Your Moonsign Janam Rashi This Week –
04th November, 2017 – 10 November, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

તમારા રાશિના માલિક મંગળના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 25મી ડિસેમ્બર સુધી તમારા હાથથી સારા કામ થતા રહેશે. જે મિત્રો તમારાથી દૂર ભાગતા હતા તે મિત્રો તમને મદદ કરવા માટે તૈયાર થઈ જશે. નવા કામ કરવાની ઈચ્છા થાય તો નવા કામ શોધી શકશો. ધન માટે મુશ્કેલી ધીરે ધીરે ઓછી થતી જશે. ધન મેળવવા માટે વધુ કામ કરવા માટે તૈયાર થઈ જશો. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 8, 9 છે.

Jupiter rules over you making you indulge in good deeds till 25th December. Your friends will be supportive. Start a new venture. Financial difficulties will reduce and you will work harder to earn more money. Pray ‘Srosh Yasht’ every day without fail.

Lucky Dates: 4, 5, 8, 9

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શનિની દિનદશા ચાલુ હોવાથી રોજ બરોજના કામમાં ભુલો થતી રહેશે. પસંદગીની વસ્તુ મેળવવા માટે ભાગદોડ કરવા છતાં તે વસ્તુ મેળવી નહીં શકો. આવક વધશે નહીં અને ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. નાની બાબતમાં કંટાળો આવશે. શનિને કારણે તબિયતની સંભાળ લેજો. સાંધા દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 11 છે.

Saturn’s rule cautions you into being careful at work. You will have to work harder to achieve desired results. Expenses might increase. Overcome your laziness. Pay attention to health, especially those suffering from joint pains. Pray ‘Moti Haptan Yasht’ every day without fail.

Lucky Dates: 5, 6, 7, 11

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી તમારા રાશિના માલિક બુધની દિનદશા ચાલશે તેથી તમે લેતી-દેતીના કામો ખૂબ સારી રીતે કરી શકશો. નાના રોકાણ કરવામાં સફળ થશો તમે જે પ્લાન બનાવશો તે પ્રમાણે ચાલવાથી નુકસાનીમાંથી બચી જશો. જ્યાં ફાયદો મળતો હશે તે પહેલા લેશો. મીઠી જબાન વાપરી બીજાનું દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 8, 9 છે.

Mercury rules you till 20th November. You will execute all your financial transactions flawlessly. Follow your plans and grab profits coming your way. You will win over other people. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 4, 5, 8, 9

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી 19મી ડિસેમ્બર સુધી બુધ્ધિ વાપરીને તમારા કામો વિજળીવેગે પૂરા કરશો. નાણાકીય ફાયદો મેળવી શકશો. તમારા કામમાં નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. બુધની કૃપાથી હિસાબી કામ સહેલાઈથી કરી શક્શો. માથા ઉપરનું દેવું ઓછુકરી શકશો. ધનલાભ વધુ મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 11 છે.

Mercury rules you till 19th December helping you complete your tasks at lightning speed. You will reap financial benefits. Promotion at work indicated. You will complete your financial transactions flawlessly. Stress will reduce. To earn profits, pray ‘Meher Nyaish’.

Lucky Dates: 5, 6, 7, 11


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખો તો બ્લડપ્રેશર વધવાના ચાન્સ છે. નાની ભુલ બીજાને બતાવશો તો તેજ વ્યક્તિ તમારી દુશ્મન બની જશે. ઘરમાં વડીલ વર્ગ કે ભાઈ બહેન તમને નહીં ગમે તેવા કામ કરશે પરંતુ થોડો સમય સહન કરી લેજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 7, 9, 11 છે.

Mars rules you and hence stay calm, to avoid raising blood pressure. Rectify your errors immediately. Have patience with siblings and family members. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 4, 7, 9, 11

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે પોઝિટીવ વિચાર કરીને ધન અને માન કમાઈ શકશો. નાની મુસાફરી કરી શકશો. સાંભળજો બધાનું પણ કરજો તમારા મનનું. જે પણ ડિસીઝન લો તે સમજી વિચારીને લેજો. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 10 છે.

The Moon’s rule will help you earn good money and respect. Travel is indicated. Listen to all but do what your heart says. Make wise decisions. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 6, 7, 8, 10


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા ત્રણ દિવસજ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. સરકારી કામમાં સફળતા નહીં મળે. બને તો આ અઠવાડિયામાં કોર્ટના કામ કરતા નહીં. 26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત કરાવી નાખશે. મગજનો બોજો ઓછો થશે, સાથે તબિયતની ચિંતા ઓછી થતી જશે અને ધનની ચિંતા પણ ઓછી થઈ જશે. ઉતરતી સુર્યની દિનદશા વડીલ વર્ગની તબિયત બગાડી શકે છે. ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 5, 8, 9, 10 છે.

First three days will be spent under Sun’s rule. Avoid indulging in government or legal work. The Moon takes over till 26th December rendering peace. Your health and financial status will be good. The descending rule of Sun calls for attention to the health of elders. Pray ‘Ya Rayomand’ and ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 5, 8, 9, 10

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા રોજબરોજના કામ સારી રીતે કરી શકશો. તમારા સરકારી કામ પહેલા કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા તમને તમારી પસંદગીની ચીજવસ્તુ અપાવીને રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે થોડી રકમ ઈનવેસ્ટ અવશ્ય કરજો. ઉધાર પૈસા આપવાની ભુલ કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. 4, 6, 7, 10 છે.

Venus rules you till 16th December, helping your routine work move smoothly. Complete government related work immediately. The descending rule of Venus will bring you what you desire. A good week financially – so make investments. Do not lend money. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 4, 6, 7, 10


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારે નાની મોટી મુસાફરીમા જવાના ચાન્સ મળતા રહેશે. શુક્રની કૃપાથી ઓપોઝિટ સેકસ તરફ એટ્રેકશન વધી જશે.  નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ખર્ચ કરવામાં પાછી પાની નહીં કરો. જ્યાં કામ કરતા હશો ત્યાં ફાયદો મળે તે લેવામાં અચકાતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. 4, 5, 8, 9 છે.

Venus rules you till 16th December, making travel a possibility. Attraction towards the opposite sex indicated. A good week financially, so do not hesitate to spend. Grab benefits that come your way at the workplace. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 4, 5, 8, 9

 

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજ અને કાલનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી બે દિવસમાં પડવા આખડવાના કે નાની માંદગી આવી જવાના ચાન્સ છે. બાકી 6ઠ્ઠીથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમને દરેક બાબતમાં આનંદ અપાવી દેશે. જે પણ મુશ્કેલી હશે તેમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. ધનની ચિંતા ઓછી થતી જશે. આજે અને કાલે ‘મહાબોખ્તાર નીઆએશ’ તથા 6ઠ્ઠીથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનંતી તા. 7, 8, 9, 10 છે.

Rahu rules you today and tomorrow, so take care. From the 6th, Venus rules you for 70 days. You will find a way out of problems. Good days ahead financially. Pray ‘Maha Bakhtar Nyaish’ today and tomorrow, and from the 6th pray to ‘Behram Yazad’.

Lucky Dates: 7, 8, 9, 10

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે નેગેટિવ વિચારથી પરેશાન થશો. કોઈપણ કામ કોન્ફિડન્સથી નહીં કરી શકો. ધન ખર્ચ ધારશો તેના કરતા વધુ થશે. સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. મનગમતી વ્યક્તિ તમારા મનની વાત સમજી નહીં શકે. એસીડીટીથી પરેશાન થશો. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 9 છે.

Rahu’s rule till 6th December calls for your effort to stay positive. Be confident and regulate your expenses. Your colleagues or your loved ones might not support you. Take care of your health. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 4, 5, 6, 9


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામ સાથે સોશિયલ કામો સારી રીતે કરી શકશો. ધન સાચવીને ઈનવેસ્ટ કરવાનું ભુલશો નહીં. કોઈ અંગત વ્યક્તિના સાચા સલાહકાર બની તેનું દિલ જીતી લેશો. માન-ઈજ્જત વધી જાય તેવા કામ કરી શકશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 7, 8, 10 છે.

Jupiter’s rule till 24th November helps balance work and social life. Save money and invest wisely. Your advice to an important person will benefit him. Your deeds will help you gain respect. For Jupiter’s blessings, pray ‘Srosh Yasht’.

Lucky Dates: 5, 7, 8, 10

About જયેશ એમ. ગોસ્વામી

Leave a Reply

*