કોઈના વિશે જજમેન્ટ લેતા પહેલા સો વાર વિચારો 

એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. થોડીવારમાં સમુદ્રમાંથી […]

હસો મારી સાથે

જે લોકો બાઈક અને સ્કુટી નાગણની જેમ લહેરાવીને ચલાવતા હતા તેઓ સંભાળે કારણ કે ચલણ 5000 થઈ ગયું છે. *** સંભાળીને ચાલજો, હલકુ ખાજો, ભારી ચીજ ના ઉઠાવશો કારણ નવમો મહિનો (સપ્ટેમ્બર) લાગી ગયો છે. *** સમતોલ ં માટેના એક સેમીનારમાં પ્રશ્ર્ન પુછાયો… કઠોળના ફાયદા શું? પતિ: શાક સુધારવું નથી પડતું.

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ […]

હસો મારી સાથે

આવું પણ થાય ક્યારેક ક્યારેક.. કોલેજનો પહેલો દિવસ.. ફર્સ્ટયરના ઘણા છોકરા છોકરીઓ ગેટ પાસે જમા હતા..!! એમાં હું એકદમ દેખાવડો, રૂઆબદાર, ગેટ માંથી આવતાં એણે મને  જોયો, ખૂબ ગમી ગયો..એને એકદમ બેધડકપણે એ સીધી જ સામી આવી ગઈ.. બોલી: હાય, હું.., ફર્સ્ટયર હું બોલ્યો: ‘ના, હું તો મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું. સંતુરસાબુ શું […]

એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

વજીરના ઉપર તેનો પૂરતો ઈતબાર હોવાથી પાદશાહે તેની હકીકત ખરી માની વધુ શોધખોળ કીધી નહી. સારા ભાગ્યે શાહજાદાને પાધરો રસ્તો જડ્યો, તેથી પોતાનો મકાન તે સલામત જઈ પહોંચ્યો અને તે વજીરની ગફલતીથી તેની ઉપર જે જફા આવી પડી હતી તેનો ટુલોટવિલ હેવાલ પોતાના બાપ આગળ કહી સંભળાવ્યો. તે પાદશાહે પોતાના વજીર ઉપર એટલો તો રીસે […]

કર્મ માફ નહીં કરે

અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો. ડોક્ટરે સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી. સ્ટાફને કિધુ આ વ્યક્તીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇયે. રૂપિયાની લેવડ દેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં. પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું. ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને કિધુ. એક રૂપિયો પણ […]

પીર-એ-સબ્ઝ તીર્થયાત્રાનું યઝદમાં અવલોકન

પીર-એ-સબ્ઝ અથવા ચક-ચક, જે ઇરાન અને વિશ્ર્વના બીજા સ્થાનોથી આવેલા જરથોસ્તીઓની વાર્ષિક તીર્થ યાત્રા છે. જ્યાં પર્વતમાં છીછરી ગુફામાં આવેલ ફાયર ટેમ્પલમાં શાશ્ર્વત જ્યોત જીવંત રાખવામાં આવેલ છે જેની ઉજવણી 14મી જૂનથી 18મી જૂન સુધી કરવામાં આવે છે. જ્યાં પીર શબ્દનો અર્થ મંદિર થાય છે, સબ્ઝ શબ્દનો અર્થ લીલો થાય છે અને તેનું વૈકલ્પિક નામ […]

સારા વિચારો – વોહુમનો

જરથુષ્ટ્રે ભગવાનને સર્વશક્તિમાન તરીકે જોતા નથી, કેમકે તેમણે તેમના સ્તોત્રોમાં જાહેર કર્યું છે કે, માણસના સારા વિચારો, શબ્દો અને કાર્યોની સંચિત શક્તિ દ્વારા ભગવાન વધે છે. બહમન અમેશાસ્પંદ બધા ગોશપન્દ (પશુ)ઓના દેવદૂત છે અને સારા વિચારો ઉપર વડપણ કરનાર દેવ છે (વોહુમનો). આજે આપણા વિચારો આપણી વાસ્તવિકતા કેવી રીતે બનશે તેનો સામનો આપણે કરવાનો હોય […]

બીપીપી ગુમાવેલા ધાર્મિક મરહુમ સમર્થકોને શ્રદ્ધાંજલિ આપે છે

18મી જૂન, 2019ને દિને બોમ્બે પારસી પંચાયતના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી માનનીય વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેરજી જામાસ્પઆસા તથા નવસારીના ભાગરસાથ અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી, માનનીય વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોઝ દસ્તુર મહેરજીરાણાની યાદમાં શ્રધ્ધાંજલિ આપવા એક બેઠક બોલાવી હતી. બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, તેમના ધર્મપત્ની અનાહિતા દેસાઈ, બીપીપીના બધાજ […]

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે

એક 62 વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવાનુ શરૂં થયું. ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી. તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપોર્ટ આવ્યા. હવે તેઓ તે આંખથી જીવનભર જોઈ નહિ શકે આવું કહેવામાં આવ્યું. તો મિત્રો આપણુ શરીર એ પરમાત્માની […]

3 નિર્દોષ સવાલ

તપેલી ઠંડી હોય… તોય તપેલી કેમ કહેવાય…??? ** ગોળનાં ગાંગડા ગમ્મે એવા શેપમાં હોય.. ઇ ગોળ જ કેમ કેવાય..??? ** મીઠું ગમે એટલું ખારું હોય.. એને મીઠું જ કેમ કહેવાય છે?