જમીન, પાણી હવા અને આતશ તરફની આપણા પારસીપણા તરીકેની ફરજ

water-earth-fire-air-the-four-elements-35854845-441-283 copyઆપણી આજુબાજુની પેદાયશોમાં આપણા માણસ ભાઈબંધ અને પ્રાણીઓ પછી, જમીન પાણી હવા અને આતશ, આપણું ખાસ ધ્યાન ખેંચે છે. માણસ અને પ્રાણી એ બેઉના ઉપયોગ માટે અહુરમઝદની એ નેયામતો અગત્યની છે. અને તેઓ તરફ આપણે કેટલીક ફરજથી બંધાયેલા છીએ. ફરજ એટલે અહુરમઝદની નેયામતો સ્વચ્છ અને સાફ રહે અને તે પૂરતા જથ્થામાં સર્વ જાનદાર પેદાયશને મળે, તેમ કરવું. સર્વને રહેવા અને ગુજરાન માટે ખેતી કરવા માટે સાફ જમીન મળે સર્વને પીવા અને ખેતી માટે સ્વચ્છ અને પૂરતું પાણી મળે સર્વને પોતાના શ્ર્વાસમાં લેવા પૂરતી અને સ્વચ્છ હવા મળે અને સર્વોની તંદુરસ્તી માટે પૂરતી ગરમી અને રોશની મળે એમ કરવું. એમ કરવામાં આપણો હિસ્સો પછી તે ગમે તેટલો નાનો હોય તો પણ તે આપવો.

જમીન તરફની આપણી ફરજ: અવસ્તા: દાતરે ગએથનાંમ અસ્તવઈતિનાંમ અષાઉમ! કત અસ્તિ દએનયાઓ માજદયસ્નોઈશ ઉ‚થ્વરે? આઅત મ્રઓત અહુરો મજદાઓ યત ઉઘ્રેમ પઈતિ યઓકર્ષ્તિ સ્પિતમ જરથઉઇ્ત્ર! (વંદીદાદ પર્ગર્દ ૩ ફ. ૩૦.)

અર્થ: (પયગમ્બર જરથુસ્ત્રે પૂછયું કે) ઓ હાડમંદ દુનિયાના અશો પેદા કરનાર! માજદયસ્ની દીનની વૃધ્ધિ શી છે? ત્યારે અહુરમઝદે જવાબ આપ્યો કે ઓ સ્પિતમ જરથુસ્ત! અનાજની સારી ખેતી.

જમીન તરફની આપણી સામાન્ય ફરજ એ છે કે આપણે તેને આબાદ કરવી જે જમીન પર ખેતી થતી હોય તે જગ્યા ઘણી ખુશાલ હોય છે. એવી ખેતી અને બાગબાની કરનાર પુ‚ષ જમીનને ઘણી ખુશી કરે છે. એવી ખેડાયેલી જમીન ખેડનારને દુઆ મળે છે કે તારા દેશમાં હું વૃધ્ધિ કરીશ, ફળ ફળાદીનો વધારો કરીશ અને ફળ અને અનાજનું ઉત્પન્ન કરીશ. તે જ રીતે આપણી ફરજ છે કે તેને આપણે સ્વચ્છ રાખીયે જેથી ત્યાં રહેતા લોકોની તંદુરસ્તી સ્વસ્થ રહે. ઘરનો કચરો જયાં ફરમાવ્યું હોય ત્યાંજ નાખવો. આપણા જ્યા રહેતા હોઈએ ત્યાનો પરિસર સાફ રાખવો જોઈએ.

પાણી સંબંધની આપણી ફરજ:

અવસ્તા: મ્રઓત અહુરો મઝદાઓ સ્પિતમાઈ જરથુસ્ત્રાઈ, યજએષ મે હીમ, સ્પિતમ જરથુસ્ત્ર, યાંમ અરેદ્વીમ સૂરામ અનાહિતાંમ… વાંથ્વો-ફ્રાધનાંમ અષઓનીમ, ગએથો-ફ્રાધનાંમ અષઓનીમ, ષએતો ફ્રાધનાંમ અષઓનીમ, દંઘહુ ફ્રાધનાંમ અષઓનીમ.થ

(અર્દીસૂર નીઆએશ ફ. ૨)

અર્થ: અહુરમજદે સ્પિતમાન જરથોસ્તે કહ્યું કે ઓ સ્પિતમાન જરથોસ્ત! મારી સ્વચ્છ અર્દ્વિસૂર… જે (ગાયગોસપંદ અને માણસોનાં) ટોળાની વૃધ્ધિ કરનારી, દુનિયાની વૃધ્ધિ કરનારી, (દેશની) દોલતની વૃધ્ધિ કરનારી, દેશની વૃધ્ધિ કરનારી, પવિત્ર છે તેને તું આરાધ.

અર્દ્વિ નામે અસલી ઈરાનમાં એક નદી હતી, જેની મધ્ય એશિયાની ઓક્સસ નદી ગણવામાં આવે છે.

અર્દ્વિ નામે એક સ્ત્રી યજદ પણ છે જે એ નદી ઉપર અને સર્વ પાણી ઉપર મવકકલ છે. આ ફકરામાં અહુરમઝદ અદ્વિસૂરને આરાધવા કહે છે. તેની મતલબ સર્વ પાણીની સ્તુતિની છે, કે જે પાણીથી એક દેશની સર્વ પ્રકારની આબાદી થાય છે. આપણને ફરજો સુચવે છે કે પાણીને સ્વચ્છ રાખો જરથોસ્તી ધર્મ પુસ્તકોમાં પાણી જેવી નેઆમતને હમેશા સ્વચ્છ રાખવાને ફરમાવ્યું છે કે જેથી સેકડો અને હજારો માણસો જેઓ તે પાણીનો ઉપયોગ કરે તેઓને કોઈ નુકસાન થાય નહીં. તેમજ પાણી સર્વ જગ્યાએ પૂરતું મળે તેમ કરવું. આનો મતલબ કે જ્યાં પાણીની તાણ હોય ત્યાં તે તાણ ટાળવી. પ્યાવ, કુવા, તળાવો બંધાવવ એ પુણ્યનું કામ ગણાય છે.

હવાના સંબંધમાં આપણી ફરજ:

અવસ્તા: વએમ અષવનેમ યઝમઈદે. વએમ ઉપરોકઈરીમ યજમઈદે.

(સીરોજા યશ્ત)

અર્થ: સ્વચ્છ વાતાવરણને અમે આરાધ્યે છીએ. ઉપરના ભાગમાં કામ કરતી વાતાવરણને અમે આરાધ્યે છીએ.

વાતાવરણમાં હવા અહુરમઝદની નેઆમતોમાંની એક અગત્યની નેઆમત છે. તેને સ્વચ્છ રાખવી એ એક જરથોસ્તીની ફરજ છે. સ્વચ્છ હવા પુષ્ટીકારક ખોરાક સમાન છે. માટે આપણા મારસ ભાઈબંધોને તે પુરતા જથ્થામાં અને સ્વચ્છ મળે તેમ આપણે કર્યે તો આપણે જાણે હવા તરફ ફરજ બજાવેલી ગણાય.

આતશ તરફની ફરજ:

નઅહ્યા થ્વા આથ્રો વેરેજેના પઓઉ‚યે પઈરિજસામઈદે, મજદા અહુરા થ્વા થ્વા મઈન્યૂ સ્પેનિશતા, યે આ અખ્તિશ અહ્માઈ યેમ અખ્તોયો દાઓંઘહેથ

(યજશ્ને, હા ૩૬, ફ.૧. મોટી હપ્તન યશ્ત, કરદો ૨, ફ.૧)

અર્થ: ઓ સૌથી વૃધ્ધિ કરનાર અહુરમઝદ! તારા આતશની મારફતે સર્વથી પહેલાં તુંને જ અમે પહોંચિયે છીએ. જે કોઈ આતશ માટે નજીસાત લઈ જાય તેને પોતાને તું નજીસાત આપે.

પાજંદ: અજ હમોઈન હર આઈન ગુનાહ…ઓએમ અંદર અર્દીબેહેસ્ત આતશ આતશ સર્દગાન જસ્ત પ પતેત હોમ.

અર્થ: કોઈ પણ પ્રકારનો કોઈ પણ જાતનો ગુનાહ મારાથી અર્દીબહેસ્ત અમેશાસ્પંદના આતશ સાથે કોઈ પણ, જાતના આતશ સાથે કરવામાં આવ્યો હોય, તો તેથી હું પસ્તાવો કરી પશેમાન થાવ છું.

સર્વ ગરમીનું મૂળ સૂર્ય છે અને આતશ ગરમીનું આ પૃથ્વી પર નજરે પડતું ‚પ છે. બીજું આપણે યાદ રાખવું કે અહુરમઝદનાં નૂરની એક ઈંધાણી તરીકે આતશ આપણામાં એક કેબલો ગણાયો છે. અહુરમઝદનાં ખોરેહ યા નુરની યાદ આપનાર  ચિન્હ તરીકે તે ઉપર સુંગધી બળતણ બાળી તે ઉપરથી ભલાઈનો બોધ લેવો.

સર્વ જગ્યાએથી રોશનીની પૂરતી આવજાવ થાય અને અંધકાર દૂર થાય એવી કોશેશ કરવી.

આતશનો બનતો ભલો ઉપયોગ થાય અને તેની મદદ અને બરકતથી હુન્નર ઉદ્યોગોનો વધારો થાય તેમ કરવું.

આપણી ફરજ આપણા આજુબાજુનાઓ તરફએ છે કે તેઓની વૃધ્ધિ કરવી તેઓની આબાદી કરવી.

Leave a Reply

*