Your Moonsign Janam Rashi This Week –
6th July, 2019 – 12 July, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી હાલમાં જેબી કામ કરવા માગતા હો તે સારી રીતે નહી કરી શકો. જ્યાંબી કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારા તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. તમે સાચા હોવા છતા તમારી સચ્ચાઈ બતાવી નહી શકો તેનુ દુ:ખ જરૂર થશે. વાહન સંભાળીને ચલાવજો. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. તીરયશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 6, 7, 10 ને 11 છે.

Mar’s rule till 24th July could end up posing challenges in your endeavours. Colleagues could get annoyed with you over petty issues. Despite being honest, the inability to prove your honesty, will be hurtful. Drive or ride your vehicles with cation. You could suffer from headaches. Continue to pray Tir Yasht daily.

Lucky Dates: 6, 7, 10, 11.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારા કામની અંદર સેલ્ફકોન્ફીડન્સ ખુબજ ખુબજ સારો રહેશે. અગત્યના કામો જલદીથી પુરા કરવામાં ચંદ્ર મદદરૂપ થશે. તમારા મદદગાર તમારી મદદ કરવા માટે સામેથી આવી જશે. બે-ત્રણ દિવસની નાની મુસાફરીનો ચાન્સ મળી જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લાવી શકશો. તંદુરસ્તી વધુ સારી કરવા માટે 101 નામ ભણી લીધા પછી 34મું નામ યા બેસ્તરના 101 વાર ભળજો.

શુકનવંતી તા. 8, 9, 11 ને 12 છે.

The Moon’s ongoing rule will greatly boost your self-confidence in your work. You will be able to complete crucial tasks with the help of the Moon. You will get support. Short travel is indicated. You will be able to make desired purchases for the house. To further improve your prosperity, pray the 34th Name, Ya Beshtarna, after praying the 101 Names.

Lucky Dates: 8, 9, 11, 12.

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમોને ભરપુર સુખ અને શાંતી આપીને રહેશે. અટકેલા કામો ફરી ચાલુ થશે. નાની-મોટી મુસાફરી કરીને વધુ આનંદ મેળવશો. બગડેલા સંબંધને સુધારી લેવાનો ચાન્સ મળીને રહેશે. મગજને શાંત બનાવીને જેબી કામ કરશો તેમાં ફતેહના ડંકા વગાડીને રહેશો. ધનની ખેંચતાણ દુર કરવાનો સીધો રસ્તો મળી આવશે. ફેમીલી મેમ્બરની નારાજગી દુર કરી શકશો. આજથી 34નું નામ યા બેસ્તરના 101 વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 10 ને 12 છે.

Starting today, for the next 50 days, the Moon’s rule brings you ample happiness and peace. Stalled projects will be restarted. Travel will bring you happiness. You will get the opportunity to fix any spoiled relationships. Whatever endeavours you undertake with a peaceful mind, will turn out extremely successful. You will find a solution to end any financial issues. You will be able to win over any annoyed family member. Pray 34th Name, Ya Beshtarna 101 times.

Lucky Dates: 6, 7, 10, 12.

 


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. તમારા કરેલ કામની અંદર તમોને જશ આપનાર મળી આવશે. રોજના કામની અંદર થોડોઘણો ફેરફાર કરીને કામને સુંદર બનાવી દેશો. નાણાંકીય ફાયદાની વાત જાણવા મળશે. કરકસર કરીને બચત કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિને મળવાના ચાન્સ મળશે તો મુકતા નહી. નવી વ્યક્તિ મળીને રહેશે. હાલમાં રોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 8 થી 11 છે.

Venus’ rule till 16th July will bring you fame from all your deeds. You will be able to enhance your daily chores with your efforts. You will get information on making financial profits. Your efforts to save money will pay off. Don’t miss out on the opportunity to meet with a favorite person. You will meet a new person. Pray daily to Behram Yazad.
Lucky Dates: 8, 9, 10, 11.

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમોનેબી શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરીનો પ્લાન બનાવીને મુસાફરી કરવાથી ધનલાભ મેળવશો. પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળીને રહેશે. ઓપોઝીટ સેક્સનો એટ્રેક્શન ખુબજ વધી જશે. તમારા કરેલ કામની કદરની સાથે ધન પણ પુરૂ મળી જશે. ઘરમાં કોઈક લક્ઝરીયસ વસ્તુ વસાવામાં સફળ થઈ જશે. નાણાંકીય મુશ્કેલી નહી ઓ. તબીયતમાં સારો સુધારો થઈ જશે. હાલમાં રોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 6, 7, 10 ને 12 છે.

Venus’ ongoing rule brings up travel opportunities which will yield profits. You will get good news from your loved one. You will feel very attracted to the opposite gender. Your work will receive appreciation as well as money. You will be successful in installing a luxurious item at home. Financially you will be stable. Health will improve. Pray daily to Behram Yazad.
Lucky Dates: 6, 7, 10, 12.

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજથી તમોનેબી તમારી રાશીના માલિક બુધના પરમ મિત્રગ્રહ શુક્રની દિનદશા ચાલુ થયેલી છે તેથી ધીરે ધીરે તમારા મોજશોખ ખુબજ વધી જશે. તમારાથી રીસાયેલ વ્યક્તિને પોતાની ભૂલ સમજી જશે. ધનની ચિંતા દૂર થશે. નવા મિત્ર કે પ્રેમી મલવાના ચાન્સ છે. આવકમાં વધારાની સાથે પ્રમોશન મલવાના ચાન્સ છે. જુના રોકાણમાં ફાયદો થતો રહેશે. નવા કામ કરી શકશો. દરરોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 9 ને 12.

Venus’ rule commences today, bringing in a gradual rise in your preference for fun and entertainment. A person who is angry with you, will be able to understand his own fault. Financially there will be no strain. There are chances to meet a new friend or a loved one. You will receive an increase in remuneration as well as expect a promotion. Old investments will pay off. You will be able to undertake new projects. Pray daily to Behram Yazad.

Lucky Dates: 7, 8, 9, 12.

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારા વિચારો સ્થિર નહી રહે. થોડી થોડી વારમાં તમે તમારા ડીસીજન ચેન્જ કરી નાખશો. નાણાંકીય મુસીબત ઘટવાની જગ્યાએ વધી જશે. બીજાને મદદ કરવા જતા તમે મુશ્કેલીમાં આવી જશો. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ઘરનું વાતાવરણબી બગડી જતા વાર નહી લાગે. તબીયતની ખાસ કાળજી લેજો. રોજ મહાબોખ્તાર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 6, 10, 11 ને 12 છે.

Rahu’s rule till 6th August could cause you to get disturbing thoughts. You will feel like changing your decisions all the time. Financial challenges could increase instead of decreasing. You might get into trouble if you try to help another. Rahu’s influence could lead a loss of hunger in the day and sleep at night. The home environment could also deteriorate suddenly. Be especially careful about your health. Pray Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 6, 10, 11, 12.

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

હાલમાં તમારો સમય સારો હોવાથી તમારા હાથથી કાંઈક સારા કામો થઈને રહેશે. હાલમાં ધર્મ-ચેરેટીઝનું કામ કરવાથી મનને સંતોષ ભળશે. નાણાંકીય બાબતમાં પાકપરવરદેગારની મહેરબાનીથી ઈનવીજીબલ હેલ્પ મળી રહેશે. ગુરૂની કૃપાથી તમારે કોઈની પાસે હાથ લાંબો કરવાનો સમય નહી આવે. સામાજીક કામો કરવાનો ચાન્સ મળશે. ધન આવતુ રહેશે. હાલમાં દરરોજ સરોશ યશ્ત ભણજો.

શુકનવંતી તા. 6 થી 9 છે.

In keeping with the ongoing good times, you will do good deeds. Your mind will be at peace if you indulge in religious/charitable works. Financially, you will receive anonymous help with God’s grace. Jupiter’s blessings will ensure that you will not need to borrow from others. You will get opportunities to do social work. Money will flow in. Pray Sarosh Yasht daily.

Lucky Dates: 6, 7, 8, 9.

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમોનેબી તમારી રાશીના માલીક ગુરૂની દિનદશા ચાલતી હોવાથી હાલમાં નાણાંકીય બાબતમાં ધીરેધીરે સારાસારી થતી જશે. તમારા સારા કામને જોઈને તમારા દુશ્મનબી મોઢામાં આંગળા નાખી દેશે.ઘરવાળાની ડીમાંડ પુરી કરવા માટે કામ વધુ કરવુ પડશે તો કરી લેજો. ઘરમાં કોઈક મહેમાન આવવાના ચાન્સ છે. નવા કામ શોધવા ગુરૂની કૃપા પુરેપુરી થઈને રહેશે. દરરોજ સરોશ યશ્ત ભણજો.

શુકનવંતી તા. 7, 10, 11 ને 12 છે.

Jupiter’s rule will help you gradually out of any financially strained situations. Your good deeds will stun even your enemies. If you need to work harder to fulfill your family’s wants, then do so. You can expect a house guest. With Jupiter’s blessings, those seeking a new job, will be successful. Pray Sarosh Yasht daily.

Lucky Dates: 7, 10, 11, 12.

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શનીની દિનદશા ચાલૂ હોવાથી હાલમાં તમારા સાથે તમારા જીવન સાથીને ચિંતા સતાવતી રહેશે. જ્યા એક જગ્યાએ થોડું સારું થશે ત્યાં બીજી બાજુ ખરાબ થઈ જશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. ડોક્ટરની પાછળ ખર્ચ વધવાના ચાન્સ છે. નાની માંદગીબી મોટો ખર્ચ આપી જાય તો નવાઈમાં પડી જતા નહી. ઘરમાં ઈલેક્ટ્રીકની આઈટમ લેવાની ભૂલ કરતા નહી. દરરોજ મોટી હપ્તન યશ્ત ભણજો.

શુકનવંતી તા. 6, 8, 9, 11 છે.

Saturn’s rule will cause anxiety in both – you and your spouse. While things will seem to improve at one end, they will deteriorate at another end. Your expenses will increase. You could end up making medical expenses. Don’t be shocked if you end up incurring a huge expense over a seemingly small illness. Do not make any purchases which work on electricity. Pray Moti Haptan Yasht daily.

Lucky Dates: 6, 8, 9, 11.

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધની દિનદશા ચાલુ હોવાથી બુધી વાપરી જેબી કામ કરશો તેમાં સફળ થઈને રહેશો. તમારા કામને સીધી રીતે જલદીથી પુરા કરી શકશો. ધન મેળવવા માટે મુશ્કેલી જરાબી નહી આવે. મિત્રોને મદદ કરવાથી સાર દુવા મેળવી લેશો. કામકાજ વધારવા માટે એકસ્ટ્રા કામ કરવામાં જરાય સંકોચ નહી રાખો. દરરોજ મહેર નીઆએશ ભણજો.

શુકનવંતી તા. 7, 10, 11 ને 12 છે.

Mercury’s ongoing rule will bring you success in all endeavours where you use your intelligence. You will be able to complete your work in a quick manner. You will not encounter any challenges to earn money. Helping friends will earn you blessings. To expand your work, do not hesitate to work extra. Pray Meher Nyaish daily.

Lucky Dates: 7, 10, 11, 12.

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં બચ્ચંઓ તરફથી સારા સમાચાર મળશે. બીજાને સમજાવી પટાવીને તમે તમારા કામ કરાવી શકશો. ઘરની વ્યક્તિને આંખના ઈશારાથી પોતાના મનની વાત કહી દેશો. કોર્ટ દરબારના કામમાં તમારા ધારેલા પ્રમાણે રીઝલ્ટ આવી જાય તેવા હાલના ગ્રહો છે. ધનની ચિંતા નહી આવે. મહેર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 6, 7, 8 ને 9 છે.

Mercury’s rule till 20th August will bring in good news from children. You will be able to get you work done by convincing others. You will be able to communicate what is going on in your mind with a family member, simply with eye-gestures. In legal matters, you will get the results you have been expecting, based on the stars. Financially you will be stable. Continue to pray Meher Nyaish daily.

Lucky Dates: 6, 7, 8, 9.

 

 

Leave a Reply

*