Your Moonsign Janam Rashi This Week –
08th August – 14th August, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમારા રોજના કામ વીજળી વેગે પૂરા કરી શકશો. તમારા શત્રુઓને મીઠી જબાન વાપરી પોતાના કરી લેશો. જે પણ કામ કરતા હશો ત્યાં થોડી મહેનત કરવાથી ઇન્કમ વધારી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 08, 12, 13, 14 છે.

Mercury’s ongoing rule help you make good investments. You will be able to complete your daily chores at lightning speed. You will be able to win over your detractors with your sweet words. If you put in a little added effort in your ongoing ventures, you will be able to earn greater income. You will get good news from abroad. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 08, 12, 13, 14.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

25મી ઓગસ્ટ સુધી મંગળની દિનદશા ચાલશે. તેથી નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. તમારા દુશ્મનો તમારો ગેરફાયદો ઉપાડશે. વાહન ચલાવવામાં ધ્યાન રાખજો. એક્સીડન્ટ થવાના ચાન્સ છે. જે પણ કામ કરતા હશો ત્યાં તમારી નાની ભુલ તમને મોટી મુશ્કેલીમાં મુકશે. જમીન જાયદાદના કામ કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 11, 12 છે.

Mars’ rule till 25th August could get you short-tempered even over petty matters. Your enemies will take advantage of your goodness and hurt you. Be careful while driving or riding your vehicle as you could encounter an accident. Even your slightest mistake at your workplace, could land you into big trouble. Avoid doing any work related to land or jewelry. Pray the Tir Yasht daily.

Lucky Dates: 09, 10, 11, 12.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તેથી રોજના કામ સારી રીતે કરવામાં સફળ થશો. થોડું ઘણું કામ વધુ કરવાથી આવકમાં વધારો થવાના ચાન્સ છે. નારાજ થઈ ગયેલ વ્યક્તિને પોતાના બનાવવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. મનને મજબુત કરી કામ કરવામાં સફળ થશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 08, 10, 13, 14 છે.

The Moon’s rule till 26th August brings you success in your daily endeavours. A little added effort in your work will earn you increased income. Financial stability is indicated. You will succeed in cajoling those who have been upset with you. Maintain your mental focus and you will be successful in your work. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 08, 10, 13, 14.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 26મી સપ્ટેમ્બર સુધી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. પ્લાનિંગ કરી કામ કરવામાં સફળતા મળશે. જે પણ કમાશો તેમાંથી ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તેનાથી લાંબાકાળ દરમિયાન તમે નાણાંકીય મુશ્કેલીમાં નહીં આવશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 08, 09, 11, 12 છે.

The ongoing Moon’s rule brings you success in all works that you undertake. You will achieve greter success if you plan your work. You are advised to invest from your earnings. This will keep you safe from any financial difficulties in the long run. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 08, 09, 11, 12.


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા જરૂરી કામ પહેલાં કરી લેજો. ધણી ધણીયાણી એક બીજાના મનની વાત સમજી જશે. મનગમતી વ્યક્તિ સાથે સારા સારી રાખશો તો તમારા ખરાબ સમયમાં તે તમને કામ આવશે. ઘરમાં જોઇતી ચીજવસ્તુઓ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.

Venus’ rule till 16th August suggests that you prioritize the completion of your important work first. There will be much mental understanding amongst couples. It would serve you well to keep you favourite person happy as they will be by your side during tough times. You will be able to make purchases for the house. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 13, 14.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી જશની સાથે ધનલાભ મળવાના ચાન્સ છે. નવા કામ કરવા માંગતા હશો તો નવાં કામ મેળવી શકશો. થોડી મહેનત કરી ધનલાભ મેળવી શકશો. ધન સારી જગ્યાએ વાપરી શકશો. ઘરવાળાનો સાથ સહકાર મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 08, 09, 12, 13 છે.

Venus’ ongoing rule brings you fame and fortune! Those seeking new ventures will find them! A little effort will bring you great prosperity. You will be able to use your money wisely. Family members will be supportive. Pray to Behram Yazad daily.

Lucky Dates: 08, 09, 12, 13.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્રની દિનદશા 17મી ઓકટોબર સુધી ચાલશે તમારા અધૂરા કામ પુરા કરવામાં સફળતા મળશે. ઓપોઝીટ સેકસ સાથે મતભેદ દૂર કરવા માટે સીધા રસ્તા મળતા રહેશે. તમારી મહેનત પ્રમાણે ધન મેળવી શકશો. જીવનમાં નવી વ્યક્તિનો સાથ મળવાથી તમારા મનની ઈચ્છા પૂરી થશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

Venus’ ongoing rule till the 17th October, brings you success in completing your unfinished works. You will succeed in clearing any misunderstandings with the opposite gender. You will receive the fruits of your labour. A new companion in your life fulfils your wishes. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 12, 13.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાના કામમાં પણ મુશ્કેલીઓ આવશે. જે વ્યક્તિ પાસે તમારે નાણા લેવાના હશે તે વ્યક્તિ હાલમાં તમને નહીં મળે. તમારી પરેશાની વધી જશે. વધુ ભાગદોડ કરવાથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં તમારૂં મન નહીં લાગે. મિત્રોથી લેતી દેતી કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 08, 09, 12, 13 છે.

Rahu’s ongoing rule poses challenges even in your smallest works. Your debtors will avoid you. Your troubles could increase. Excessive running around could harm your health. You will not be able to focus on any of the work at hand. Avoid lending or borrowing money from friends. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 08, 09, 12, 13.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગુરૂની કૃપા તમારા પર થયેલી હોવાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. સગા સંબંધીઓ તથા આડોશ પાડોશના લોકો તરફથી માન મળશે. સામાજીક કામો કરવામાં આનંદ મળશે. શારિરીક બાબતમાં સારા સારી થશે. વધુ ધનલાભ મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 11, 13 છે.

Lucky Dates: 09, 10, 11, 13.
Jupiter’s grace keeps you away from any financial shortcomings. You will receive anonymous help in all matters. Relatives and neighbours will shower respect on you. Social service will bring you mental peace. Health will be good. To invite greater prosperity, pray the Sarosh Yasht daily.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને ગુરૂ જેવા ધર્મના દાતાના ગ્રહની દિનદશા ચાલુ થયેલી છે. ઘરની વ્યક્તિના દિલ જીતી લેશો. બીજા તરફથી માન ઈજ્જત મળશે. નાણાકીય બાબતમાં પૈસા કમાવાની સાથે ઈનવેસ્ટમેન્ટ પણ કરી શકશો. લાંબા સમયનું ઈનવેટમેન્ટ કરતા ફાયદામાં રહેશો. ઘરમાં રીપેરીંગનું કામ કરાવવું પડશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 08, 12, 13, 14 છે.

The start of Jupiter’s rule helps you win over the hearts of family members. On the other hand you will also receive much appreciation and respect. Financially, you will be able to earn well as well as make investments. Long term investments will prove profitable. You could need to get repair-work done at home. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 08, 12, 13, 14.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ મુશ્કેલી આવશે. તમારા કામ પૂરા નહીં કરી શકો. બીજા પર દયા કરવા જશો તો તમારૂં ખરાબ થશે. તબિયત અચાનક ખરાબ થઈ જશે. પેટમાં તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. ડોકટરના ખર્ચા વધી જશે. નાની બાબતમાં બેચેન થઈ જશો. ધન ખર્ચ વધી જશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 11, 13 છે.

Saturn’s ongoing rule brings difficulties even in small tasks. You will not be able to complete your works. Pitying and being considerate of another will land you in trouble. Your health could suddenly go down. You could suffer from stomach ache and joint-pains. You could end up with increased medical bills. Small matters could get you restless. Expenses could increase. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 09, 10, 11, 13.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તમારી લેતી દેતીના કામો પહેલા પૂરા કરી લેજો. નહીં તો તમારા પોતાના નાણા સમય પર નહીં મળવાથી પરેશાન થશો. ઉતરતી બુધની દિનદશા મિત્રો તરફથી ફાયદો અપાવીને રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ મળશે. નાણાનો બચાવ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 08, 09, 12, 13 છે.

Mercury’s rule till 20th August suggest that you prioritize completing all your lending and borrowing transactions first. Else you could get stressed for not getting your money in time. The descending rule of Mercury will bring you benefits through your friends. Your colleagues will be supportive. You will be able to save money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 08, 09, 12, 13.

Leave a Reply

*