કટકા કરા!
સકુએ પણ બૂમ પાડતા કહ્યું: બોંબાબોંબ નકો કરૂ. મી તુજા મહેરવાનજી નાહી કી ચૂપ બસેલ. આતા મી દોન દિવસ યેતે, નંતર પરત ગાવી જાનાર ચાર દિવસ સાઠી, ગાવીત કોણી સગાવાલા મરૂન ગેલા.
મહેરબાઈ: ‘મરેરે! ગેલા પુરા મે આણી જૂન મહિના સુટ્ટીવર ગેલી આણી પુરા પગારબી ઘેતલા. હરેક મહિના મદી તુ 3-4 દિવસ ખારા કરતે. અસી કસી ચાલેલ? મહેરવાનજી કંઈ કહો આને.’
મહેરવાનજીને બ્રિલીયન્ટ આઈડિયા આવ્યો તેમણે સકુને ગામમાં રહેતા તેના દરેક સગાસંબંધીઓનું લિસ્ટ આપવા કહ્યું કે, જેમ કોઈ મરી જાય તો તે લિસ્ટમાં કેન્સલ કરી શકે કારણ સકુના પાંચ કાકા, ચાર દાદા અને પાંચ મામાચી મુલગી છેલ્લા વરસમાં ગુજર પામ્યા હતા.
સકુ: કાઈ સાહેબ, ગરીબ માણસાચી મશ્કેરી કરતે?
આ વખતે મહેરબાઈએ સકુને કહ્યું કે તું જાય તો ચાર દિવસ ‘બદલીચી બાઈ’ મૂકતી જજે.
બીજે દિવસે ઈન્ટરવ્યૂ શરૂ થયા હતા. ચારને મહેરબાઈએ આઉટરાઈટ નકારી કાઢયા હતા. પાંચમી બાઈ મુમતાઝ બેગમ હતા. મહેરવાનજી મહેરબાઈના કાનમાં બોલ્યા કે ‘બહુ ભારી વાયબ્રેશનવાળું નામ છે!’ મુમતાઝે ઘરનું ઈન્સ્પેકશન કર્યુ અને કહ્યું ઘર બહુ નાનુ છે. બે વોશરૂમ અને નાનું કીચન ‘એસે ઘરમેં કામ નહીં કરૂગીં.’
મેરવાનજી ગુસ્સે થયા અને કહ્યું, ‘તો જાઓ, તુમ્હારા શાહજહાં કો બોલો દુસરા તાજમહાલ બનાવો તુમારા જોપડપટ્ટીમે.’
બીજી આવી જુવાન સેકસી છમ્મક છલ્લો અને મહેરબાઈએ તેમને કામના અનુભવ વિશે પૂછયું. છોકરીએ જવાબ આપ્યો કે દિવસે મારે ‘યસ બાઈ, યસ બાઈ’ કહેવાનું અને રાત્રે ‘નો સાહેબ, નો સાહેબ’ તેમના મિસ્ટરને કહેવાનું અને મહેરબાઈએ તુરત જ ઈન્ટરવ્યુ ટર્મિનેટ કરીને તેને ઘર છોડી જવા કહ્યું.
ત્યારબાદ આળસું લક્ષ્મીનો વારો આવ્યો તેણે કહ્યું કે તે નવ વાગ્યે આવશે ત્યારબાદ બે ઈંડા, બટર, જામ અને ચીચ (ચીઝ)નો નાસ્તો કરશે અને સાથે બે કપ ચા પીશે. ત્યારબાદ કેટલુંક હાઉસહોલ્ડ કામ કરીને બપોરે બે થી ચાર આરામ પછી સાંજે પાંચ વાગ્યે બગીચામાં બહેનપણીને મલવા જશે અને ડીનર ટાઈમે પાછી આવશે.
મહેરવાનજી: હમકો કામવાલી બાઈ માંગતા, મહેમાન નહીં માંગતા.
ત્યારપછીના કેન્ડીડેટનો પહેલો પ્રશ્ર્ન હતો ‘પગાર કીતના?’
મહેરબાઈ: કામ કર્યા વગર આવું કંઈ રીતે પૂછી શકાય? તેને દરવાજો બતાવ્યો.
બરાબર તેજ વખતે ડોરબેલ વાગી તે શોર્ટ-સ્વીટ ગંગા હતી તે એટલી બટકી હતી કે મેરવાનજી એ કહ્યું કે ‘કોઈ હાફ પિન્ટ આવીચ.’
મહેરબાઈએ તેને રિજેકટ કરી કારણ બટકા હોય તે લુચ્ચા હોય, ‘આવી બટકી બલા મારા ઘરમાં નહીં જોઈએચ.’
એકા એક સકુ આવેછ અને કહે છે કે તેને આ મહિને નહીં પણ આવતે મહિને છૂટ્ટી જોઈએછે.
‘શા માટે?’ મહેરવાનજીએ કહ્યું તારા સગા ફરીથી જીવતા થયા કે શું?’
‘હોના અશીચ ઝાલા તો કોમા મધે હોતા આની જાગ્રત ઝાલા.’ મને આવતા મહિના 4-5 દિવસ રજા આપજો.
મહેરવાનજી: આવતા મહિને શા માટે? શું તે હવે આવતા મહિને મરશે?
સકુ: નહીં શેઠ! હવે તે બરાબર છે તેના મેરેજ થવાના છે અને તેની સગાઈ હવે છે તે સાકર-પુડા થશે પછી એના આવતા મહિને લગન પછી નવ મહિના પછી ડિલીવરી ત્યારે પછીના દરેક વર્ષે ડિલીવરી 4-5 મુલગા-મુલગી હોવા જોઈએ અમે પારસી જેવા નથી!! મોટી વયે લગન અને પછી બાળકો નહીં અથવા માત્ર એક જ હોય અમે તો ધરતી પુત્ર છીએ કુદરતની સાથે કુદરતી રહીએ છીએ. આથી અમને ઘણા બચ્ચાંઓ હોય છે. અમારા ઘર બાળકોના હસવા અને પૌત્રના ખડખડાટ હસવાથી ભરેલા હોય છે. પારસી ઘરમાં કામ કરીએ છીએ ત્યાં બાળકો ઓછા છે.
એક પારસી મેમસાબે કહ્યું હતું કે તમારી કોમમાં ‘અનમેરીડ આન્ટી’ કાજવાલી બનીને બીજાને લગનની સલાહ આપે છે. જેમને બાળકો નથી તેવા કપલ્સ બીજાને વધુ બાળકોની સલાહ આપે છે!!
મહેરબાઈ: તે વાત સાચી છે મમાઈ બપાઈને 7-8 બચ્ચા હતા આજે કોઈ યુવાન પારસી છોકરીને પ્રેગનેન્ટ જોવી તે રેર છે કમ્યુનીટી છાપરા પરથી પોકારે છે. જીયો પારસી!! આપણી કોમનું થોડા વર્ષો પછી શું થશે?’
મેરવાનજી: ડોન્ટ અપસેટ મારી મહેરૂ મલીદો ખોદાયજીનો આભાર કે આપણને બચ્ચા, ગ્રાન્ડ બચ્ચા અને ગ્રેટ ગ્રાન્ડ બચ્ચાઓ છે!!
- Journey To The Inner World - 11 January2025
- Meherbai’s Mandli Hold Last Party Of The Year! - 28 December2024
- The Face Of Jesus And The Face Of Judas - 21 December2024