આપણે જોયું કે સંપુર્ણ, ધાર્મિક, મીનોઈ યા ખરી નીતિવાન જીંદગી ગુજારવા માટે આપણે આપણા સંબંધો જાળવવા જોઈએ. આપણે જોયું કે એ સંબંધો ત્રણ પ્રકારના છે. તે સંબંધો ઉપરથી ઉભી થતી ફરજો પણ ત્રણ પ્રકારની છે.
1) અહુરમઝદ તરફની ફરજ.
2)આપણી આજુબાજુના જગત, માણસ, ભાઈબંદો, જાનદાર પેદાયશ વગેરે તરફની ફરજ.
3) આપણા પોતાના આત્મા યા રવાન તરફની ફરજ. જગતના કર્તા તરફ, કુદરતના ખાવિંદ તરફ, સર્વના પેદા કરનાર અહુરમઝદ તરફ ફરજ બજા લાવવી, એ સર્વનો ધર્મ છે. અહુરમઝદની પરસ્તેશ એ શબ્દોમાં અહુરમઝદની પોતા તરફની ફરજ સમાય છે અહુરમઝદની પરસ્તેશમાં નીચલી બાબતો સમાય છે.
1) અહુરમઝદની સેતાયશ યા સ્તુતિ કરવી 2) અહુરમઝદનો ઉપકાર માનતા રહેવું 3) અહુરમઝદની મરજીને તાબે થવું. તે આપણાથી નારાજ ન થાય તે માટે કાળજી રાખવી. 4) અહુરમઝદ આગળ અર્જ ગુજારી તેની પાસે આપણી મુરાદો માગવી. એ મુરાદોમાં પાયા સમાન મુખ્ય મુરાદ આ કે અહુરમઝદ આપણને સારી હેદાયત બક્ષે. અહુરમઝદ પાસે આપણી તકસીરો માટે, આપણી ફરજ બજા લાવવાની ખામીઓ માટે માફી ચાહવી.
અહુરમઝદ તરફ એ ફરજો બજા લાવવાથી આપણે આપણી બીજી ફરજો આપણી આજુબાજુનાંઓ તરફની ફરજો, આપણાં પોતાના રવાન તરફની ફરજો બરાબર બજા લાવવાને શક્તિવાન થઈએ છીએ.
- સમુદાયના સભ્યોએ આઈએમએફની સેવા પખવાડા ઇવેન્ટમાં ભાગ લીધો - 12 October2024
- જીતનો પર્વ એટલે દશેરા - 12 October2024
- દાદીશેઠ આતશબહેરામે શુભ સાલગ્રેહની ઉજવણી કરી - 12 October2024