સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

હવે જીંદગી દરમ્યાન સરોશ યઝદ એક અશોઈને માર્ગે ચાલનાર ઉરવાનનો દરૂજી (ખરાબ શક્તિ) સામે ચાલુ બચાવ કરે છે. તમામ જાતની 21 દરૂજીઓ જેમાંની ઘણીક દરૂજીના નામો જુદી જુદી યશ્તોમાં મળી આવે છે, તે બધી દરૂજી (અસરે-તારીકી’ યાને નાશને લગતી છે. પતેત પશેમાનીમાં જણાવેલી ‘દજી-એ-હઈર’ યાને ‘દરૂજી એ હીખ્ર’ જે બાલ, નખ, થુક, લોહી, પરૂ, ઓક, પેશાબ, મળમુત્ર વગેરે શરીરમાના નજીસાતોની અંદરના ખરાબ પ્રવાહોને લીધે ઉત્પન્ન થાય છે તે તેમજ ખુરદાદ યશ્તમાં જણાવેલી ‘દરૂજી-એ-હષી’ તથા ‘દરૂજી-એ-ઘષી’ જેવી ગુહ્ય છુપા અંગોને લગતી ઘણીજ ખરાબમાં ખરાબ ખાનાખરાબી કરનારી દરૂજીઓ અને ‘દરૂજી-એ-નસુ’ યાને મુરડાળ ચીજોને અડકવાથી તથા મુરડાળ ચીજો જેવી કે ગોશ્ત, મચ્છી વગેરે કોહતી નસાની ખરાબ ચીજો ખાવાથી ખરાબ પ્રવાહો ઉત્પન્ન થાય છે તે ‘દરૂજી-એ-બુજી’ યાને દશ્તાન તથા મનીને કાયદાસર નહીં જાળવ્યાથી યાને તેને લગતી તરીકતો નહીં પાળ્યાથી જે મનનો કાબુ ખોરવનારી તેમજ શેહવત (હવસ) વધારનારી ઘણીજ બલવાન ખરાબ મેગ્નેટીક પ્રવાહની અસરો ઉત્પન્ન થાય છે.
(ક્રમશ)

Leave a Reply

*