Your Moonsign Janam Rashi This Week –
02 June, 2018 – 08 June, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની કૃપાથી મનમાં શાંતિ રહેશે. તમે જે પણ ડિસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. તમે તમારા બધાજ કામ સફળ બનાવશો. મુસાફરીનો ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી ઘરની વ્યક્તિને જરાબી નારાજ થવા નહીં દો. 25મી જૂન સુધી થોડી રકમ બચાવી ઈનવેસ્ટ અવશ્ય કરજો. 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 2, 5, 6, 7 છે.

The Moon’s rule brings in peace. You will stand by your decisions. You will find success in your endeavours. Travel is indicated. Your family members will be happy with you. Save money and make the right investments. Pray the 101 name, followed by the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 2, 5, 6, 7


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજ અને કાલનો દિવસ સુર્યના ઉતાપામાં પસાર કરવાનો બાકી છે. તેથી બે દિવસમાં તબિયત બગડી ન જાય તેની ખાસ દરકાર લેજો. શારિરીક બાબતમાં પરેશાન થશો. 4થી જૂનથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમને ભરપુર શાંતિ આપીને રહેશે. મનને શાંત રખાવીને આગળ વધવાનો સીધો રસ્તો મળી જશે. અધુરા કામ પૂરા કરવા માટે તમારો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. બે દિવસ ‘યા રયોમંદ’ અને 4થી પછી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 3, 4, 6, 8 છે.

The Sun’s rule over the next two days calls for you to take care of your health. From the 4th, the Moon rules over you for 50 days, bringing in peace and joy. Keep calm and move on. Your self-confidence will increase. You will complete pending tasks. Pray ‘Ya Rayomand’ for the next two days, followed by ‘Ya Beshtarna’ for 101 times, after the 4th.

Lucky Dates: 3, 4, 6, 8

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જુન સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનપસંદ વસ્તુ લેવામાં આળસ કરતા નહીં. રોજનું ટાઈમટેબલ બનાવી કામ કરવાથી કામનો આનંદ ઉપાડી શકશો. ઉતરતી શુક્રની દિનદશા ઓપોઝિટ સેકસને ભરપુર સાથ સહકાર અપાવી દેશે. રીસાયેલ વ્યક્તિને મનાવવામાં સફળતા મળશે. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 4, 5, 7 છે.

Venus’ rule till 16th June, will help you purchase all items you desire. Plan your schedule and work accordingly. People from the opposite gender will be supportive. Make up with a loved one who is upset with you. Fulfil the wishes of family members. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 2, 4, 5, 7


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને મોજીલા અને વૈભવ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાની તકલીફને ગણકારશો નહીં. ખર્ચનું પ્રમાણ વધી જવા છતાં તમને નાણાકીય મુશ્કેલી જરાબી નહીં આવે. જો તમે પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમિકા તરફથી મનને આનંદ મળે તેવા સમાચાર મળી જશે. શુક્રની કૃપાથી તમારા કરેલ કામના લીધે બીજા માન આપશે. ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 6, 7 છે.

Venus’ rule instil courage in you. An increase in expenses will not lead to financial concerns. Your loved one will give you good news. People will respect you for your work. Ensure to make investments. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 3, 4, 6, 7


LEO | સિંહ: મ.ટ.

05Leo

રાહુની દિનદશા 4થી જૂન પછી ઓછી થઈ જશે. ઉતરતી રાહુની દિનદશા ખોટા દુશ્મન આપી જશે.  રાહુ તમને પાડી દેશે કે નાનું એક્સિડન્ટ કરાવી શકે છે માટે સંભાળીને રહેશો. નવા વાહન લેવાનો વિચાર કરતા નહીં. બાકી 4થી જૂનથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારી અસફળતાને સફળ બનાવી દેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 3, 4, 6, 7 છે.

Rahu’s rule till the 4th could cause enmities with people. From the 4th, your shortcomings will become your strengths. Drive carefully. Avoid buying a new vehicle. Starting from the 4th, Venus’ rule for the next 70 days will solve all your problems.Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 3, 4, 6, 7


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી 5મી જુલાઈ સુધી તમે તમારા કામને કારણે પરેશાન થતા રહેશો. તમારાજ કરેલ કામની અંદર તમને જરાબી સંતોષ નહીં મળે. ખર્ચનો ખાડો ઉંડો થવાથી કોઈની પાસે મદદ લેવી પડશે તેનું દુ:ખ તમને થશે. તમારા નાના કામો પણ સમય પર પૂરા નહીં થવાથી ચિંતામાં આવી જશો. ઘરવાળાની વાત પર નારાજ થઈ જશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 7, 8 છે.

Rahu’s rule could prove stressful at work, until 5th July. You will be dissatisfied with your work. Your expenses could increase. Incomplete tasks will worry you. Family members could get upset with you. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 4, 5, 7, 8


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂ જેવા ધૈર્ય અને જ્ઞાનના દાતાની દિનદશા ચાલશે. તેથી તમારાથી બનશે એટલું બીજાને મદદ કરી આપશો. સામેવાળી વ્યક્તિને ઓળખતા વાર નહીં લાગે. જીવનસાથીની ડિમાન્ડ પૂરી કરી શકશો. ગુરૂને કારણે તમને કઈ નવું શીખવા કે જાણવા જરૂર મળી રહેશે. અગત્યના કામ સારી રીતે કરી શકશો. કુટુંબની વ્યક્તિ તરફથી માન ઈજ્જત મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે તો રોકાણ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભરવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 2, 3, 6, 8 છે.

Jupiter rules over you till 23rd June, enabling you to help others. You will fulfil your spouse’s demands. You could learn a new hobby or skill. Your family will respect you. A good week financially. Make investments. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 2, 3, 6, 8


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને બીજા ઉપર ઉપકાર કરનાર સારા વિચારો આપનાર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 23મી જુલાઈ સુધી નાણાકીય મુશ્કેલી નહીં આવે. પાક પરવરદેગારની મહેરબાનીથી તમે તમારી જરૂરિયાત જેટલી હશે એટલું મેળવી લેશો. નવા કામકાજ શોધતા હશો તો તે મળી રહેશે. ચાલુ કામમાં સફળતા મળી જશે. ફેમિલી મેમ્બરને મદદ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7, છે.

Jupiter’s rule assures you financial stability till 23rd July. You will get all that you need. You will find success in getting a new job. You will flourish at your current workplace. You will help your family members. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 4, 5, 6, 7


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જૂન સુધી શનિ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી બનતા કામ બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં. કોઈને સારૂં લાગે તે માટે કોઈ નવી વસ્તુ વસાવતા નહીં. ઘરવાળા નાની બાબતમાં નારાજ થશે. કોઈ પર વિશ્ર્વાસ મૂકતા નહીં. જન્મનો શનિ નબળો હશો તો સાંધાના દુ:ખાવાથી કે બેકપેનથી પરેશાન થશો. શનિને શાંત કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 5, 8 છે.

Saturn rules over you till 25th June and hence things might not go as planned. Do not make new purchases. Family members could get upset. Do not trust anybody blindly. You might experience back pain or joint pains. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 2, 3, 5, 8


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારી બુધ્ધિ વાપરીને અઘરા કામ સહેલા કરી નાખશો અને રોજના કામ રોજ પૂરા કરવાથી મન પરનો બોજો ઓછો થશે. 18મી સુધીમાં નાણાકીય ફાયદો મળતો રહેશે. બુધની કૃપાથી તમે થોડીગણી બચત કરીને તમારા નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી લેશો. બીજાને સાચી સલાહ આપવાથી તેમના મનને જીતી લેશો.  દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.

Mercury’s rule till 18th June calls for you to wisely complete important tasks. Do not procrastinate. Financial profits indicated. Save money and invest appropriately. You will win over people with your honest advice. Pray ‘Meher Niyaish’ every day.

Lucky Dates: 3, 5, 6, 7


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધની કૃપાથી તમે તમારા કામ જ્યાં ફાયદો મળતો હશે ત્યાં તમે વધુ ધ્યાન આપશો. ગામ પરગામ જઈને કામ વધારવાનો ચાન્સ મળી  જશે. કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. જૂના મિત્રો સાથે નાનું ગેટટુગેધર કરી શકશો. ધન વધુ મેળવવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો.  રીસાયેલ મિત્રને મનાવી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 5, 8 છે.

Mercury’s rule will attract you towards areas of benefits. You may need to travel for business expansions. Good news awaits you. A get-together with old pals will make you happy. Work harder to increase income. Make up with a friend who is upset with you. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 2, 3, 5, 8

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

મંગળ તમને ખોટી રીતે તપાવીને રહેશે. ઘરમાં નાના મતભેદ મોટું સ્વરૂપ લઈ લે તો નવાઈમાં પડી જતા નહીં. મંગળને કારણે તમારા અંગત માણસોબી તમારા વિચારોને સમજી નહીં શકે. વાહન ચલાવતા હો તો 23મી જૂન સુધી વાહન ખૂબ સંભાળીને ચલાવજો. બચાવેલા નાણા ખોટી જગ્યાએ વપરાઈ જશે. મંગળને શાંત કરવા માંગતા હો તો ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

Mars’ rule could instigate trouble within the family. Your loved ones might misunderstand you. Drive carefully till 23rd June. Avoid unnecessary expenses. To pacify Mars, pray ‘Tir Yasht’

Lucky Dates: 3, 4, 5, 8

Leave a Reply

*