પારસી સેનેટોરિયમના ગ્રાઉન્ડમાં તા 28મી એપ્રિલ 2019ના દિને અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીપી (અમદાવાદ પારસી પંચાયત) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી, પ્રોફેસર આરમઈતી ફિરોઝ દાવર દ્વારા 2017માં સ્થપાયેલા, તેમના માતા-પિતા, સુનામાઈ અને વિદ્વાન પ્રોફેસર ફિરોઝ દાવરની યાદમાં સ્થાપવામાં આવેલું ટ્રસ્ટ, પારસી અને કોસ્મોપોલિટન પરિવારોની જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડે છે. શૈક્ષણિક સપોર્ટ આપવા ઉપરાંત ટ્રસ્ટે અમદાવાદ શહેરના હમદીનો માટે વાર્ષિક ‘શેરીનું જમણ’ રાખ્યું હતું. સાંજના જશનમાં હમદીનોની સારી એવી સંખ્યામાં હાજરી હતી, ત્યારબાદ એનાજિકના અધિકારીઓએ ટૂંકી રજૂઆત કરી હતી, જેમણે મેડિકલ ડિવાઇસ લોન્ચ કર્યો છે. જે તેના હેલ્થ બેનિફિટ્સ માટે જાણીતા કાન્જેન પાણીને આલ્કલાઈન અને આયોનાઈઝડ બનાવે છે. કેટલાક વપરાશકર્તાઓએ તેમના અનુભવો શેર કર્યા હતા. અધિકારીઓએ 350-પ્લસ પ્રેક્ષકોને તેમણે પૂછેલા પ્રશ્ર્નોના ધીરજપૂર્વક વિગતવાર જવાબ આપ્યા હતા. બ્રિગ. જહાંગીર અંકલેસરિયા વીએસએમ (રીટાયર્ડ),એપીપીના પ્રસિડન્ટે કંપનીના અધિકારીઓને ડેમો દેખાડવા બદલ આભાર માન્યો હતો અને ભીડને જાણ કરી કે એપીપી કાન્જેન પાણીનું એક મશીન ખરીદવાનું નક્કી કર્યું છે અને રસ ધરાવતા હમદીનોને મફત પાણી પૂરૂં પાડવામાં આવશે. તેમણે ટ્રસ્ટ શરૂ કરવામાં પ્રોફેસર આરમઈતી દાવરના પ્રયત્નો અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પ્રશંસા કરી હતી. વેજીટેરિયન જમણબાદ કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણ
Latest posts by PT Reporter (see all)