મીસ બામજીને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

નરગિસ કેખશરૂ બામજી ‘ધ ફ્લોરેન્સ નાઇટિંગેલે ઓફ એજ્યુકેશન’નો જન્મ તા. 2જી જુલાઇ, 1917ના રોજે થયો હતો. આવતી કાલે તેઓ તેમના 100 વરસ પૂર્ણ કરશે. તેમણે સર જેજે ફોર્ટ ગર્લ્સ હાઇ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે પોતાની છોકરીઓના મનમાં જ્ઞાનના દીવા પ્રગટ કર્યા હતા, જ્યાં તેમણે ચાળીસ વર્ષથી વધારે સેવા આપી હતી. તેમણે તેમના જીવનના તમામ પાસાઓમાં સફળતા […]

શિરીન

તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું. ‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’ ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી […]

શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો અને સઘળી ચીજો તેનાથી કિમતી બની. અગર જો જહાનમાં જોડું ન હતે તો શક્તિ છૂપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન […]

જેહાન માદન નાવર બન્યા

12 વરસના જેહાન માદન, હુતોક્ષી અને ફરોખ માદનના દીકરા તા. 9મી જૂન 2017ને દિને ડીડી ઉમરીગર આદરિયાન, ફત્તેહગંજ, વડોદરામાં વિધિવત નાવર બન્યા હતા. એરવદ હોમાવઝીર ભેસાનીયા અને એરવદ કેરસી ભેસાનિયા દ્વારા આ ક્રિયાઓ કરવામાં આવી હતી. માદન કુટુંબ દ્વારા ટ્રસ્ટીઓ તેમના કુટુંબ અને આદરિયાનના સ્ટાફને તેમણે કરેલા સપોર્ટ માટે તેમનો આભાર માન્યો હતો.

હોમી મહેતાને 100 વરસના જન્મદિનની શુભ કામનાઓ

વ્યક્તિ જ્યારે 100 વરસ પૂરા કરે છે ત્યારે તે ઘટના જાદુઈ અને અકલ્પનિય હોય છે ખરેખર, જેઓએ સદી ફટકારી છે તેઓ સારૂં નસીબ ધરાવે છે અને ભગવાન તેમના પક્ષમાં છે તેવાજ છે હોમી રૂસ્તમજી મહેતા 23મી જૂન 1917 ના રોજ કામા પાર્કમાં જન્મેલા તે ‘યુવાન’ માણસ. હોટલ કાર્લ રેસીડન્સી (અંધેરી) ખાતે છેલ્લા શુક્રવારના દિવસે આ […]

પ્રોફેસર ડો. મહેર માસ્તર મુસ

આપણે પ્રોફેસર ડો. મહેર માસ્તર મુસને સંજાણમાં ઝોરાસ્ટ્રિયન કોલેજની સ્થાપના કરનાર તરીકે ઓળખીયે છીએ સાથે તેઓ તેમની કેપમાં વિવિધ પીછાઓ ધારણ કરે છે. તેમણે સમુદાય અને આપણા દેશને ગર્વ થાય તેવા કાર્યો કર્યા છે. તેઓ પહેલા પારસી સ્ત્રી હતા જેમણે ઓકસફર્ડ યુનિવર્સિટીમાં લો સાથે ગ્રેજયુએશન પૂરૂં કર્યુ હતું. ડો. મહેરે તેમના ત્રીસ વરસ ઈન્ટરનેશનલ એકેડેમિક […]

ડો. કાવારાણાને શ્રધ્ધાંજલિ

24મી જૂન 2017ને દિને ડો. કેકુ કાવારાણા 76 વરસના અગ્રણી ઓરથોપેડિક સર્જન બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન પામ્યા. 22મી જૂન ગુરૂવારે તેમના મલબાર હિલના રહેઠાણ ખાતે તેઓ સુઈ ગયા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ઈન્હેલેશનના લીધે તેઓનું મૃત્યુ થવા પામ્યું હતું. મેડિકલ સોર્સે જણાવ્યું કે ડો. કાવારાણા જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા […]

Your Moonsign Janam Rashi This Week –
1st July, 2017 – 6th July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જતા હશો. ડ્રાઈવીંગ સંભાળીને કરજો. જમીન જાયદાદના કામ સંભાળીને કરજો. તમારી વસ્તુ તમને નહીં મળવાથી વધુ નારાજ થઈ જશો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેવાથી વધુ પરેશાન થશો. કામકાજમાં અપજશ મળશે. મંગળને શાંત […]