હોમાજીની બાજ

આજે ગોવાદ રોજ અને દએ મહિનો તા. ૪થી જૂન ૨૦૧૬ છે અને આજનો દિવસ હોમા જમશેદ ઝાહિયાની પવિત્ર અને પુણ્યશાળી મૃત્યુ વર્ષગાંઠને ‘હોમાજીની બાજ’ તરીકે ઉજવવામાં આવે છે. જે લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે આશ્રયદાતા હોમાજીને સંત તરીકે માનતા હતા. આફ્રિનગાન પ્રાર્થનાઓમાં બેહદીન હોમા બેહદીન જમશેદ જેવા પવિત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ  કરવામાં આવે છે.

ભ‚ચના વણકર જમશેદના પુત્ર જે હોમાજી હતા. જે ગુજરાતમાં વસનાર પારસી હતા. એમના પિતા કવિ અને ભ‚ચના અગ્રણી નાગરિક હતા. સુરતના નાનપૂરા જિલ્લામાં પાલિયા સ્ટ્રીટ ખાતે આવે લી અગિયારીને જમશેદ ઝાહિયા નામ આપવામાં આવ્યું છે.

૧૮મી સદીના મધ્યમાં હોમાજી કમનસીબે કાબીસેહ વિવાદના શિકાર બન્યા હતા જે સમુદાયને વિભાજીત કરી રહી હતી. ૧૭૮૨માં વિવાદ ગંભીરતાથી વકરવા પામ્યો હતો. કદમી સ્ત્રી જે ગર્ભવતી હતી  અને એને લાત મારવાથી તેની કસુવાવડ થતા ખોટી રીત આરોપ હોમાજી પર મૂકવામાં આવ્યો હતો.

હોમાજીને ભ‚ચના નવાબ તથા મુંબઈમાં બ્રિટીશ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. કાબિસેહના વિાવદને લીધે મહોજીએ પોતાની નિર્દોષતા સાબિત કરી શકયા નહી. વાડિયા કુટુંબના એક સભ્યે હોમાજી સામે ખોટી સાક્ષી આપી અને તેના લીધે તેમને મૃત્યુદંડ થયો.

૧૧૫૩ ય.ઝ (૧૭૮૩એડી), ગોવાદ રોજ અને દએ મહિનોને દિને બઝારગેટના ફોર્ટના ખૂણામાં તેમને ફાંસી આપવામાં આવી.

હોમાજીને ફાંસીએ લટકાવતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમની ઉપર જે આરોપો લગાવ્યા છે તે ખોટા છે અને જે વ્યક્તિએ ખોટી સાક્ષી આપી છે તેનું (ચોરમના દિવસે) ચોથે દિવસ મોત થશે.  તેમણે વિશ્ર્વાસથી કહ્યું કે તેમને તેમની ઈમાનદારી અને નિર્દોષતા માટે જે લોકો યાદ કરશે તેમને તેમના આશિર્વાદ પ્રાપ્ત થશે. ઈતિહાસમાં જાણવા મળે છે કે તે સ્ત્રી અને તે વ્યક્તિ જેણે ખોટી સાક્ષી આપી હતી તે તેમના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા એમના ચોરમના દિવસે અને ત્યાર પછી હોમાજીની યાદમાં ગોવાદ રોજ અને દએ મહિનાના દિવસે ‘હોમાજીની બાજ’નો દિવસ મનાવવામાં આવે છે.

Latest posts by PT Reporter (see all)

About ખુશ‚ મહેતા

Leave a Reply

*