Your Moonsign Janam Rashi This Week –
1st July, 2017 – 6th July, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જતા હશો. ડ્રાઈવીંગ સંભાળીને કરજો. જમીન જાયદાદના કામ સંભાળીને કરજો. તમારી વસ્તુ તમને નહીં મળવાથી વધુ નારાજ થઈ જશો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેવાથી વધુ પરેશાન થશો. કામકાજમાં અપજશ મળશે. મંગળને શાંત કરવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

With Mars ruling over you till 24th July, so you will get angry and agitated by small things. Be very careful while driving. Take caution in matters related to property and land. You will be in a sombre mood due to problems at home. You might get discredit for your work. Pray ‘Tir Yasht’ daily to calm Mars.

Lucky Dates: 1,2,3,4.

.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શીતળ અને શાંત ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ ડિસીઝન લેશો તેમાં સફળતા મળશે. બીજાનું ભલુ કરવા મહેનત કરી લેશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ કચાસ બાકી નહીં રાખો. નવા મિત્રો મળવાથી મનને આનંદ થશે. 26મી જુલાઈ સુધી ગામ-પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. હાલમાં દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.

With Moon ruling  over you, success will come your way in whatever decisions you take. You will not shy away from helping others. You will not leave stone unturned to fulfil wishes of your family members. New friends will make you happy. If you get chances of travelling, don’t let it go. Pray 34th name ‘Ya Bestarna’ 101 times.

Lucky Dates:3,5,6,7.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

5મી જુલાઈ સુધી સૂર્ય તમને ખૂબ તપાવશે. તમને તમારી ચીજ વસ્તુ નહીં મળે. હાલમાં  આંખમાં અંધારા, પ્રેશર જેવી બીમારીથી પરેશાન થશો. આ અઠવાડિયાના છેલ્લા બે દિવસમાં શાંતિ મળવાના ચાન્સ છે. ઉતરતી સૂર્યની દિનદશામાં સરકારી કામમાં મુશ્કેલી નહીં આવે તેનું ધ્યાન રાખજો. વડીલવર્ગની તબિયતમાં અચાનક બગાડો આવશે. છેલ્લા અઠવાડિયામાં મનને શાંતિ આપવા 96મું નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા.1, 2, 4, 7 છે.

Sun will rule over you till 5th July and it will give you hard time. You will not find the required things.  Problems related to eyes and pressure will trouble you. You might get some respite during last two days of this week. Be very careful while doing any government related work. Take care of the health of the elders. Pray 96th name ‘Ya Rayomand’ to calm your mind..

Lucky Dates:1, 2, 4, 7.

.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. 16મી પછી તમારા નાના કામ પણ પૂરા નહીં કરી શકો. ખોટા ખર્ચા પર કાપ મૂકી બચત કરજો. અપોઝિટ સેકસની સાથે સંબંધ સુધારવામાં સફળ થશો. ગામ-પરગામથી સારા સમાચાર મળી શકશે. શુક્રની કૃપાથી બીજાને સમજાવવામાં સફળતા મળી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

With Venus ruling over you, try to finish off your important work first. After 16th, you will feel hurdles in completing small tasks. Try to control your expenses and concentrate on savings. You will be successful in improving your relationships with opposite gender. With the blessings of Venus you will be in a position to convince others. Pray ‘Behram Yazad’ daily.

Lucky Dates: 3, 4, 5, 6.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી સારા કામ થતા રહેશે. તમારા કામથી તમને સેટીસફેકશન મળશે સાથે ધનલાભ પણ મળતા રહેશે. રોકાણ કરેલા નાણાંમાથી ફાયદો મળતો હોય તો ફાયદો લઈ બીજી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં મુશ્કેલી નહીં આવે. વધુ ધનલાભ મેળવવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

With Venus ruling over you, good deeds will happen from your hand. You will get  both satisfaction and money from your work. If you are getting returns from your investment, pocket it and invest it somewhere else. You will not have trouble fulfiling your family member’s wishes.  To get more financial gains pray ‘Behram Yazad’.

Lucky Dates:4, 5, 6, 7.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

પહેલા ત્રણ દિવસ શાંતિમાં પસાર કરી લેજો ઉતરતી રાહુની દિનદશા આખું અઠવાડિયું બગાડી નાખશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. નાની ભૂલ તમને મોટી માંદગી આપી દેશે. 5મીથી 70 દિવસ તમારા દુ:ખ દૂર કરવામાં સફળ થશો. નવા કામકાજ કરવાનો ચાન્સ મળતો રહેશે. છેલ્લા અઠવાડિયામાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી શાંતિ મળશે.

શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.

Rahu will rule you till 5th July, so be very careful during remaining three days, otherwise Rahu will ruin your entire week. Be extra careful in eating and drinking, because a small change or mistake will land you in trouble. After 5th July, for next 30 days you will get lot of relief. You will get the chances to work on new assignments. Pray ‘Mahabokhtar Niyaish’ regularly.

Lucky Dates: 2, 3, 6, 7.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

રાહુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી ઓગસ્ટ સુધી તમને નાની વાતમાં દુ:ખ લાગી જશે. તમારા પોતાના તમને સાથ નહીં આપે તેનું દુ:ખ થશે. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. ખર્ચ વધુ કરવાથી પણ તમને સંતોષ નહીં મળે. રાહુ તબિયત માટે સારૂં ફળ નહીં આપે. તાવ કે પેટની માંદગીથી સંભાળજો. કોઈ પણ વ્યક્તિની જવાબદારી લેવાની ભૂલ કરતા નહીં. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5 છે.

With Rahu ruling over you till 6th August, you will get hurt by small comments and matters. You will be lonely and sad as your own people will not support you. Financial matters look tight. You will not get satisfaction after spending more. Be careful about your health, especially ailments related to stomach and fever might trouble you. Don’t take any responsibility. Pray ‘Mahabokhtar Niyaish’ daily.

Lucky Dates:3, 4, 5.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરતા હશો તે કામ પૂરા કર્યા વગર મૂકશો નહીં. આવકની સાથે થોડીઘણી બચત કરવાનું ભુલતા નહીં. ઘરવાળાનો સાથ સહકાર મળવાથી વધુ આનંદમાં રહેશો તેઓની ડિમાન્ડ પૂરી કરવા માટે વધુ કામ કરી ધન કમાઈ લેશો. ગુરૂની કૃપાથી તમારા હાથથી નાનુ એવું ચેરિટીનું કામ કરી શકશો. સફળ થવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 5, 6, 7 છે.

With Jupiter ruling you, You will not leave any work unfinished halfway. Good income is on the cards, don’t forget to save some money too. You will get good support from your family members and this will keep you happy. You will earn more to fulfil theire demands. You will do some charity related work during this period. To get success pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 1, 5, 6, 7.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે તેથી હવે ધીરે ધીરે તમે તમારા પ્રોબ્લેમમાંથી બહાર નીકળવામાં સફળ થઈ જશો. જો નાણાકીય પરેશાનીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. ગુરૂની કૃપાથી સોશિયલ કામોમાં ભાગ લેશો. કોઈ મદદ માંગવા આવે તો ના નહીં પાડતા. જ્યાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.

Jupiter will rule you till 24th August, so you will come out of the problems slowly but surely. However, you will not find easy way out in financial matters. Your social life will be very active. Don’t turn away anyone who has come to you for help. You will get lot of respect at your work place. Pray ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 2, 3, 4, 7.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તેથી બનતા કામ બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં.મહેનતથી બચાવેલો પૈસો ખોટી જગ્યાએ વપરાઈ જશે યા તો ડોકટરની પાછળ ખર્ચ કરવો પડશે. શનિને કારણે હાલમાં તમે થોડાઘણા આળસુ બની જશો. શનિ તમને તમારી ચીજ વસ્તુ મેળવવામાં ભાગદોડ કરાવશે. મહેનત પ્રમાણે ફળ નહીં મળવાથી પરેશાન રહેશો. ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2,5, 6 છે.

Till 26th July, Saturn will rule over you, so don’t be surprised if your work gets delayed or stucked in between. Your hard earned money will be spent on wrong things, you might have to spend on doctors. You will become bit lazy during this period. You might have to run around to get your things done. You will get frustrated due to low results in comparison to efforts you have put. Pray ‘Moti Haptan Yasht’ without fail daily.

Lucky Dates: 1,2,5,6.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા દરેક કામમાં સફળતા મળશે. જે કામમાં ફાયદો મળતો હશે તે કામ પહેલા કરજો. કામકાજમાં સફળ થવા માટે બુધ્ધિબળ વાપરી કામ કરશો. મિત્રનો સાથ સહકાર મળવાથી કામમાં વધુ સફળતા મળશે. ચાલુ કામમાં નાણાકીય ફાયદો મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.

With Mercury ruling over you till 20th July, you will get success in all your endeavours. Work which is more rewarding, finish it first. To be successful in your work use your brain. With the help of friends you will get good success in your work. You will get financial gain in routine work as well. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates:3,4,5,7.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને લાંબા સમય બુધ જેવા શુભ ગ્રહની દિનદશામાં પસાર કરવાના છે. 20મી ઓગસ્ટ સુધીમાં નાની મોટી મુસાફરી કરીને વધુ નાણા મેળવવામાં સફળ થશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. બુધની કૃપાથી ગામ-પરગામથી સારા સમાચાર મળશે. અચાનક ધનલાભ મળી જશે. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 2,4, 6 છે.

You will be under Mercury rule for a long period of time. Till 20th August you will be in a position to travel and earn good money too. Chances of finding new friends are very bright. You will hear good news from out station. Sudden money gains can’t be ruled out. Don’t forget to invest money in good place. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates: 1, 2, 4, 6.

.

Leave a Reply

*