નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

2જી ઓકટોબર 2017ને દિને નવસારી આતશ બહેરામની 252મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારના જશનની ક્રિયા એરવદ ફ્રેડી પાલિયા અને બીજા દસ મોબેદો દ્વારા સવારે 9.30 કલાકે કરવામાં આવી હતી અને  લગભગ સો જેટલા જરથોસ્તીઓએ આ જશનમાં ભાગ લીધો હતો. સાંજના જશનની પવિત્ર ક્રિયા એરવદ ખુરશેદ દેસાઈ અને બીજા તેર મોબેદો દ્વારા સાંજે 7.00 કલાકે કરવામાં આવી હતી. સાંજે જમશેદ બાગના જમણવારમાં લગભગ બસો જેટલા જરથોસ્તીઓએ ભાગ લીધો હતો.

 

About રૂઝબે ઉમરીગર

Leave a Reply

*