મરહુમ એર માર્શલ અસ્પી મેરવાનને આજે તેમના 106 વર્ષના જન્મદિન પ્રસંગે યાદ કરતા ગર્વ અનુભવ થાય છે

એર માર્શલ અસ્પી મેરવાન એન્જીનીયરનો જન્મ 15મી ડિસેમ્બર 1912માં પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેઓ ભારતીય હવાઈદળના અધિકારી હતા. એર માર્શલ અસ્પી મેરવાને પોતાની રેન્કમાં વધારો કરી ચીફ ઓફ એર સ્ટાફ બન્યા હતા. 17 વર્ષની ઉંમરમાં જીપ્સી મોથમાં લંડનથી દિલ્હી જવા માટેના પ્રથમ ભારતીય પાયલટ તરીકે તેઓ આગાખાન ટ્રોફી જીતી ગયા હતા તે સમયના તેઓ સૌથી નાના ભારતીય પાયલટ હતા. આગળ જતા એર માર્શલ અસ્પી મેરવાન એન્જીનીયર ભારતના રાજદૂત તરીકે ઈરાનમાં સેવાપણ આપી હતી. તેમને ફલાઈંગ ક્રોસના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓને આરએઅફ ક્રેનવેલ હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આજે તેમના 106માં જન્મદિન નિમિત્તે તેમને યાદ કરતા ગર્વનો અનુભવ થાય છે. તેમનું મૃત્યુ 1લી મે, 2002માં મુંબઈ ખાતે થયું હતું.

Leave a Reply

*