ખાંસીનો ઉપદ્રવ

અત્યારે મોસમ બદલાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે કફ અને ખાંસીએ ઉપદ્રવ મચાવ્યો છે. ઘરમાં બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને થોડા ઘણા અંશે આ બીમારી હેરાન તો કરતી જ રહે છે. તમે આ બીમારીને દૂર ભગાવવા ઘરે જ પોતાની જાતે એક સિરપ બનાવી શકો છો. 250 મિલી લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ, સૂંઠના બદલે તમે […]

હસો મારી સાથે

કીડી રીક્ષામાં બેઠી અને એક પગ બહાર રાખ્યો… રીક્ષાવાળો: બેન પગ અંદર રાખો… કીડી: ના….રસ્તામાં હાથી મળે તો લાત મારવાની છે… નાલાયક કાલે આંખ મારતો હતો. *** પિતા દીકરીના પ્રેમીને કહે: હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે. પ્રેમી: એટલા માટે જ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.

માલ્કમ બજાં મરતાબ બન્યા

નોઈડાની લોટસ વેલી ઈન્ટરનેશનલ સ્કુલના 8માં ધોરણમાં ભણતા બાર વરસના એરવદ માલ્કમ બજાં તા. 4થી જાન્યુઆરી 2018ના દિને રૂસ્તમ ફરામના અગિયારીમાં નાવર મરતાબ બન્યા હતા. દિલ્હીના સૌથી નાની વયના નાવર મરતાબ એરવદ માલ્કમે એરવદ કૈઝાદ કરકરિયા, એરવદ અસ્પી કટીલા અને એરવદ જેહાન દરબારીના માર્ગદર્શન હેઠળ દસ દિવસની મરતાબની ક્રિયા પૂરી કરી હતી. દિલ્હી તથા સમગ્ર […]

હસો મારી સાથે

મમ્મી: બેટા,  નિશાળમા આજે શુ શીખવાડયું? ચીંટુ: લખતા શીખવાડયું. મમ્મી: શુ લખ્યું? ચીંટુ: ઈ વાંચતા નથી શીખવાડયું. **** દરદી : ડો. સાહેબ મને કાલથી પાતળા પાતળા ઝાડા થાય છે ડોક્ટર: તો થવા દે ને તારે ક્યા એના છાણા થાપવા છે **** જીવનમાં અપ્સરા એક જ મળી… પેન્સિલ…  

પ્રેમ ચેપી હોય છે !

શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી યઝદી હમેશાં સંતરાં ખરીદતો. સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો  અરે ડોશીમા, જુઓ તો,  આ સંતરું ખાટું છે !  ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને  કહેતી, જા રે બાવા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ! થોડું છોલેલા એ સંતરાને ડોશી […]

હયુજીસ રોડની વાચ્છાગાંધી અગિયારીની 161મી સાલગ્રેહની ઉજવણી

તા. 31મી ડિસેમ્બર, સરોષ રોજના દિવસે વાચ્છા ગાંધી અગિયારીની સાલગ્રેહનો શુભ પ્રસંગ ઉજવાયો હતો. સવારે હાવનગેહમાં માચી બાદ 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીના જશનની ક્રિયા પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાન્જી અને બેટા હોરમઝદની આગેવાની હેઠળ 11 મોબેદોની હમશરીકીથી થયું હતું. ઘણી સારી સંખ્યામાં હમદીનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જશનબાદ સર્વેએ હમ-બદંગી કરી હતી. સાંજે […]

બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’

બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’ ઉત્સાહ પૂર્વક ઉજવાયો અને પાંચ હજાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. તા. 22/12/17ના શુક્રવારના રોજ સુરત પારસી પંચાયત સંચાલિત બાઈ પી.એમ.પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના ધોરણ 5 થી ધોરણ 8માં  ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી આચાર્યા શ્રીમતી ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે […]

ઈરાનશા ઉદવાડા ઉત્સવ 2017

આઇયુયુ 2017 એ જે વચન આપ્યું હતું તે પૂરૂં કરીને બતાવ્યું… અને પછી કેટલાક!! તમામ સ્થાનોના ભારતીય પારસી સમુદાયના સૌથી પવિત્ર સ્થાન ઈરાનશા ઉદવાડામાં એકઠા થયા અને આપણો ઈતિહાસ, આપણી સંસ્કૃતિ, અને મહાન જરથોસ્તીઓને ઉદ્દેશીને, 2017માં આઇયુયુના બીજા અધ્યાયની થયેલી ઉજવણી ખરેખર સમુદાય માટે સન્માન લાયક હતી. આઇયુયુ 2017 જે આપણા ભવ્ય વારસાને અંજલિ આપે […]

ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

‘પારસી સમુદાયના સભ્યો માત્ર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝમાં જ નહીં પરંતુ અણુ ઊર્જા, ઉદ્યોગ, સંરક્ષણ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કાનૂની વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પારસી સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં પ્રચંડ યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિ, નેતૃત્વ, સંગઠન અને સમાજને સમર્પણ કરીને આપણા રાષ્ટ્રીય જીવનને સમૃદ્ધ કર્યું છે. હું આયોજકો, સહભાગીઓ […]

હેપી ન્યુ ઈઅર

હેપી ન્યુ ઈઅર, રહેજો સુખી તનમનધનથી પી-ખાય, હરજો ફરજો ખૂબ અમનચમનથી ન્યુ વર્ષની ફેલાઈ સર્વત્ર ખુશીભરી હવા ઈચ્છા, બધી તમારી ફળે એવી દુવે અધુરા કામ તમારા, પૂરા કરજો તમામ રહેજો હળીમળી સૌ રાખજો ભલાઈના કામ

અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે સુધરી ગયા છીએ નહીં ?? અમે પહેલા, શરદી થાય તો સૂંઠ, હળદર, અજમા, તુલસી ખાતા, હવે, એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ!!! અમે પહેલા, મચ્છરોથી બચવા મચ્છરદાનીમાં સૂતા, હવે, જાત જાત ના કેમિકલ્સને શ્ર્વાસમાં ભરીએ છીએ!!! અમે પહેલા, ઉનાળાની રાતે અગાશીમાં સૂતા, હવે, એ.સી. રૂમમાં પૂરાઇ ને રહીએ છીએ!!! અમે પહેલા, રાત પડે ને વાળુ પતે […]